હંમેશા પોતાની દરેક સિરિયલમાં લીડ રોલમાં જ જોવા મળેલી કિર્તી ફરીથી એકવાર એક અસરકારક પાત્ર સાથે જોવા મળી રહી છે. 2010માં એક્ટીંગ કરિયરમાં એન્ટ્રી કરનાર કિર્તીની પહેલી સિરિયલ ઓળખ હતી, જેમાં તેણે વિભાવરી તાલવેકરનું રિપોર્ટર તરીકેનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. જોકે કિર્તીને કલર્સ ચેનલ પર આવતી પરિચય સિરિયલના પોતાના પાત્ર સિદ્ધી મલીક ચોપરાથી વધારે પ્રસિદ્ધિ મળી હતી. તેની આ સિરિયલમાં તેની એક્ટીંગને નવી દિશા મળી અને તેનું કરિયર પણ આગળ ધપ્યું. દેશ કી બેટી નંદીનીમાં પણ તેના પાત્રને ખૂબ વખાણવામાં આવ્યું હતું. હાલમાં કિર્તી એન્ડ ટીવી પર આવતી સિરિયલ કુલદિપકમાં જોવા મળી રહી છે. કિર્તી ફરીથી પોતાના લીડ રોલમાં જાદુ પાથરીને દર્શકોને આકર્ષિત કરવા આવી છે. કિર્તી સાથે થયેલી મુલાકાતમાં તેણે પોતાની કરિયર, અંગતજીવન અને કાર્ય તેમજ પ્રગતિ વિશેની વાતો કરી.

કિર્તી તારા શો કુલદિપક વિશે અને તારા પાત્ર વિશે થોડું જણાવ.
કુલદિપક સિરિયલમાં હું વિદ્યા પુરોહિતનું પાત્ર ભજવી રહી છું. તે પુરોહિત પરિવારની નાની વહુ છે. તે દેવી માની ભક્ત પણ છે. તે સુંદર મૂર્તિઓ બનાવે છે. તે એક આર્ટીસ્ટ છે. દેવી માતા સાથેનું એક પોઝીટીવ કનેક્શન જોવા મળે છે. વિદ્યા માતા બનવની હોય છે, તે સમાચાર પણ તે દેવી માતા સાથે શેર કરે છે. તો બીજી બાજુ તેના દિકરા સાથે પણ તેને એક અલગ સંબંધ છે. સાથે જ તે નાની વહુ હોવાથી થોડી બબલી છે. ઘરના સભ્યો સાથે મસ્તી કરતી જોવા મળે છે. કેરીંગ, લવીંગ પાત્ર છે. પરિવારને જોડીને રાખનારી છે.

ફરીથી એકવાર જબરદસ્ત લીડ રોલ ભજવવાની જે તક મળી છે, તેનાથી તેને કેવું લાગી રહ્યું છે
આના માટે તો મારી મહેનત, મારું પરર્ફોમન્સ અને મારું નસીબ મારી સાથે છે, તેમ કહીશ. મેં જ્યારે કરિયરની શરૂઆત કરી ત્યારે લીડ રોલથી જ કરી હતી અને તે જ સમયે મારા ટેલેન્ટને લોકોએ જોયું. પરિચય દ્વારા મને દર્શકોએ વધારે પસંદ કરી અને આજે ફરીથી તમારી સામે છું. ખરેખર દરેક સિરિયલમાં લીડ રોલ અને તેમાં પણ દરેક રોલમાં સક્સેસ થવું ખૂબ અઘરું છે.

 માતાનો રોલ મુશ્કેલ લાગે છે. ઇમેજમાં બંધાઇ જઇશ તેવું લાગે છે.વધારે નહીં કારણકે પરિચય સિરિયલમાં પણ મેં બે જોડીયા બાળકોની માતાનો રોલ કર્યો હતો અને ઇમેજમાં બંધાવાનો ડર નથી કારણકે પરિચય પછી મને નંદીની સિરિયલમાં દિકરીનું પાત્ર મળ્યું હતું. હું માનું છું કે જ્યાં સુધી તમારી સાચી ઉંમર ન થઇ જાય તે પાત્ર ભજવવાની ત્યાં સુધી ઇમેજ બંધાઇ જવાનો ડર રાખવો જોઇએ નહીં. આર્ટીસ્ટ દરેક રોલ કરે તો જ તેની કલા દેખાઇ આવે છે.
તું મરાઠી શો પણ કરી ચૂકી છો. તો મરાઠી તરફ વળાંક કેમ લીધો. શું હિન્દી સિરિયલોમાં કોઇ સારી તક નહોતી.
હા, પરિચય પછી મેં એક મરાઠી શો કર્યો હતો. જોકે તે શો ફક્ત થોડા ચેન્જ માટે જ હતો. હિન્દી સિરિયલોમાં તો ઘણી ઓફર હતી પણ મારે એકસરખા પાત્રો ભજવવા નહોતા, થોડા સમય પછી મને નંદીનીની ઓફર મળી અને હાલમાં આ સિરિયલમાં માતાનો રોલ કરી રહી છું.
કિર્તીનો ડ્રીમરોલ શું છે.
હું માનું છું કે કોઇ આર્ટિસ્ટનો ડ્રીમરોલ હોવો જરૂરી નથી. અમારી ફિલ્ડમાં જે પાત્ર હોય તે કોના પર ફીટ બેસશે તે નક્કી કરતું હોય છે. આર્ટિસ્ટ કામને નથી સિલેક્ટ કરતા પણ કામ એ આર્ટિસ્ટને સિલેક્ટ કરે છે. મને અત્યાર સુધીમાં જે પણ રોલ ઓફર થયા છે, તે દરેકમાં મારું પાત્ર અલગ રહ્યું છે. ક્યારેક હું રિપોર્ટર તો ક્યારેક વકીલ બની છું. જ્યારે નંદીમાં હું ઇવેન્ટ મેનેજમેન્ટની કંપનીમાં જોબ કરતી હતી, પરિચયમાં હું એક પ્રેમિકા હતી અને હવે કુલદિપક સિરિયલમાં હું માતાના રોલમાં છું. મને લોકોના સપનાઓને સજાવવા ખૂબ ગમે છે. મને જે પણ ઓફર થઇ છે કે થઇ રહી છે, તે મારા માટે તો ડ્રીમ રોલ જેવી જ છે.

કિર્તી આ ફિલ્ડ કઇ રીતે પસંદ કરી તે જણાવીશ, શું તારા પરિવારમાંથી કોઇ એક્ટિંગ ફિલ્ડમાં છે.
મારા પરિવારમાંથી હું પહેલી વ્યક્તિ છું કે આ ફિલ્ડમાં છું. હું આ ફિલ્ડમાં કોઇ પ્લાનિંગ સાથે આવી નથી. અચાનક જ મારું આગમન થઇ ગયું છે. અહીં આવીને મેં ઘણુ શીખ્યું છે. કોઇપણ એક્ટીંગ ક્લાસ કે થિયેટર કર્યા નથી. હું પોતે ઇન્ટિરીયર ડિઝાઇનિંગની સ્ટુડન્ટ છું. મને મારું નસીબ અહીં ખેંચી લાવ્યું છે.
શું તને નસીબ દ્વારા મળેલા તારા કાર્યથી પૂરતો સંતોષ છે ખરો.
મને અહીં આવીને ખૂબ જ શીખવા અને જાણવા મળ્યું છે. એક જ જીવનમાં અનેક પાત્રો ભજવવાની તક મળી રહી છે. ઘણીવાર એક જ ફિલ્ડમાં આગલ વધીને સક્સેસ માટે પ્રયત્નો કરવા પડે છે. જીવન એક જ વાર મળે છે અને એક જ વાર મળેલા જીવનમાં ઘણુ બધુ કરવાની તક મને મળી છે. હું એક સારી કલાકાર છું એટલે આજે અહીં છું, મારા દરેક પાત્રમાં તમને અલગ રીતે જોવા મળીશ.

કિર્તી જો એક્ટ્રેસ ન હોત તો શું હોત.
કિર્તી એક્ટ્રેસ ન હોત તો તે એક પેઇન્ટર હોત. હું પેઇન્ટિગ્સ કરું છું. મારા પિતા ખૂબ સારા આર્ટીસ્ટ છે. તેમની પાસેથી જ મને ઘણુ શીખવા મળ્યું છે.

કિર્તી તારી એક્ટીંગની કારકિર્દીમાં તે હંમેશા જ તારી ઉંમર કરતા વધારે મેચ્યોર પાત્રો ભજવ્યા છે, તો શું તે ક્યારેય તારા વ્યક્તિત્વ પર અસર કરે છે. તારો અંગત અનુભવ તે અંગે શું કહેશે.
આર્ટીસ્ટ એ જ છે કે જે પોતાને દરેક પાત્રમાં ઢાળી દેતો હોય. હું માનું છું કે જો તમે તમારા કામ પ્રત્યે ફોકસ હો તો, જો તમે તેમાં કોન્ફિડન્ટ હો, તો પાત્ર અસરકારક બને છે. મને લાગે છે કે જો તમારે કામ પ્રત્યે 100 ટકા આપવા જ હોય તો તમારું પાત્ર તમારી અંદર દાખલ થાય છે. તમે તેને અનુભવી શકો છો. તમારે જાતે કંઇ કરવાની જરૂર પડતી નથી તમે પાત્રને ઊંડાણ સુધી સમજી લો છો, ફીલ કરી લો છો. જે પણ કરું છું તે અંદરથી કરવાની મને પ્રેરણા મળે છે. જે સમયની અને અનુભનવી સાથે વધતું જાય છે. જોકે હું એક વાત ખાસ કહીશ કે ક્યારેય પણ આર્ટિસ્ટ ઉપર તેનું કામ હાવી ન થઇ જાય તે ધ્યાન રાખવું જોઇએ. તેનાથી ઘણીવાર તમે તમારા પાત્રમાંથી બહાર જ નીકળી શકતા નથી. જે ઘણીવાર મુશ્કેલ બની જાય છે. એક્ટરે પોતાના પાત્રને સ્વીચ ઓન અને સ્વીચ ઓફ કરતા રહેવું જોઇએ.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment