પ્રેમની જટિલતા પર પ્રકાશ પાડતાં અને પ્રાઇમટાઇમના જોણાંમાં તણખો લાવવા, કલર્સ પોતાના દર્શકો માટે બે નવા શોઝ લાવવા તૈયાર છે. જેમાં એક પ્રકાર તરીકે થ્રિલરનીકવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યારની પુનઃ વ્યાખ્યા કરશે. રોમેન્ટિક થ્રિલર બેપનાહ પ્યાર પ્રેમની દરેક જાણિતી છટાની પુનઃ વ્યાખ્યા કરશે જ્યારે રઘબીર (પર્લ વી પુરી દ્વારા અભિનિત) પોતાની આત્મીય પત્ની (અપર્ણા દિક્ષિત દ્વારા અભિનિત)ના રહસ્યમય મૃત્યુ પછી પોતાના અનિર્ણિત ભાગ્યનો સામનો કરે છે. કવચ મહાશિવરાત્રી એક અજાણ્યા માર્ગે દોરી સંચાર કરે અને સંધ્યા (દીપિકા સિંહ દ્વારા અભિનિત), અંગદ (નામિક પોલ દ્વારા અભિનિત) અને કપિલ (વિન રાણા દ્વારા અભિનિત)ના જીવનમાં ડોકિયું કરે છે. જેઓ અગોચર શક્તિઓ દ્વારા પજવણી કરવા સાધવામાં આવવાના લીધે એક જટિલ સબંધમાં સપડાઇ જાય છે. બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત, કવચ મહાશિવરાત્રી 25મી મેથી, દર શનિવાર અને રવિવાર રાત્રે 8.00 કલાકે તથા બેપનાહ પ્યાર ત્રીજી જૂનથી, દર સોમવારથી શુક્રવાર રાત્રે 10.00 કલાકે દર્શાવવામાં આવશે.

કવચ મહાશિવરાત્રી

દર્શકોની માંગને ધ્યાનમાં રાખતાં તથા સાચા પ્રેમમાં માનતી અને અંગદમાં પોતાના પ્રિયતમને પામતી એક છોકરી, સંધ્યાના જીવનના કાલક્રમને સજીવ કરતી કહાણી કવચ મહાશિવરાત્રી છે. જો કે, ઘટનાઓના વળાંકમાં તેણીને સમજાય છે કે પોતે કમનસીબ નિયતિના શિકંજામાં સપડાયેલ છે. રહસ્યમય મહાશિવરાત્રીની અશુભ ઘડીમાં, અગોચર શક્તિઓ સંધ્યાના જીવન પર ત્રાટકે છે જે તેણીના સ્વર્ગમાં ઉહાપોહ સર્જી દે છે અને વધુમાં તેણીના જીવનના પ્રેમ, અંગદ સાથેના સબંધને જટિલ બનાવી દે છે.

બેપનાહ પ્યાર

બેપનાહ પ્યાર બે પ્રેમીઓ રઘબીર અને બાનીની કહાણી છે, જ્યાં રઘબીર પોતાની પ્રિયતમા પત્નીના મૃત્યુનું ભારે નુકસાન વેઠી રહેલ છે. ખુશહાલ વ્યક્તિ તરીકે જાણિતો રઘબીર કરૂણ બનાવ પછી તેને વધુ ખરાબ કરી દે તેમ સ્વભાવમાં બિલકુલ વિપરીત થઇ જાય છે. પરિવારની માંગને ધ્યાનમાં રાખી, રઘબીર ઘટનાક્રમ રૂપે ફરીથી પરણવા સંમત થઇ જાય છે અને રાહ જોઇ રહેલ રહસ્યમયતાને સામે લાવવાની શરૂઆત બની જાય છે. પોતાના પરિવારની ભલાઇ માટે તે જે નિર્ણય લે છે કમનસીબે તે તેના માટે જટિલ સબંધોના જાળામાં ફસાવા જેવું નીવડે છે જે તેને તમામનો સામનો કરવા દબાણ કરે છે. બન્ને શો પ્રેમની વિવિધ છટાઓની પુનઃવ્યાપ્યા કરશે અને દર્શકોને એક એવી ઘુમાવદાર મુસાફરી પર લઇ જશે જે ગૂઢતા અને રહસ્યમયતાને સામે લઇ આવશે.

શો અંગે બોલતાં, ભારતીય ટેલિવિઝનની એકચક્રી શાસક, બાલાજી ટેલિફિલ્મ્સની નિર્માતા એકતા કપૂરે કહ્યું, “કવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યાર સાથે, અમે અતુલ્ય સ્ટારકાસ્ટની સાથે જકડી રાખનાર વિષયવસ્તુઓનો પણ પરિચય આપી રહેલ છીએ. બે તાજીગીપૂર્ણ કહાણીઓ જે દર્શકોને રસ જગાડનાર તથા ગૂઢતાની પુનઃવ્યાખ્યા કરનાર છે, બેપનાહ પ્યાર વિવિધ અભિવ્યક્તિઓ તથા એક મજબૂત લાગણી, પ્રેમની જટિલતા પર પ્રકાશ પાડે છે. કવચ મહાશિવરાત્રી સુપરનેચરલ થ્રિલર છે. જ્યારે પ્રેમની સારપને તેની સર્વોત્કૃષ્ટ ચકાસણી પર લઇ જનાર હશે. બન્ને શો દર્શકો માંહે બહુગુણિત લાગણીઓ લાવનાર હશેભલે પછી તે પ્રેમ, સંવેદના, ધિકકાર, રહસ્ય અથવા બદલો હોય. શોના સ્કેલ અને પ્રોડકશનની ગુણવત્તા વધુમાં વિષયવસ્તુઓની સચ્ચાઇમાં ઉમેરો કરશે, જેનાથી પ્રેમની શાશ્વતતા ફરતેના વિશ્વાસ સર્જાશે. કુતુહલપૂર્ણ કથારેખા સાથે, અત્યંત પ્રતિભાશાળી કાસ્ટ અને સરસ VFX ટીમ હોવા સાથે, કવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યાર બન્ને દર્શકો માટે માણવા જેવા હશે.”

કવચ મહાશિવરાત્રીમાં સંધ્યાની ભૂમિકા ભજવતી દીપિકા સિંહ જણાવે છે, “હું પ્રેમાળ અને કાળજી રાખનાર દીકરી સંધ્યાની ભૂમિકા ભજવતી જોવા મળીશ. તેણી એક ભલી વ્યક્તિ છે, જે ભગવાનથી ડરે છે પણ અગોચર શક્તિઓ તથા અગોચરતામાં ત્યાં સુધી  કોઇ વિશ્વાસ કરતી નહોતી જયાં સુધી તેણીનો પોતાનો પનારો આની સાથે પડયો. મેં અગાઉ જે કરેલ છે તેના કરતાં એક ખૂબ અલગ પ્રકારનું સ્વરૂપ છે. હું તક માટે આભારી છું અને મને ખાતરી છે કે પોતાના પહેલા એપિસોડથી શો અમારા દર્શકોનું ધ્યાન ખેંચનાર નીવડશે.”

કવચમાં અંગદની ભૂમિકા ભજવતા નામિક પોલ કહે છે, “હું અંગદની ભૂમિકા ભજવતો જોવા મળીશ, શુદ્ઘ દ્ઘદયનો, તે પોતાને વ્યક્ત કરવામાં ક્યારેય શરમાતો નથી. તે કાંઇક ખોટું થતું હોય તો તેની સામે નમતો નથી પણ પોતાને જેની પરવા હોય તેવા લોકોની પડખે રહે છે. પ્રેમ અને ગૂઢતાની કહાણી તરીકે, કવચ મહાશિવરાત્રી દર્શકોને એક રોમાંચક મુસાફરી પર લઇ જશે. અંગદ અને સંધ્યા તમામ વીપરિતતાઓ સાથે, પોતાના પ્રેમ ખાતર કેવી રીતે લડે છે તે કહાણીનું હાર્દ છે.”

પર્લ વી પુરી, બેપનાહ પ્યારના રઘબીર કહે છે, “બેપનાહ પ્યાર જેવી તાજગીપૂર્ણ કહાણીનો હિસ્સો હોવા બાબતે હું રોમાંચિત છું. એક સારતત્વરૂપ પણ વળાંક સાથેની પ્રેમ કહાણી છે. હું રઘબીર તરીકેની ભૂમિકામાં હોઇશ, જે પોતાની પત્ની બાનીના રહસ્યમય મૃત્યુના કારણે જાણે એક કોચલામાં સરી જાય છે. મારા પાત્રમાં વિવિધ છટાઓનો ઉમેરો કરવાનું પડકાર છે અને હું તેના પર ખરો ઉતરવાની આશા સેવું છું.”

બેપનાહ પ્યારમાં પ્રગતિ તરીકે, ઇશિતા દત્તા જણાવે છે, “દરેક યુવાન એકટરને પાડોશની એક ચુલબુલી છોકરીની ભૂમિકા ભજવવાનું ગમી જાય છે, ત્યાં હું પ્રગતિ તરીકેની પડકાર રૂપ ભૂમિકા બાબતે નસીબદાર હોવાનું અનુભવી રહેલ છું. તેણીના બે પાસા છે, એક દુનિયાને દેખાડવા માટે અને બીજો જે તેણી ક્યારેય સામે નહીં આવવા દે. હું નવી મુસાફરી બાબતે આતુર છું અને અમારા દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની આશા રાખું છું.”

કવચ મહાશિવરાત્રીમાં, પોતાના શમણાંઓ અને મહત્વાકાંક્ષાઓ માટે તેણીને પોતાની રીતે ચલાવવા સંધ્યાના જીવનમાં ભલા અને બુરાનો ભીષણ સંઘર્ષ થાય છે. હાડકાં થીજવી દે તેવા બનાવો સાથે લડવા અને અજાણ્યાથી પોતાના પ્રિયજનોને બચાવવાકવચબનવા તેણી સક્ષમ નીવડશે કે કેમ?

જ્યાં બેપનાહ પ્યારમાં તોછડો, રઘબીર પોતાની પ્રિયતમાને ગુમાવવાના નુકસાનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લે છે પણ જટિલ સબંધોના જાળમાં સપડાઇ જાય છે જ્યાં લાગણીઓ અને સંવેદનાઓ જુઠઠાણામાં ફસાય છે. વ્યક્તિઓ માટે જયારે તેઓનો પ્રેમ ચકાસણીની એરણ પર હશે તો છેવટે ભાગ્યામાં શું હશે?

Loading

Spread the love

Leave a Comment