ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા આપણે જાતજાતનાં ઉપાય અજમાવીએ છીએ. ઘરના ઇન્ટિરિયરમાં અનેક ફેરફાર કરીએ છીએ જેથી ગરમી ઓછી લાગે. જોકે ઘરની એક જગ્યા એવી છે, જ્યાં શિયાળો હોય કે ઉનાળો, ગરમીનું વર્ચસ્વ વધારે રહે છે અને એ જગ્યા છે કિચન. હા, કિચનમાં રસોઇ કરવાને લીધે વાતાવરણ તો ગરમ રહે જ છે, તે સાથે ઉનાળામાં ગરમીનો પારો વધવાથી વધારે ગરમી લાગે છે.

ઉનાળામાં તમે કૂલ રહેવા માટે સવારની તાજી હવામાં ગાર્ડનમાં ચાલવા જાવ છો, ઘરની અંદર એવા ઇનડોર પ્લાન્ટ્સને સ્થાન આપો છો, વોર્ડરોબમાં પણ આઉટફિટ્સમાં પરિવર્તન આવી જાય છે અને ઘરનો લુક પણ બદલાઇ જાય છે. છતાં કિચનની ગરમ દીવાલો આ તમામ ઉપાયોને નકામાં કરી નાખે છે. સવારના તો વહેલી રસોઇ બનાવી લેવાથી ખાસ ગરમી નથી લાગતી, પરંતુ જ્યારે સાંજની રસોઇ બનાવવાનો સમય આવે ત્યારે કિચનમાં પગ મૂકવાનું મુશ્કેલ લાગે છે. એવામાં તમે કિચનમાં થોડો ફેરફાર કરો અને પછી જુઓ, આ હોટ સિઝનમાં પણ તમારા ઘરનું કિચન કેવું કૂલ રહે છે!!

થોડો કરો ફેરફારઃ

  • કિચન ખુલ્લું અને હવાઉજાસવાળું હોય. જો તમે ફ્રીજ કિચનમાં રાખતાં હો, તો તેને અન્ય જગ્યાએ શિફ્ટ કરો.
  • કિચનમાં લાઇટ કલર્સ જ દીવાલ પર કરાવડાવો. રેડ, ડાર્ક મરૂન, બ્રાઉન કે ગ્રે કલર્સનો ઉપયોગ તમને ગમતો હોય તો પણ તેના ઉપયોગમાં થોડી સાવધાની દાખવો. કિચનનાં કેબિનેટ્સ, સ્ટોરેજ સ્પેસ અને ત્રણ દીવાલોને લાઇટ કલરની જ રાખો. હા, તમારા કિચનની એક દીવાલને તમને ગમતો કલર કરાવો.
  • આપણા કિચનમાં વારંવાર વઘાર થતો હોય છે. એવામાં કિચનમાં એક બારી અને એક્ઝોસ્ટ ફેન અવશ્ય હોવાં જોઇએ જેથી વઘારની સુગંધ અને ધુમાડો તેમ જ ગરમી ઝડપથી દૂર થઇ જાય.
  • કિચનની બારી પાસે યુટિલિટી એરિયા, બાલકની અથવા લોન હોય તો ત્યાં કૂલર કે પંખો લગાવડાવી શકો છો. એથી તમને કિચનમાં થોડી ઠંડક લાગશે.
  • સામાન્ય રીતે આપણા દેશમાં કિચન મોટું હોય તો લોકો ત્યાં જ ડાઇનિંગ ટેબલ ગોઠવી દે છે, પરંતુ ઉનાળામાં ડાઇનિંગ ટેબલને કિચનમાં ન રાખો. એથી વધારે ગરમી લાગે છે.
  • જો તમારા ઘરમાં એ.સી. ન હોય તો એક બાજુની દીવાલ પર વોલ-ફેન અવશ્ય લગાવડાવો. એ એવી રીતે લગાવડાવવો કે તેની હવા સીધી ગેસની સગડી પર ન આવે.
  • કિચનની બારી પર નાની નાની બોટલમાં નાનાં પ્લાન્ટ્સ લગાવો. એથી હવા શુદ્ધ રહેશે અને લીલોતરી પણ સારી રહેશે.
  • એક્ઝોસ્ટ ફેન અથવા બારીઓની સાફસૂફી નિયમિત રીતે કરો જેથી ત્યાં ચિકાશ ન જામી જાય.

કૂકિંગ ઓછું કરો

આપણે ત્યાં રસોઇના વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, પણ ઉનાળામાં જો કેટલીક આદતમાં ફેરફાર કરીએ તો પેટ અને સિઝનની ગરમી બંને પર નિયંત્રણ રાખી શકાય છે. ઉનાળામાં કેટલાક સમર કૂલર ડ્રિંક્સને અગ્રીમતા આપો. લીંબુપાણી, લસ્સી કે છાશ, કેરીનો બાફલો, કોકમનું શરબત અને કુલ્ફી. કિચનમાં કામ કરતી વખતે કોટનના અને લાઇટવેટ કપડાં આખું શરીર ઢંકાય એ પ્રકારના પહેરો અન્યથા ડિહાઇડ્રેશની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત, ઉનાળામાં કાકડી, તરબૂચ, કોર્ન સૂપ, તરબૂતના બી, મેંગો મિલ્કશેક, સ્પ્રાઉટ્સ, બ્રાઉન બ્રેડ. દહીં કે ટોફૂ અવશ્ય તમારા ફ્રીજમાં રાખો. ખસખસના શરબત અને ઠંડાઇનો ઉપયોગ પણ વધારે કરો.

કૂકિંગ ટિપ્સઃ

રસોઇ બનાવતી વખતે નીચે જણાવેલી ટિપ્સને ધ્યાનમાં રાખશો, તો ગરમીમાં વધારે સમય નહીં રહેવું પડેઃ

  • સલાડ્સ, ફૂટ્સ, સેન્ડવિચ, બોઇલ્ડ એગ્સ, ચીઝ, મિલ્ક શેક વગેરે વાનગી કિચનમાં ઝડપથી તૈયાર થઇ જવા સાથે પરિવારજનોને ભાવશે પણ ખરી.
  • શાકને બારીક અને પ્રમાણસર સમારવાથી તે ઝડપથી બની જશે.
  • રસોઇ ઢાંકણું ઢાંકીને અથવા પ્રેશર કૂકરમાં બનાવવાનું રાખો.
  • શાક બનાવવાનું હોય તેના અડધા કલાક પહેલાં ફ્રીજમાંથી કાઢી લો જેથી તે રેગ્યુલર ટેમ્પરેચર પર આવી જાય અને ઝડપથી બની જાય.
  • માઇક્રોવેવ ઓવન અને ગ્રિલનો ઉપયોગ કરો,
  • સેન્ડવિચની સાથે ઠંડું ફ્રૂટ સલાડ અથવા ફ્રૂટ સ્મૂધી ઉનાળામાં શ્રેષ્ઠ ઓપ્શન છે.
  • જો તમારા ઘરમાં કિચન ગાર્ડન હોય તો એની લોનમાં એક તરફ રસોઇ કરવાનો આઇડિયા પણ સારો છે. સાંજના સમયે લાઇટ રસોઇ બનાવવાની હોય ત્યારે આ રીતે આઉટડોર કૂકિંગ સારું રહે છે. એ માટે સેન્ડવિચ ટોસ્ટર, ઓવર, ફૂડ પ્રોસેસર તૈયાર રાખો.
  • બને ત્યાં સુધી બોઇલ્ડ વાનગીઓ ઓછી બનાવો. એનાથી કિચનમાં ગરમી અને બફારો વધારે થાય છે.

Loading

Spread the love

Leave a Comment