ઋતુ બદલાતાની સાથે જ ફેશનમાં પણ ફેરફાર થતા હોય છે. તેવી જ રીતે ઋતુ પ્રમાણે ઇન્ટ્રીયર પણ બદલતા રહેવું  જરૂરી હોય છે. હવે તે સમય આવી ગયો છે કે તમે ઋતુ પ્રમાણે તમારા ઘરનું ઇન્ટિરીયર બદલી લો. ઋતુ અનુરૂપ નવા નવા રંગોથી બેડરૂમને સજાવીને પણ નવો લુક અને નવી ફીલ આપી શકો છો. તે ઉપરાંત ફૂલદાનીમાં સજાવેલા તાજા ફૂલો દ્વારા પણ રૂમમાં ઠંડકનો અનુભવ કરાવી શકો છો. ડેકોરેટીવ ગ્રીન પ્લાન્ટ્સ દ્વારા બેડરૂમના ખૂણામાં ગ્રીનરી કરી શકો છો.

જ્યારે પણ ઘરને મોર્ડન લુક આપવાની વાત આવે તો દિવાલોના પડદા અને ઇન્ટિરીયરની સાથે ઘરના દરવાજા પર પણ પૂરતું ધ્યાન આપો. હવે તો બજારમાં જે પ્રકારના ડિઝાઇનર દરવાજાઓ મળે છે, તેની સાથે જ મેચિંગ ડોરનોબ્સ શોધવા પણ સરળ બની ગયા છે. નોબ્સ પર એકસ્ટ્રા પ્રોટેક્શન માટે અને તેની ઉંમર વધારવા માટે ઘણા પ્રકારના કોટીંગ પણ મળશે. એક રીતે જોઇએ તો આજકાલ ઓર્ગેનિક તેમજ આર્યનિક કોટીંગ વધારે પ્રચલિત છે. જે જૂદી જૂદી રીતે એપ્લાય કરવામાં આવે છે.

બેડરૂમમાં ઠંડક

વાતાવરણમાં થનારા ફેરફારને ધ્યાનમાં રાખીને જે રીતે આપણે આપણા વોર્ડરોબમાં સિઝનલ કલેક્શનમાં વધારો કરીયે છીએ તે જ રીતે આપણે ઋતુ પ્રમાણે ઘરની સજાવટમાં ફેરબદલ કરી શકીયે છીએ. જેનાથી રૂમના ફીલ અને લુકમાં ફેરફાર કરવા માટે સારી બાબત છે.

ગરમીના કારણે તાપનું પ્રમાણ વધી રહ્યું છે અને ગરમીએ પોતાની અસર દેખાડવાનું પણ શરૂ કરી દીધુ છે. ગરમીની આ સિઝનમાં રૂમમાં ઠંડકનો અનુભવ થાય તે માટે તમારે તમારા બેડરૂમમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. તેના માટે તેમાં નવા રંગો અને કેટલાક સજાવટના સામાનમાં વધારો કરવો પડશે. ગરમીમાં તમારે બેડરૂમમાં ઠંડક કરવા માટે કેવા પ્રકારની સજાવટ જરૂરી છે, તે જોઇએ.

  1. ગરમીમાં ફેબ્રિક્સ પર ફ્લોરલ પ્રિન્ટનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. ગરમીમાં સૌથી પહેલા તમારે તમારા બેડરૂમના ડાર્ક રંગોની બેડશીટ અને પડદામાં ફેરફાર કરીને હળવા રંગોનો ઉપયોગ કરવો પડશે. ફ્લાવર પ્રિન્ટની બેડશીટ તેમજ હળવા રંગોના પડદામાં બદલાવ લાવવો તે બેસ્ટ વિકલ્પ છે.
  2. રેશમી પડદાના બદલે કોટનના પડદા રૂમમાં સૂર્યપ્રકાશ તેમજ વાતાવરણ પ્રમાણે ઠંડક અપાવશે.
  3. જ્યારે તમારી બેડશીટ કે પડદા હળવા રંગોના હોય તો રૂમમાં કેટલીક વોર્મ ફિલિંગ લાવવા માટે સોફા કે કુશનના કવરને બ્રાઇટ રંગના હોય તેનું ખાસ ધ્યાન રાખો.
  4. ઘણીવાર લાઇટ જાય તો ગરમીથી બચવા માટે તમે પડદા ખોલીને રાખો છે. તેવામાં પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને ઝાલર કે બીડ્સની હારમાળા પડદાની સાથે લગાવી શકો છો. તેનાથી પડદો ખોલ્યા પછી પણ તમારી પ્રાઇવસી જળવાઇ રહેશે.
  5. જો શક્ય હોય તો ગરમીની સિઝનમાં તમે તમારા બેડરૂમના કલરને બદલી નાખો અને તેના પર હળવા રંગોનો ઉપયોગ કરો. જો તમે તેવું ન કરી શકો તો તમારા ડાર્ક રંગની દિવાલ પર હળવા રંગની સુંદર પેઇન્ટિંગ કે પછી ફ્લાવર વોલપેપરનો ઉપયોગ કરીને સજાવટ કરી શકો છો.
  6. હવે તો બેડરૂમમાં પણ લોકો ગ્રીનરી માટે કોઇપણ એક ખૂણામાં નાના છોડને સજાવટ માટે રાખતા હોય છે. તમે પણ કોઇ એક કોર્નરમાં સજાવટ માટે ઉપયોગી કૂંડા અને ફૂલછોડની પસંદગી કરી શકો છો.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment