જીન્સ એવરગ્રીન આઉટફિટ છે, જે કોઇ પણ પ્રસંગે પહેરી શકાય છે. જો તમે અન્ય કરતાં કંઇક અલગ લુક મેળવવા ઇચ્છતાં હો, તો આજકાલ ટ્રેન્ડી બનેલી જીન્સની નવી નવી પેટર્ન ટ્રાય કરી શકો છો. હાલમાં જીન્સમાં લેટેસ્ટ ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, તેના વિશે જાણીયે.

જીન્સ ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતાં. હા, સમયાંતરે એની પેટર્નમાં ફેરફાર થતાં જોવા મળે છે. આજકાલ જીન્સમાં અનેક પ્રકારના એક્સપરિમેન્ટ થતાં જોવા મળી રહ્યા છે. એમાંની કેટલીક સ્ટાઇલ તો નેવુંના દાયકાનું પુનરાવર્તન જ છે. જોકે આપણે સૌ જાણીયે જ છીએ કે ફેશન ફરી ફરીને પાછી આવી રહી છે. જે ઘણીખરી બોલિવૂડ અભિનેત્રીઓ કરીના કપૂર, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા વગેરે પણ અલગ અલગ ઇવેન્ટ્સમાં કેરી કરતી હોય છે. તમે પણ આવા અલગ અલગ પેટર્નના જીન્સ કેરી કરીને ડિફરન્ટ લુક મેળવી શકો છો.

હાઇ રાઇઝ્ડ ફોલ્ડ જીન્સ :

હાઇ રાઇઝ્ડ જીન્સ એન્કલ એટલે કે ઘૂંટીથી થોડું ઊંચું હોય છે. આ જીન્સ સાથે રાઉન્ડ નેકલાઇન ધરાવતું ટોપ અથવા ટી-શર્ટ પહેરવાથી સ્ટાઇલિશ લુક મળે છે. કોલેજગોઇંગ યુવતીઓ આવું જીન્સ કેરી કરી શકે છે. ફોલ્ડ જીન્સને નીચેથી ફોલ્ડ કરીને ટાંકા લીધેલા હોય છે, જે તમને સ્પોર્ટી લુક આપે છે.

જ્યોમેટ્રિકલ ડિસ્કોરેટ્રો જીન્સ :

જ્યોમેટ્રિકલ જીન્સ પર જ્યોમેટ્રિકલ ડિઝાઇન બનાવવામાં આવેલી હોય છે. આ ડિઝાઇનને લીધે આવું જીન્સ એકદમ કૂલ લાગે છે. ફ્રેન્ડસર્કલ સાથે આઉટિંગ માટે જતાં હો ત્યારે આવું જ્યોમેટ્રિકલ જીન્સ ટ્રાય કરી શકો છો. જ્યારે ડિસ્કો રેટ્રો જીન્સ ખરેખર તો પાર્ટીવેર છે. આ જીન્સ વધારે સ્ટાઇલિશ લાગે તે માટે તેના પર એમ્બ્રોઇડરી કરવામાં આવે છે કે પછી સિકવન્સ લગાવવામાં આવે છે. ક્યારેક આના પર નાનાં નાનાં આભલાં પણ લગાવવામાં આવે છે, જેથી તે વધારે આકર્ષક લાગે છે. તમે આના પર તમને ગમતી અન્ય કોઇ એમ્બ્રોઇડરી કે સ્ટાઇલ કરાવીને ડિફરન્ટ લુક મેળવી શકો છો.

પોલ્કા ક્રોપ્ડસ્ટ્રાઇપ ઇન્ડિગો જીન્સ :

પોલ્કા ક્રોપ્ડ જીન્સમાં પોલ્કા ડોટ્સ હોય છે, જેના લીધે તે વધારે આકર્ષક લાગે છે. કેટલીક યુવતીઓ આવા જીન્સ પર મોતી લગાવડાવે છે, જેના લીધે તે અલગ રીતે અટ્રેક્ટિવ લાગે છે. સ્ટ્રાઇપ્ડ ઇન્ડિગો જીન્સ પણ આજકાલ ટ્રેન્ડમાં છે. આને ટોપ અટાયર સાથે કેરી કરીને પરફેક્ટ લુક પ્રાપ્ત કરી શકાય છે.

ક્રોપ્ડ જીન્સ :

આવા પ્રકારના જીન્સમાં બટન અને ઝિપ ઉપરાંત પાયજામાની માફક દોરી હોય છે, જેને તમે તમને ફાવે એ રીતે ટાઇટ કે લુઝ ફિટિંગમાં બાંધી શકો છો. દોરીથી આ જીન્સને ફિટિંગમાં રાખવાનું હોવાથી તે પહેરવામાં પણ આરામદાયક રહે છે. આ જીન્સથી તમને કેઝ્યુઅલ લુક મળે છે અને તેની સાથે તમે સિમ્પલ શર્ટ, શોર્ટ કુર્તી કે ટી-શર્ટ પણ ટ્રાય કરી શકો છો.

ડ્યુઅલ ટોન જીન્સ :

તમે રેગ્યુલર જીન્સ કરતાં કંઇક અલગ ટ્રાય કરવા ઇચ્છતાં હો, તો ડ્યુઅલ ટોન વાઇડ લેગ્ડ જીન્સ પહેરી શકો છો. આવું જીન્સ કોઇ પણ આધુનિકા માટે સારું રહે છે. આમાં કમરથી નીચેની તરફ જતાં જીન્સનો કલર ડાર્કમાંથી લાઇટ થતો જાય છે. જેથી તેને ડ્યુઅલ ટોન જીન્સ કહે છે. બોલિવૂડના હિરોઇનોમાં હાલમાં આ લોકપ્રિય છે. તેમાં તમને સાઇડ લાઇનમાં અલગ પટ્ટી પણ અલગ કલરમાં જોવા મળે છે તો ક્યારેક ઢીંચણથી નીચેના ભાગમાં પણ ડ્યુઅલ કલરનું કોમ્બિનેશન કરવામાં આવે છે.

ડેનિમ શર્ટ :

આ શર્ટમાં એક ભાગમાં ડેનિમ ફેબ્રિક લગાવેલું હોય છે અને સ્લીવમાં પણ કફ ડેનિમ ફેબ્રિકમાંથી જ બનાવેલા હોય છે. જેના લીધે તેને સ્ટાઇલિશ લુક મળે છે. આ શર્ટની સાથે તમે રેગ્યુલર પેન્ટ પહેરી શકો છો. જે તમને અન્ય કરતાં અલગ દર્શાવશે. આમ, ઓલવેઝ ઇન એવા જીન્સ કેરી કરીને તમે પણ એવરગ્રીન લાગી શકો છો.

 

 

Loading

Spread the love

Leave a Comment