ઘરના ઇન્ટિરીયરને આકર્ષક બનાવવા માટે વિન્ડો એટલે કે બારીનો પણ મહત્વનો ભાગ રહેલો છે. જ્યારે તમારા ઘરની વિન્ડો અલગ હોય તો તેની સંભાળ પણ સારી રીતે રાખવી જરૂરી છે. હાલમાં કેવા પ્રકારની વિન્ડોનો ટ્રેન્ડ છે અને તેની કેવી રીતે સજાવટ કરી શકાય તે જાણીયે.

આપણે હંમેશા ઘરના ઇન્ટિરીયરમાં વધારે પૈસાનો ખર્ચ કરતા હોઇએ છીએ પણ વિન્ડો એટલે કે બારી પર વધારે ધ્યાન આપતા નથી. ઘરના ઇન્ટિરીયરને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે દરેક રૂમના વિન્ડો પર પણ ધ્યાન આપવું વધારે જરૂરી છે. જૂદી જૂદી ડિઝાઇન અને સ્ટાઇલવાળી વિન્ડોના કારણે ઘરનું ઇન્ટિરીયર સંપૂર્ણ દેખાય છે. વિન્ડોની સુંદરતાને વધારવા માટે ડ્રેપ્સ, ચિક્સ અને કર્ટેન્સનનો ડિફરન્ટ સ્ટાઇલમાં ઉપયોગ કરી શકાય છે. તેનાથી ઘરનું ઇન્ટિરીયર વધારે સુંદર દેખાશે.

ફ્રેન્ચ વિન્ડો

આ ખાસ પ્રકારની વિન્ડોની લંબાઇ છતથી ફર્શ સુધીની હોય છે. તે મોટા રૂમ હોય તેના માટે યોગ્ય ગણાય છે. તેમાં સ્લાઇડિંગ નથી હોતી પણ તે બહારથી અને અંદરથી ખુલ્લી હોય છે. તેમાં પણ આખી બારીમાં એક કાચ લગાવવાના બદલે તેને ચાર કે પાંચ સેક્શનમાં અલગ અલગ કરવું જોઇએ. તેનાથી વિન્ડોની મજબૂતી જળવાઇ રહે છે અને ઓરડો પર સુંદર દેખાડ છે.

સ્લાઇડિંગ વિન્ડો

નાના ઘર માટે તે પરફેક્ટ ગણાય છે. તેમાં વિન્ડોને ત્રણથી ચાર ભાગમાં વહેંચીને તેના પર ટિંટિડ ગ્લાસ લગાવવામાં આવે છે. જો સ્લાઇડિંગ વિન્ડોની ફ્રેમ મોટી હોય તો કાચ પણ મોટો હોવો જોઇએ., તેનાથી રૂમ મોટા લાગે છે.

ગ્રીલ વિન્ડો

આ વિન્ડોમાં બહારની તરફથી ગ્રીલ લગાવવામાં આવે છે. જ્યાં સુંદર ફૂલછોડ અને બેલબૂટ તેની સુંદરતામાં વધારો કરે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે ગ્રીલ લગાવી છે તે વિન્ડોના આકાર પ્રમાણેની હોય અને બહારથી આવતા પ્રકાશને અટકાવે નહીં. ગ્રીલમાં તમે રોટ આર્યન ગ્રીલને ટ્રાય કરી શકો છો.

અન્ય આકર્ષણો

બ્લાઇન્ડર્ઝ – હવે બજારમાં ઘણી વરાયટીઝના બ્લાઇન્ડર્ઝ ઉપલબ્ધ છે. જેમાં ફેબ્રિક, બાંબૂ, રોમન, રોલર, ઓસ્ટ્રીયન, પુલઅપ, હોરિજેંટલ, વર્ટીકલ બ્લાઇન્ડર્ઝ મહત્વના છે. તેને ફ્રેમ દ્વારા વિન્ડોમાં અટેચ કરી શકાય છે. તે પછી કર્ટન્સ કે ડ્રેપ્સની જરૂરૂયાત હોતી નથી.

ચિક્સ – આ વાંસના બનેલા પડદા હોય છે, જેનો વિન્ડો ઇન્ટિરીયરમાં ઘણો ઉપયોગ થાય છે. આ પ્લેઇન બાંબૂ અથવા અલગ અલગ રંગોમાં ફર્નીચર સાથે મેચ કરીને બનાવવામાં આવે છે. ચિક્સને ઉપર નીચે કરવા માટે ડેકોરેટીવ દોરીનો ઉપયોગ કરી શકાય છે. જેના પર ઘૂંઘરું બાંધીને તેને બ્રાઇબ્રેંટ લુક આપી શકાય છે.

ડ્રેપ્સ – લાઇનવાળા પ્લેટિડ ફ્લોર લેન્થના ડ્રેપી પેનલને રોડીની મદદથી હુક દ્વારા લગાવી શકાય છે. ડ્રેપ્સ જાડા અને ભારે ફ્રેબ્રીકના બનેલા હોય છે. તે મોટી સાઇઝની વિન્ડો માટે પરફેક્ટ ગણાય છે.

કર્ટેન્સ – રોડ ઉપર રીંગ્સની મદદથી અથવા કર્ટેન્સમાં હોલ કરીને હળવા કે ભારી, પ્લેઇન કે પ્રિન્ટેડ કર્ટેન્સ દ્વારા વિન્ડોને સજાવી શકાય છે. ડ્રેપની જેમ  કર્ટેન્સમાં એક્સેસરીઝની સજાવટનો ઉપયોગ કરી શકો છો.

Loading

Spread the love

Leave a Comment