જેની ખૂબ રાહ જોવાઈ રહી હતી તે નાગીન હવે પાછી આવી ચૂકી છે! એ આવી છે પોતાનો બદલો લેવા, તમારી સાથે છળ કરવા, એણે જે ખોયું છે તે પાછું મેળવવા, લડાઈ કરવા અથવા તમને પ્રેમ કરવા. એની અત્યાધિક લોકપ્રિયતા અને સતત સફળ સીઝનોને કારણે, કલર્સનો સૌથી મોટો વાર્તાનો ફ્રેન્ચાઈઝ ‘નાગીન અન્ય શીર્ષક ‘નાગીન- ભાગ્ય કા ઝેહરીલા ખેલ’ સાથે તમને જકડી રાખે એવી સીઝન લઈને આવી છે.

આ સીઝનની વાર્તા બ્રિન્દા અને નયન્તારાની આસપાસ ગૂંથાયેલી છે. જેમના જીવન તેમના દૂષિત ભૂતકાળને લીધે એકબીજામાં વણાયેલાં છે અને એમના ભૂતકાળનો આધાર એના પર રહેલો છે. આ પૌરાણિક કથામાં મનોરંજનની દુનિયાના અત્યંત લોકપ્રિય ચહેરા વાળા નવા કલાકારો જેવાં કે નિયા શર્મા, જસ્મીન ભસીન, વિજયેન્દ્ર કુમેરીયા, સાયન્તની ઘોષ અને અન્ય. ‘નાગીન- ભાગ્ય કા ઝેહરીલા ખેલ’ રવિવારે 14 મી ડિસેમ્બર, 2019 ના રોજ  પ્રીમિયર થયું હતું અને સપ્તાહાંતે કલર્સ પર રોજ રાત્રે 8.૦૦ વાગે પ્રસારિત થઇ રહ્યું છે.

આ કોરી કલ્પના એક ભારતીય લોકકથા પર આધારિત છે. જેમાં તમે માણી અને જાણી શકો એવા નાટક, બદલો, પ્રણય, અને રહસ્ય ના અનેક ચડાવ-ઉતાર છે.પ્રેમ એ સૌથી દ્રઢ લાગણી છે અને નાગીનના જીવનમાં એનું ખૂબ મહત્ત્વ છે. આપણી લોકકથાનો અનિવાર્ય હિસ્સો એ માન્યતા છે કે જો નાગીનનો પ્રેમ એની પાસેથી છીનવી લેવામાં આવે તો ના તો એ ભૂલે છે કે ના માફી આપે છે અને બદલો લેવા એ જરૂર પાછી ફરે છે. પૌરાણિક જમાનાની માન્યતાઓ અને આધુનિક જમાનાની કાલ્પનિક કથાનો સુમેળ સાધી ‘નાગીન- ભાગ્ય કા ઝેહરીલા ખેલ’ દર્શકોને એક રહસ્યમય વાર્તાનો આનંદ આપશે. જે બ્રિન્દા અને નયનતારા, તેમના ભૂતકાળ અને જ્યાં તેઓને લાવીને મૂક્યા છે, તેની વચ્ચે ઘૂમરાયા કરે છે. નયનતારા ગુસ્સાથી ભડકેલી છે અને તેના માતા-પિતાને જેમણે પરેશાન કર્યા છે. તેમની સામે બદલો લેવા માગે છે. જ્યારે બ્રિન્દા સરળ, સાચી અને દયાળુ છોકરી છે. જે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે. વાર્તા જેમ આગળ વધે છે તેમ દર્શકો વિચારશે કે હૃદય્ભગ્ન નયનતારા, જે નાગીનની દીકરી છે અને પ્રતીશોધથી પીડિત છે. તે પોતાની માનો બદલો કેવી રીતે લે છે. એના રસ્તામાં કોઈ આવે તો શું એ તેને બક્ષશે? તે પોતાનો બદલો લઇ શકશે કે અને બ્રિન્દા એના આ પ્રતિશોધનો ભાગ કેવી રીતે બનશે? 

બાલાજી ટેલીફિલ્મ્સનાં પ્રોડ્યુસર એકતા કપૂર વધુમાં જણાવે છે, “ઘણાં વર્ષોથી કલર્સ અને બાલાજીએ સફળતાપૂર્વક ફિક્શન શો દર્શાવ્યા છે, જેમાં આ લોકપ્રિય નાગીન છે. આ શો પોતે જ એક બ્રાંડ બન્યો છે અને અમે દર્શકો પાસેથી એ જ પ્રકારના પ્રેમ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ. આ સીઝન બ્રિન્દા અને નયન્તારાની એક મજબૂર સફર દર્શાવે છે, અને તેમના રસ્તા કેવી રીતે ક્રોસ થાય છે. આ અનુભવમાં ઉમેરતા, વાર્તા એવી રીતે કહેવાઈ છે જે અગાઉ ક્યારેય કહેવાઈ નથી. એની વિઝ્યુઅલ ઈફેક્ટ, ગ્રાફિક્સ વગેરે દર્શકોને લોભાવશે. નિયા શર્મા (બ્રિન્દા) અને જસ્મીન ભસીન (નયનતારા) અને વિજયેન્દ્ર કુમેરીયા શોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.”

બ્રિન્દાની ભૂમિકા અદા કરતી નિયા શર્મા જણાવે છે: “હું પહેલી વાર ફેન્ટસી ફિકશનમાં કામ કરી રહી છું, જે હવે એક મજબૂત બ્રાંડ બની છે. નાગીનની માગ છે  વચનબદ્ધતા, વિવિધતા અને હું કલર્સ અને એકતા કપૂરનો મારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માનું છું. હું બ્રિન્દાની ભૂમિકા ભજવું છું જે બોલવામાં નમ્ર અને સરળ છે અને લોકો તેના પર ગુસ્સે હોય ત્યારે પણ લડાઈ કરવાનું ટાળે છે. તે જ્યાં કામ કરે છે તે પરિવારને ખૂબ ચાહે છે અને તેમના પ્રત્યે સમર્પિત છે.”

નયનતારાની ભૂમિકા કરતી જસ્મીન ભસીન જણાવે છે, ઈચ્છાધારી નાગીન પૂરવાર થયેલો અભિગમ છે  અને એના આરંભથી જ શોને ઘણો પ્રેમ મળ્યો છે. હું નયનતારાનો રોલ કરું છું જે શૂરવીર છે પણ પાડી ભાંગી છે અને એના પિતાજીના મૃત્યુનો બદલો લેવા માગે છે. પોતાનો ધ્યેય સિદ્ધ કરવાની વાત આવે ત્યારે તે અત્યંત સાહસી અને મહત્ત્વાકાંક્ષી છે. પોતાના મનમાં માત્ર બદલાની વાત હોઈ, તે લડાઈ કરવામાં જ મને છે અને એ માટે કોઈ પણ હદે જઈ શકે.

દેવ પ્રકાશની ભૂમોકામાં વિજયેન્દ્ર કુમેરીયા કહે છે, આ પ્રકારનો રોલ મારા માટે તદ્દન નવો છે અને નાગીન લેગસીનો હિસ્સો બનવા બદલ હું રોમાંચિત છું. દેવપ્રકાશની જીવનશૈલી ખૂબ ખર્ચાળ છે પણ એને દેખાડો કરવો ગમતો નથી અને પોતાના ધનાઢ્ય પિતરાઇઓથી ઊલટું એ પોતાની આસપાસના બધા લોકો માટે પ્રેમ અને આદર રાખે છે. એ સંપૂર્ણ સજ્જન માણસ છે અને અંધશ્રદ્ધામાં અને એની શક્તિમાં માનતો નથી. ઘણાં વળાંકો આવે છે અને વાર્તા છાતી થતી જાય છે અને લોકપ્રિય થયેલા આ શોમાં કામ કરવાનું મને ગમે છે.”

હિન્દી માસ એન્ટરટેનમેન્ટ અને કિડ્સ ટીવી નેટવર્ક વાયકોમ 18 ના હેડ નીના એલાવિયા જયપુરિયા આ આરંભ વિષે કહે છે, “કલર્સ ખાતે અમને ખૂબ આનંદ છે કે અમને જે ફ્રેન્ચાઈઝી મળી છે તે બધી વાતે ખરી ઉતારે છે, એની લોકપ્રિયતામાં કમી નથી, જકડે એવી વાર્તા છે, અને મનોરમ્ય કલાકારો અને ચરિત્રો છે. આ શો દર્શકોને આનંદવિભોર કરવા અને સપ્તાહાંતના પ્રાઈમ ટાઈમને ખૂબ મજબૂત બનાવશે. એક સફળ કથા આ સિઝનમાં પણ ઉત્તેજિત અને એક્શનથી ભરપૂર હોવાનું વચન આપે છે.”

આ શોના અભિગમ અંગે હિન્દી માસ એન્ટરટેનમેન્ટ, વાયકોમ 18 ના ચીફ કન્ટેન્ટ ઓફિસર, મનીષ શર્મા કહે છે, “એક તરોતાજા સીઝન પાછી લાવવાનું ગૌરવ જુદું જ હોય છે અને ભરતમાં સૌથી વધુ જોવાતો સુપર-નેચરલ શો ફરી લાવવાનો આનંદ અનેરો હોય છે. નાગીનની આગામી સીઝન માટે અમે કેટલાક મુખ્ય ચાવીરૂપ ભાગો પર કામ કર્યું છે, જે છે એની ગતિ બદલી છે, વાર્તાનું વર્ણન, નવા કલાકારો, ગ્રાફિક્સ વગેરે બહેતર બનાવ્યા છે, જેથી લોકો વધુ જોડાયેલા રહેશે. ભારતીય દર્શકો લોક્વાર્તાને જોવાનું પસંદ કરે છે, અને નાગીન સાથે અમે એક રોમાંચ સાથે બેચેન કરે તેવી વાત લાવ્યા છીએ.”

જસ્મીન ભસીન, નિયા શર્મા, વિજયેન્દ્ર કુમેરીયા અને સાયનતાની ઘોષ અગ્રણી રોલ સાથે છે, તો શોમાં શાલીન ભણોત, સુપ્રિયા શુક્લ, ગીતાંજલિ તેકેકાર અને રાખી વિજન પણ છે.

Loading

Spread the love

Leave a Comment