સોની સબ પર ટેલિવિઝનનો અત્યંત વહાલો શો સાત ફેરોં કી હેરા ફેરી અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી વૈવાહિક કોમેડી લઇને આવી ચૂક્યો છે. એક લોકપ્રિય કહેવત છે કે સ્ત્રી ઉત્તરમાં ચાલે તો પુરુષ દક્ષિણમાં ચાલે છે અને તેઓ ક્યારેય એક માર્ગે ચાલતા નથી. આવા સંજોગોમાં એક સુખી વિવાહમાં બે અલગ અલગ લોકો એકત્ર કઈ રીતે થઇ શકે? આ મુદ્દાને સાત ફેરો કી હેરા ફેરીમાં હળવીફૂલ રીતે રજૂ કરવામાં આવ્યો છે. એમપણ કહેવાય છે કે પુરુષો મંગળ ગ્રહ પરથી આવ્યા છે અને સ્ત્રીઓ શુક્ર ગ્રહ પરથી આવી છે એવી એક વિખ્યાત ઉક્તિને આધારે આ શો સ્ત્રી- પુરુષની ભૂમિકાઓ અને મતભેદોને લીધે વૈવાહિક દંપતીના રોજબરોજના જીવનમાં ઉદભવતી વિવિધ હાસ્યસભર પરિસ્થિતિઓ પ્રદર્શિત કરે છે. પતિ-પત્ની પોતાના જીવનમાં નાની નાની વાતોને લઇને ખાટા-મીઠા ઝગડા કરી બેસે છે અને ક્યારેક તેને મોટું સ્વરૂપ આપી દેવામાં આવે છે. વાતના મૂળમાં કઇ હોતું નથી અને રાઇનો પહાડ બની જાય છે. આવી જ રોજીંદા જીવનની વાતોને કઇ રીતે સરળતાથી, હાસ્યનો વઘાર કરીને, કોમીડીની રીતે રજૂ કરવી તે આ શોમાં જોવા મળી રહ્યું છે.

મુંબઈની પાર્શ્વભૂમાં આ શોની વારતા બે પાડોશીઓ ટંડન અને દેસાઈ પરિવારના જીવન ફરતે વીંટળાયેલી છે. ભૂપી ટંડનની ભૂમિકા શેખર સુમન ભજવી રહ્યો છે, જે 50 વર્ષ આસપાસનો છે અને પુરુષો જ ઘરના રાજા હોય છે એવું માને છે અને પત્ની પર વર્ચસ્વ જમાવવાનું તેને ગમે છે. તેની પત્ની નીતુ ધાર્મિક પારંપરિક સ્ત્રી, વહાલી માતા અને સંભાળ રાખનારી પત્ની છે. નીતુની ભૂમિકા સ્વાતિ શાહે ભજવી છે. તેમના યુવા પાડોશીઓ અને ફ્રેન્ડ્સ એટલે વધુ એક વૈવાહિક દંપતી પરિમલ અને રૂપલ દેસાઈ છે. પરિમલની ભૂમિકા અમિત મિસ્ત્રીએ ભજવી છે, જે ભૂપીથી સંપૂર્ણ વિરુદ્ધ છે અને પત્નીથી ડરનારો પ્રાણી છે. પરિમલ બ્રોકિંગ કંપનીમાં મેનેજર છે અને હંમેશાં શેરબજારની લેણદેણમાં પરોવાયેલો હોય છે. અમી ત્રિવેદીએ રૂપલની ભૂમિકા ભજવી છે, જે ધનાઢ્ય પરિવારની છે અને પોતાની જીવનશૈલી સુધારવા માટે તેને સારી લાગતી ચીજો સતત ખરીદી કરતી રહે છે, જ્યારે તેનો પતિ નિ:સહાય થઈને ખર્ચ કરતો રહે છે, જેને કારણે હંમેશાં ઈએમઆઈના બોજ હેઠળ દબાયેલો હોય છે. આ કલાકારોમાં વધુ એક ઉમેરો 25 વર્ષનો ગોલ્ડી શર્મા છે, જે કામ વિનાનો રોમેન્ટિક વ્યક્તિ છે. ગોલ્ડીની ભૂમિકા કેવિન ડેવે ભજવે છે, જે એકલો છે અને હંમેશાં પયણું પયણું કરે છે. લગ્નનું ભૂત તેના પર સવાર રહેતું હોય છે. તેની સામે આવતી દરેક છોકરીમાં પોતાની સપનાની રાણી જુએ છે. જોકે એકાગ્રતા અને ગંભીરતાને અભાવે તેણે પસંદ કરેલી બધી છોકરીઓ તેને તરછોડી દે છે. તેના આવા વર્તનથી કોમેડી ર્જાતી જોવા મળે છે.

આ શોની ખાસ વાત એ છે કે શેખર સુમન ઘણા સમય પછી ટેલિવિઝનના પડદા પર પાછા ફરી રહ્યા છે. તેમણે પોતાના પાત્ર અને સિરિયલ વિશે જણાવ્યું કે, હું તો હંમેશા બધે જોવા મળું જ છું. અત્યાર સુધીમાં અનેક શો મારા કર્યા છે. હવે આ લાઇટ સિટકોમ કોમેડી શોમાં આવી રહ્યો છું. ટીવી ઇન્ડસ્ટ્રીમાં થોડો સમય એવો આવ્યો હતો કે આ પ્રકારની કોમેડી સિરિયલો બંધ થઇ ગઇ હતી. સાસુ વહુના સિરિયસ ડ્રામાએ લોકોને જકડી લીધા હતા. હવે ફરીથી એ સમય પાછો આવી ગયો છે. રડવાનું અને કકળાટની વચ્ચે હાસ્ય ક્યાંક ગાયબ થઇ ગયું હતું, જે હવે ફરીથી પાછું આવી રહ્યું છે. લોકોને હવે સમજાઇ રહ્યું છે કે રોજીંદા જીવનમાં બનતી ઘટનાઓ સાથે જોડાવાની જરૂર છે. જીવનમાં હાસ્યની જરૂર છે.

સ્વાતિ શાહ સિરિયલમાં શેખર સુમનના પત્ની નિતુ ટંડનની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના પૂછવામાં આવ્યું કે પતિ-પત્નીના સંબંધોવાળી આ સિરીયલમાં નવું શું હશે તો તેમના જવાબમાં તેમણે કહ્યું કે, જે સામાન્ય વાતચિતને આપણે ઉશ્કેરાટનું સ્વરૂપ આપી દઇએ છીએ તે સામાન્ય વાતને કઇ રીતે કોમેડીનું સ્વરૂપ આપી શકાય તે આ સિરિયલમાં જોવા મળશે. તે સિવાય શેખર સુમન ઘણા વર્ષો પછી ટેલિવિઝનમાં આવી રહ્યા છે, તે સિરિયલનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. કેટલાક દર્શકોને સારા ચહેરા અને કલાકારોને જોવા અને માણવા ગમતા હોય છે. જેના કારણે કલાકારોની લાઇફ લાંબી ચાલે છે. તે સિવાય હવે લોકોને કોમેડી વધારે ગમી રહી છે. લોકોને કઇક જૂદું જોવાનું ગમે છે. તેથી પતિ-પત્નીના સંબંધોમાં પણ કઇક નવું મળી રહે તે માટે આ સિરિયલ બની છે.

અમિત મિસ્ત્રી પરિમલ દેસાઇના પાત્રમાં છે, તે કહે છે કે, સિરિયલની ફ્લેવર કોમેડી છે. જ્યારે નવું પાત્ર કરું ત્યારે નવા પાત્રોના મનમાં જવું પડે છે, અમિત કઇક અલગ વિચારતો હોય પણ જ્યારે તે પરિમલ દેસાઇના પાત્રમાં આવી જાય તો તેની વિચારવાની રીત બદલાઇ જતી હોય છે. સિરિયલમાં બે પડોશીઓ અલગ સ્વભાવના હોવા છતાંય એકબીજા સાથે કેવી રીતે હળીમળીને રહે છે, તે મહત્વનું છે. ખૂબ જ દર કાસ્ટ લેવામાં આવી છે.

કપલ્સ તેમના જોડીદાર પાસેથી અમુક સ્પેશ ઇચ્છે છે ત્યારે ગોલ્ડી પ્રેમમાં માને છે અને લગ્ન કરવા આતુર છે. જોકે તે ખોટી પ્રકારની છોકરીઓમાં પડે છે. તેની સાથે સુમેળ નહીં સાધી શકે તેવી સ્ત્રી  હોય અથવા દેખાડો કરવા માગે છે અને અંતે તેમના દ્વારા તેને નકારાત્મક રીસપોન્સ મળે છે અથવા તેમના સંબંધોનો અંત આવે છે. ગોલ્ડીને કમાણી કરવાની કોઈ જવાબદારી લેવી નથી. તે પોતાને ફ્રીલાન્સર કહેવડાવે છે, પરંતુ મોટે ભાગે કામ કરતો નથી. તે રોજબરોજના ખર્ચ અને ભોજન માટે પરિમલ અને ભૂપિ પર આધાર રાખે છે. તે કારકિર્દી પ્રત્યે સમર્પિત નથી અને અનેક નોકરીઓમાંથી તેને હાંકી કાઢવામાં આવે છે. પ્રત્યક્ષ રીતે પણ તે આળસુ છે અને સ્થૂળ પણ છે. તે અત્યંત મૂડી છે અને વિચલિત મનનો છે. તે નવો ધંધો શરૂ કરે છે અને નિષ્ફળ જાય છે. તેના જીવનનો સિદ્ધાંત તેની બધી જરૂરતો માટે અન્યો પર આધાર રાખવાની છે.

આ પાત્ર વિશે બોલતાં કેવિન ડેવ કહે છે, ગોલ્ડી આળસુ છે, પરંતુ મનથી મહત્ત્વાકાંક્ષી છે. તેના પાડોશી પુરુષોનું પત્નીઓ જોડે બનતું નથી છતાં ગોલ્ડી વૈવાહિક સંસ્થાનો ચાહક છે અને લગ્ન કરવા આતુર છે. ગોલ્ડી હાસ્યસભર સ્થિતિઓમાં રહે છે અને દર્શકોનું મનોરંજન કરશે.

Loading

Spread the love

Leave a Comment