દિલજીત દોસાંઝ સિંગિંગ સેન્સેશન, પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણિતું નામ છે.  2016માં તેમણે “ઉડતા પંજાબ” દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને પછી તેમની માટે તે દરવાજા હંમેશાને માટે ખુલી ગયા. ત્યારબાદ તેમણે અનુષ્કા શર્માની અપોઝીટ “ફિલ્લૌરી” જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા વડે બોલીવુડના પ્રશંસકોના હૈયાં જીતી ચૂકેલ છે. જોકે આ વર્ષે તેમની ફિલ્મ વેલકમ ટુ ન્યુયોર્ક આવી હતી જેમાં તેઓ સોનાક્ષી સિન્હા સાથે જોવા મળ્યા હતા. તેમની ફિલ્લોરી અને વેલકમ ટુ ન્યુયોર્ક ફિલ્મ વધારે ચાલી નહોતી. હાલમાં બોલિવૂડમાં બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં હાલમાં જ રીલીઝ થનારી ફિલ્મ હોકી પ્લેયર સંદીપ સિંહના જીવન પર આધારીત ફિલ્મ સૂરમા છે. આ ફિલ્મમાં સંદીપ સિંહનો રોલ એક્ટર દિલજીત દોસાઝે ભજવ્યો છે. તેમનો કરિયરનો ગ્રાફ સંપૂર્ણપણે આ ફિલ્મ પર આધારીત છે. દિલજીતની દ્રષ્ટિએ બાયોપિક ફિલ્મનું શુ મહત્વ છે, તેઓ આ ફિલ્મનો ભાગ કેવી રીતે બન્યા, અને પંજાબી તેમજ હિન્દી ફિલ્મોમાં શો ફરક અનુભવે છે, તે અંગે તેમની સાથેની વાતચિત.

તમારો ક્યારેય હોકી સાથે સંપર્ક રહ્યો છે.

મારા પિતાજીને હોકી રમવાનો ખૂબ શોખ હતો. તેમણે મને એક વખત હોકી સ્ટીક લાવીને આપી હતી. જોકે મને હોકી રમવાનો શોખ નહોતો, મને સંગીતમાં વધારે રસ હતો.

તમે પહેલા સૂરમા ફિલ્મ કરવા માટે ના પાડી હતી, તો પછી હા પાડવાનું કારણ શું.

પહેલા ફક્ત મને એટલું જ જણાવવામાં આવ્યું હતું કે હોકી પ્લેયર સંદીપ સિંહના જીવન પર બાયોપિક બનાવવામાં આવી રહી છે. તે સમયે મને લાગ્યું કે કોઇની બાયોપિક ફિલ્મ કરવા કરતા હું કઇ બીજુ કામ કરું તે વધારે સારું રહેશે. તેથી તે સમયે ફિલ્મ માટે ના પાડી દીધી હતી. જ્યારે ફિલ્મની વાર્તા સાંભળી તો ખૂબ જ પાવરફૂલ લાગી. મને પોતાને શરમ પણ લાગી કે હું હોકી પ્લેયર સંદીપ સિંહને જાણતો પણ નથી. આજે મને સમજાયું છે કે આ ફિલ્મ માટે પહેલા ના પાડી હતી તે મારી ભૂલ હતી.

હોકી પ્લેયર સંદીપ સિંહને ક્યારે મળ્યા અને તેઓ ફિલ્મ માટે કેટલા મદદરૂપ બન્યા.

પહેલીવાર સંદીપ સિંહજીને એક પાર્ટીમાં મળ્યો હતો, તે સમયે અમારી વચ્ચે ખૂબ ઓછી વાતચિત થઇ હતી. તેમણે મને જ્યારે ફિલ્ડ પર હોકીની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી ત્યારે તેમને જાણવા અને સમજવાની તક મળી. તેમને વાતો કરવાની આદત છે, તેથી તેમની વિશે વધારે જાણી શક્યો. પહેલા ફક્ત મને એટલી જ વાતની ખબર હતી કે તેઓ હોકી ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે અને તેમના કારણે હોકીમાં ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, પણ પછી તેમની સાથેની વાતચિતમાં ખબર પડી કે તેમને પીઠમાં ગોળી વાગી હતી અને તેમણે કેટલાય મહીનાઓ વ્હીલચેર પર પસાર કર્યા હતા. તે પછી પણ તે હોકી રમ્યા અને ઇતિહાસ રચી દીધો.

તમારા પોતાના માટે હોકી શીખવું કેટલું મુશ્કેલ રહ્યું.

જો સંદીપજી સેટ પર ન હોત તો મારા માટે હોકી શીખવું ખરેખર ખૂબ મુશ્કેલ બની ગયું હોય. તેમણે પોતે જ મને હોકીની ટ્રેનિંગ આપી હતી. સંદીપજીની જેમ હું સ્પીડમાં શોટ મારતા તો નથી શીખી શક્યો પણ હા હું ઘણુબધુ શીખ્યો છું તેટલું જરૂરથી કહી શકીશ. તે સમયે મને જાણવા મળ્યું કે હોકીની રમત સંપૂર્ણપણે આપણી બેક (પીઠ) પર નિર્ભર હોય છે. હોકી રમવા માટે તમારે પીઠના ભાગથી નમીને રમવું પડે છે અને તમે ચાલું રમતે જ્યારે ભાગો છો, ત્યારે પણ નીચા નમીને જ ભાગવાનું હોય છે. તે સમયે મારા કરતા વધારે મુશ્કેલી તો સંદીપજીને થઇ હશે કારણકે તેમને પીઠ પર ગોળી વાગી હતી. તેમને જોઇને ખૂબ પ્રેરણા મળી અને તેથી હું ખૂબ ઝડપથી હોકી રમવાનું શીખી ગયો.

વ્હીલ ચેર પર બેસીને શૂટીંગ કરવાનું કેટલું અઘરું રહ્યું.

તેના વિશે તો કહેવું જ મુશ્કેલ છે. મેં પાંચ-છ દિવસ તેના પર બેસીને શૂટીંગ કર્યું છે. તે સમયે હું ડિપ્રેસ પણ થઇ જતો હતો. મને લાગતું કે હું તો ફક્ત શૂટીંગ કરી રહ્યો છું. સંદીપજીએ તો અ દરેક બાબત રીયલમાં અનુભવી છે. આવા સમયમાંથી પસાર થવું અને ફરીથી ઊભા થઇને હોકી રમવા જવી ખરેખર ખૂબ હિંમતની વાત છે. આવું ઘણા ઓછા લોકો કરી શકે છે. સંદીપજીની જગ્યાએ જો હું હોત તો ફરીથી ઊભો થઇ જ ન શક્યો હોત. એટલે જ ફિલ્મનું નામ સૂરમા રાખવામાં આવ્યું છે, તેમના માટે આનાથી વધારે બેસ્ટ નામ કોઇ હોઇ જ ન શકે.

તાપસી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

જ્યારે મને ખબર પડી કે ફિલ્મમાં મારી સાથે તાપસી છે, તો મને ખૂબ આનંદ થયો. તે ખૂબ જ મહેનતું અને સારી કલાકાર છે. તે વાતો પણ ખૂબ કરે છે.

તમારી દ્રષ્ટિએ બાયોપિક ફિલ્મોનું મહત્વ કેટલું છે.

જ્યારે પણ કોઇ વ્યક્તિની બાયોપિક ફિલ્મ જોઇએ તો તે વ્યક્તિના જીવનમાંથી અને તેના સંઘર્ષ પરથી ઘણુબધુ શીખવા મળે છે. કોઇપણ વ્યક્તિની બાયોપિક કારણ વિના બનતી નથી. તેના જીવનમાં તેણે કરેલી મુશ્કેલીઓનો સામનો અને ત્યારબાદ તેમણે મેળવેલી સિદ્ધી જવાબદાર હોય છે. ભાગ મિલ્ખા ભાગ, ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી, મને ખૂબ પસંદ પડી હતી. મને તો એ વાતનો વિશેષ આનંદ છે કે બોલિવૂડમાં આવ્યાને હજી બે કે ત્રણ જ વર્ષ થયા છે અને મને બાયોપિક ફિલ્મ કરવાની તક મળી ગઇ.

ટીવી અને ફિલ્મો બાબતે તમારું શું કહેવું છે ?

હું ટીવી અને ફિલ્મ્સ બન્નેને મજબૂત માધ્યમ માનું છું. એક સારી ફિલ્મ લોકોના મગજમાં રહી જાય છે. એક ફિલ્મને પોતાની દર્શનીય મુસાફરી અને ટેલિવિઝનને ત્વરિત પ્રતિક્રિયા હોય છે. હું આ શો મંચ પર હું લાઇવ પરફોર્મ કરું છું અને ત્વરિત પ્રતિક્રિયા મેળવું છું તે કારણે કરી રહેલ છું.

બોલીવુડમાં પોતાની મુસાફરી તમે કઇ રીતે જુવો છો ?

હું ખૂબ જ ખુશ છું. હું કદાચ આટલું ડિઝર્વ નથી કરતો, જે મેં છેલ્લા બે વર્ષમાં મેળવ્યું છે. હું આવું કહી રહેલ છું કારણ કે હું બોલીવુડમાં વધારે લોકોને ઓળખતો નથી, છતાં પણ મને ઓફર્સ મળ્યા છે. અહીં કામ મેળવવા મારે વધારે પ્રયાસો નથી કરવા પડયાં. મેં ઓફર્સ મેળવી છે, જેમાંથી કેટલીક હું સ્વીકારીશ અને કેટલીક માટે ના પાડવી પડશે. ઉડતા પંજાબ મારી પાસે આવી. તેથી વિપરીત, પંજાબી ફિલ્મો માટે મારે ભારે મહેનત કરવી પડી. બધુ  પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરી છે.

 

પંજાબી ઇન્ડસ્ટ્રી અને હિન્દી ઇન્ડસ્ટ્રીમાં શો ફરક લાગે છે.

ફિલ્મોમાં કોઇ ખાસ ફરક નથી. ફરક મારા કામમાં છે. હું પંજાબીમાં કોમેડી ફિલ્મો વધારે કરું છું. જોકે બોલિવૂડમાં મારા માટે ક્યું જોનર બેસ્ટ રહેશે તે મને હજી સુધી ખબર પડી નથી. તેથી મન જે ઠીક લાગે તે પ્રકારના રોલનો સ્વીકાર કરું છું.

સિંગિંગમાં તમારી કારકિર્દી બાબતે શું ?

મેં સિંગિંગ સાથે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી અને એ એવું કાંઇક છે જેને હું અનુસરતો રહીશ.

 

 

Loading

Spread the love

Leave a Comment