ઠંડીની ઋતુ છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં બ્લેન્કેટ ઓઢીને સૂઈ રહેવાનું જ પસંદ કરે છે. ઘરની અંદર ઠંડકનો વધારે અનુભવ ન થાય તે માટે તમે અનેક પ્રયત્નો કરતા હશો, પરંતુ ઋતુ બદલાવાની સાથે જે રીતે તમારો પહેરવેશ બદલાય છે, એ જ રીતે ઘરનું ઇન્ટિરિયર પણ ફેરફાર કરવાની જરૂર છે. જેથી ઋતુ પ્રમાણે ઘર પણ વ્યવસ્થિત દેખાય. જો ઋતુ પ્રમાણે તમે તમારા ઘરમાં ફેરફાર કરો, તો ઘર તો સુંદર દેખાય છે, સાથે જ ઠંડીથી પણ સરળતાથી બચી શકાય છે. આ ઠંડીની ઋતુમાં ઘરમાં ગરમાટો મળી રહે તે માટે કેવા પ્રકારનું ઇન્ટિરિયર હોવું જોઈએ તે જાણીએ.

ફેબ્રિક પર ફોકસ

વાતાવરણ બદલાય તેની સાથે જ તમારે તમારા ઘરના જુદા જુદા ભાગમાં ઉપયોગમાં લેવાતા ફેબ્રિક પર ધ્યાન આપવું જોઈએ. જેમકે, તમે તમારા બેડ પર કોટનની બેડશીટ પાથરતા હો તો તેના બદલે માર્કેટમાં મળતા વોર્મ બેડ સીટ સાથે ફેરબદલી કરી શકો છો. આનાથી તમને ફરક જોવા મળશે. તમે જ્યારે પણ તમારા બેડ પર સુઈ જશો, ત્યારે તમને એક ગરમાવા નો અનુભવ થશે. આ જ રીતે સોફા કવર, કુશન કવર, પડદા વગેરેમાં વેલવેટ તેમજ વુલન ફેબ્રિકનો ઉપયોગ કરો. આ તમારા ઘરમાં ગરમાટો લાવવાની સાથે સાથે આકર્ષક લુક પણ ઊભું કરશે.

કારપેટ નો ઉપયોગ

જે ઘરમાં નાના બાળકો હોય છે, ત્યાં હંમેશા મહિલાઓની ફરિયાદ હોય છે કે બાળકો ખુલ્લા પગે ઘરમાં આમતેમ ફર્યા કરે છે. જેના કારણે તેમને ઠંડીની અસર થાય છે. આનાથી બચવાનો એક ઉપાય એ છે કે તમે તમારા પલંગ ની પાસે કે ઘરની અન્ય જગા ઉપર અલગ-અલગ સાઈઝના રગ્સ અથવા કારપેટ ફ્લોર પર પાથરો. તમારા રૂમની સાઈઝ પ્રમાણે અલગ અલગ ડિઝાઈનના કાર્પેટ નો ઉપયોગ કરી શકો છો.

કેંડલ્સ

જો તમારા ઘરમાં બોનફાયર ન હોય તો તમે અરોમા કેન્ડલ્સ નો ઉપયોગ કરીને તેને ઘરના ઈન્ટીરીયર નો ભાગ બનાવી શકો છો. તેનાથી તમારું ઘર કુદરતી રીતે મહેકી ઊઠશે અને સાથે જ ઘરમાં ગરમાટો રહેશે. તેમજ કેંડલ્સના ઉપયોગથી ઘર ખૂબ સુંદર લાગશે.

વુડનને આપો યોગ્ય સ્થાન

ઠંડીના વાતાવરણમાં જેટલું સંભવ હોય તેટલુ વુડન ફર્નિચરને વધારે સ્થાન આપો. જો શક્ય હોય તો વુડન ફ્લોરિંગ પણ કરાવી શકો છો. તમે તમારા ઘરમાં વુડન આર્ટ પીસ અથવા શોપીસ પણ સજાવી શકો છો. આ તમારા ઘરમાં ગરમાટો હોવાનો અહેસાસ કરાવશે. જો તમે ઈચ્છો તો વુલન આર્ટપીસ પણ ઘરમાં સજાવી શકો છો.

કલર્સ પણ જરૂરી

કલર્સ તમારા મૂડને ઘણા ખરા અંશે અસર કરે છે. તેથી વાતાવરણ બદલાવાની સાથે જ ઘરમાં શક્ય હોય તો કલર પણ બદલવાનો પ્રયત્ન કરો. આ ઋતુમાં તમે ગોલ્ડ, રેડ, ઓરેન્જ કલર્સ કરાવી શકો છો. આ ઋતુમાં બ્રાઇટ કલર્સ અથવા ફ્લોરલ પ્રિન્ટ નો ઉપયોગ ઘરના ઈન્ટીરીયર માં કરવો નહીં.

બોન ફાયર

ઘણીવાર જોવામાં આવે છે કે ઘરમાં ગરમાટો રહે તે માટે હીટર નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે યોગ્ય ગણાતું નથી. તમે તેના બદલે બોન ફાયર સેટિંગ બનાવો. જો તમારા ઘરમાં અલગથી બોન ફાયર સેટિંગ હોય તો તેને શરૂ કરો અથવા તો બાલ્કનીમાં પણ આ પ્રકારનું સેટિંગ કરાવી શકાય છે. તેનાથી તમારા ઘરમાં કુદરતી રીતે ગરમાટો જળવાઈ રહેશે.

તડકો જરૂરી

કેટલાક લોકો ઠંડીથી બચવા માટે આખો દિવસ બારી અને દરવાજો બંધ કરી રાખે છે. આ પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. તમારા ઘરના જે ભાગમાં તડકો આવે છે, ત્યાં તમે બપોરના સમયના ભાગમાં બારી અને દરવાજો ખુલ્લા રાખો. સાથે જ એવો પ્રયત્ન કરો કે તમારા ઘરમાં કુદરતી સૂર્યપ્રકાશ આવે.

Loading

Spread the love

Leave a Comment