ખુરશી જો ઘરમાં ન હોય તો આવનારા અતિથિઓને ક્યાં બેસાડવા તે મૂંઝવણ થઇ પડે છે. એટલું જ નહીં, જો ઘરના ડ્રોઇંગરૂમ, લિવિંગરૂમ કે ડાઇનિંગરૂમમાં અથવા ઓફિસમાં કોઇ તમને મળવા આવે ત્યારે તમારા ઘર અથવા ઓફિસના રૂમને અનુરૂપ ડિઝાઇનની ચેર્સ ગોઠવેલી હોય તો તમારો વટ પડી જવાનો એમાં બે મત નહીં.

ખુરશી જનસામાન્યથી લઇને રાજકારણીઓની પ્રિય વસ્તુ છે. ખુરશીની લોકપ્રિયતામાં ક્યારેય ઘટાડો થાય અથવા તેની સ્ટાઇલ ગમે તેવી હોય તો પણ તેના વિના ન ચાલે એવું છે. ખુરશી મધ્ય કાલીન યુગની એવી સજાવટ છે, જે આજે પણ અતિ પ્રિય છે અને તેના વિના ઘરની સજાવટ અધૂરી છે. જોકે ખુરશી સૌપ્રથમ ક્યારે અને કોણે કઇ રીતે બનાવી તે જાણવાનું રસપ્રદ બની રહેશે. જે આજે પણ તેની આરામદાયકતા અને કાયમી ડિઝાઇન માટે સૌને પસંદ છે.

ક્લાસિક ડિઝાઇનર ખુરશીઓ સામાન્ય રૂમને પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ખાસ જોવાલાયક બનાવે છે, પરંતુ ઘણી વાર એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે ઘરમાં કે ઓફિસમાં કેવા પ્રકારની ખુરશી રાખવાથી વધારે સારું દેખાશે. જો તમે પણ આવી મૂંઝવણ અનુભવતાં હો, તો તમને મદદરૂપ થાય એ માટે અમે આજે ખુરશીના વિવિધ કન્ટેમ્પરરી આઇડિયાઝ વિશે જણાવીએ છીએ. તે સાથે જે તે ડિઝાઇનની ખુરશીનો ટુંકાણમાં ઇતિહાસ પણ જણાવ્યો છે, જેના અંગે જો તમે અતિથિઓને જણાવશો તો તેઓ તમારી જાણકારીથી ઇમ્પ્રેસ થઇ જશે.

એગ ચેર – સ્ટીલની ફ્રેમ ધરાવતી આ ચેરની બેકસાઇડ ઊંચી હોય છે અને બેઠક ગોળાકાર હોય છે, જો તેને વોલ્યૂમ પ્રદાન કરે છે અને આજકાલ જે ઘરમાં છત વધારે ઊંચી હોય અથવા તો લાઇબ્રેરી જેવા જાહેર સ્થળોએ આવી ખુરશી ગોઠવવામાં આવી હોય તો ભવ્ય દેખાવ લાગે છે. આ ક્લાસિક ચેરની ડિઝાઇન એર્ને જેકબસને 1958માં બનાવી હતી. તેમાં અત્યાર સુધીમાં અનેક પ્રકારના ફેરફાર થયા છે, પણ તેની મૂળભૂત ડિઝાઇન આજે પણ યથાવત છે.

કોન ચેર – તમારા ઘરમાં જો વિશાળ જગ્યા હોય અથવા ઓફિસમાં લાઉન્જ હોય તો ત્યાં આ પ્રકારની ચેર્સ રાખવાથી તેનો લુક અનેરો લાગે છે. તેનો બેઝ રિવોલ્વિંગ હોય છે અને બેક ઊંચી હોવાથી તેના પર બેસનારને પોતે જાણે કોઇ ભવ્ય હસ્તી હોય એવી લાગણી અનુભવાય છે. કોન ચેરની ડિઝાઇન વર્નર પેન્ટન દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આમ તો તે 1956માં ડેનિશ રેસ્ટોરાં માટે ડિઝાઇન કરવામાં આવી હતી, પણ આજકાલ તેનો ઉપયોગ બાર્સ, લાઉન્જ્સ, હોટલની લોબી અને કોન્ફરન્સ રૂમ્સમાં પણ થાય છે.

હાર્ટ ચેર – આવી ચેર ફંકી કેઝ્યુઅલ ફર્નિચર સાથે વધારે શોભે છે અને ખાસ કરીને ખુલ્લી જગ્યા હોય તો આ ચેર એકદમ ક્લાસિક લુક આપે છે. આ ચેરની ડિઝાઇન વર્નર પેન્ટન દ્વારા કોન ચેર બનાવ્યા પછીના વર્ષે જ બનાવવામાં આવી હતી અને તેને આવું નામ આપવા પાછળ ચોક્કસ કારણ છે. આને કન્ટેમ્પરરી રીતે ક્લાસિક વિંગ ચેર ગણવામાં આવે છે, પણ તેની હાર્ટ જેવી ડિઝાઇન રેટ્રો સ્ટાઇલ ધરાવે છે અને ઊંચી છત તેમ જ વધારે ખુલ્લી જગ્યા ધરાવતા સ્થળો જેવા રેસ્ટોરાં, બાર્સ અને હોટલ્સમાં તે વધારે ઉપયોગી અને આકર્ષક લાગે છે.

એસ ચેર – આ ચેરને તમે ઘરના ડાઇનિંગ રૂમમાં ગોઠવી શકો છો. ઓફિસમાં – તેના ક્લાસિક લુકને લીધે આ ચેર કોઇ પણ મોડર્ન ફર્નિચર સાથે મેચ થઇ જાય છે અને ઘર કે ઓફિસને શાલીન દર્શાવે છે. આની રચના 1967માં વર્નર પેન્ટન દ્વારા કરવામાં આવી હતી અને તેથી તેને પેન્ટન એસ ચેર પણ કહે છે. આધુનિક જમાનાનાં ફર્નિચર સાથે આ ચેર્સ ખૂબ સારી રીતે મેચ થઇ જાય છે. પેન્ટને સૌથી પહેલાં સિંગલ ફોર્મ ઇન્જેક્શન-મોલ્ડેડ પ્લાસ્ટિક ચેર બનાવી અને તેના પરથી આવા આકર્ષક વળાંક ધરાવતી ચેર્સની લોકપ્રિયતા આજ સુધી યથાવત છે.

કોકોનટ ચેર – કોઇ પણ રૂમમાં આ ચેરને તમે ગોઠવો, તે દરેક રૂમમાં સારી જ લાગશે અને રૂમ પણ સારો દેખાશે. આના પર બેસીને તમે અતિથિઓ સાથે ગપ્પાં મારો કે પછી નાસ્તો કરો, તમારી ઇચ્છા… પણ અતિથિઓને તો તે ગમી જ જવાની. આધુનિક ક્લાસિક ફર્નિચર સાથે આવી ચેર જ્યોર્જ નેલ્સન દ્વારા બનાવવામાં આવી હતી, જે સાંઠના દાયકામાં ખૂબ જ ટ્રેન્ડી બની હતી. આની આઇકોનિક ડિઝાઇન લાઉન્જ જેવી જગ્યા હોય તેમાં વધારે આકર્ષક લાગે છે.

 

Loading

Spread the love

Leave a Comment