મોર્ડન જમાનામાં લોકો પોતાના ઘરના ઇન્ટિરીયરમાં પણ હવે નવીનતા નહીં પણ વિવિધતા લાવવાનું પસંદ કરી રહ્યા છે. પહેલા કોઇ એક જ રંગથી આખા ઘરને રંગવામાં આવતું હતું પણ હવે તો દરેક રૂમમાં અને રૂમની દરેક દિવાલો પર અલગ રંગોથી ડિઝાઇન અને કલર કરવાની નવી પદ્ધતિઓ જોવા મળે છે. ખરેખર રંગોની રંગીન દુનિયા વચ્ચે દરેક પ્રકારના રંગ પર તમે પસંદગી ઉતારી શકો છો.

હવે દરેક લાઇટ અને ડાર્ક રંગનું કોમ્બિનેશન કરવામાં આવે છે. ઘરના ડ્રોઇંગ રૂમની દિવાલ પર એક દિવાલ ડાર્ક તો બીજી દિવાલ લાઇટ અને બાકીની બે દિવાલ પર તો તેને મેચ કરતા અન્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઇ એક દિવાલ પર વોલ પેપર અથવા તો ટેક્સ્ચર પણ કરાવવામાં આવે છે. હવે ફક્ત વિવિધ રંગોનો ઉપયોગ તમે ઘરની સજાવટમાં કઇ રીતે કરો છો, તે તમારે નક્કી કરવાનું હોય છે, બાકી તો વોલથી લઇને વોલપેપર સુધી અને ટેક્સ્ચરથી લઇને સિલિંગ સુધી દરેક ડિઝાઇનમાં લાઇટ અને ડાર્ક રંગોનો ઉપયોગ હવે કરવામાં આવે છે. કેટલાક ઇંગ્લીસ કલર્સ પણ હવે તેમાં વધારો કરી રહ્યા છે, જેમાં આઇવરી, ગોલ્ડન, સિલ્વર જેવા હંમેશા પસંદગીમાં રહે છે.

દિવાલને રંગોથી કેવી રીતે સજાવવી અને કેવા પ્રકારના રંગોનો ઉપયોગ કરવો તે દરેકની પસંદગીની વાત છે. પણ જે રંગોનો ઉપયોગ કરવાના હો તે અંગેની થોડી જાણકારી પણ રાખવી જરૂરી છે. કહેવાય છે કે રંગોનો મન સાથે સીધો સંબંધ હોય છે. પછી તે કપડાં હોય કે ખોરાક દરેકના મન પર તેની અસર દેખાતી હોય છે. ઉંમર, જાતિ અને વ્યક્તિત્વ પ્રમાણે દરેકની રંગોની પસંદગી અલગ અલગ હોય છે. આપણે જે રંગોનો ઉપયોગ ઘરની સજાવટમાં કરીએ છીએ તે આપણા મન પર કેવી અસર કરે છે, તે પણ જાણવું જરૂરી છે. તે પ્રમાણેની પસંદગી કરીને જ ઘરમાં રંગોથી સજાવટ કરવી જોઇએ. જેમકે આપણે જાણીયે છીએ કે સામાન્ય રીતે યુવતીઓને ગુલાબી અને યુવકોને બ્લ્યૂ વધારે પસંદ હોય છે. તેવી જ રીતે દરેકની રંગોની પસંદગી પર્સનલ હોય છે. તો ચાલો જાણીયે રંગો સાથે જોડાયેલી કેટલીક બાબતો.

રેડ – રેડ કલર ઉમંગ અને ઉત્સાહનું પ્રતિક ગણાય છે. તેને આનંદનો રંગ કહીયે તો પણ ખોટું નથી. આ રંગને ઘરમાં પેંઇન્ટ કરાવનાર વ્યક્તિ એટેન્શન અને આકર્ષણ મેળવવા ઇચ્છે છે તેવું કહી શકાય. ઘરમાં આ રંગ હોવાથી ચિંતા અને અસુરક્ષાની લાગણી દૂર રહે છે. નવપરણિતોના રૂમનો રંગ રેડ હોય તો તેમના જીવનની શરૂઆત સારી થાય છે. પ્રેમનો રંગ પણ લાલ છે, તે ભૂલવું જોઇએ નહીં. બેડરૂમમાં આ રંગ વધારે શુભ અને યોગ્ય રહેશે.

પર્પલ – ઘર માટે જ્યારે પર્પલ રંગની પસંદગી કરવામાં આવી રહી હોય ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ડાર્ક પર્પલ કલર મનમાં રહસ્યની લાગણીઓ ઉત્પન્ન કરી શકે  છે. જ્યારે લાઇટ પર્પલ કલર મન અને હૃદયને ખૂબ જ શાંતિ આપે છે. જો તમારી લાઇફ ખૂબ બીઝી રહેતી હોય તો આરામદાયક લાઇટ પર્પલ અને મોવ કલર જ યોગ્ય રહેશે. તેને ડ્રોઇઁગ રૂમ કે બેડરૂમ બંને સ્થળોએ ઉપયોગમાં લઇ શકાય છે.

ગ્રીન – ઘરમાં ગ્રીન કલર હોય તો ડિપ્રેશન આવતું નથી. તે નેચરનો કલર ગણાય છે. મનને તરોતાજા રાખે છે. મન હળવું બનાવવા માટે આ કલરની ખાસ પસંદગી કરવામાં આવે છે. ડ્રોઇંગરૂમ અને કિચનમાં પણ તેનો ઉપયોગ હવે લોકો કરી રહ્યા છે. તે સિવાય તમે બાલ્કની ગાર્ડન એરિયામાં પણ આ કલર કરાવી શકો છો.

યલો – યલો કલર ઘરના વાતાવરણને ખુશનુમા બનાવી દે છે. તે સારા ભવિષ્યનો સંકેત પણ આપે છે. મનને ક્રિએટીવ રાખે છે. યલો કલરને આશાનું કિરણની રીતે પણ ગણવામાં આવે છે. તેનાથી એનર્જી મળે છે. બાળકોના રૂમમાં કે કિચનમાં તમે યલો કલર કરાવી શકો છો.

બ્લ્યૂ – બ્લ્યૂ કલરથી ઘરને પેઇન્ટ કરાવવાથી વાતાવરણ કૂલ રહેશે. ખૂબ જ શાંત કલર ગણાય છે. તેના લાઇટ શેડની સાથે તે અનુભવ વધારે ગાઢ બને છે. બ્લ્યૂ કલરની સાથે જો વધારે ઊર્જા જોઇતી હોય તો ડાર્ક કે શાઇની સ્કાય કલર વધારે સારો રહેશે. બેડરૂમમાં અને ડ્રોઇઁગરૂમ બંને સ્થળોએ તેને ઉપયોગ કરી શકાય છે.

Loading

Spread the love

Leave a Comment