દરેક સ્ત્રી માટે તેની સુંદરતાનું સૌથી મોટું ઘરેણુ તેના વાળ ગણાય છે. વાળની સુંદરતાને જાળવી રાખવા તે હરહંમેશ તૈયાર હોય છે. બોલિવૂડની કેટલીક અદાકારાઓ પણ તેમના વાળનું ખૂબ ધ્યાન રાખે છે. રેગ્યુલર ઘરગથ્થુ ઉપચારો અને જાણીતી કંપનીની પ્રોડક્ટ્સના ઉપયોગ દ્વારા તેઓ પોતાના વાળને સુંદર અને સ્વસ્થ રાખવાનો સતત પ્રયત્ન કરતા રહે છે. તો આવી જ કેટલીક બોલિવૂડ દિવા પાસેથી તેમની વાળની સંભાળ વિશે જાણીયે.
1) આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ રોજબરોજ વિટામીન એ ની માત્રા લે છે. તે દર બીજા દિવસે પોતાના વાળ વોશ કરે છે, જેના કારણે તે ચિકાશ અને મેલને દૂર કરી શકે. તે પોતાના વાળ, નખ અને સ્કીન માટે નિયમિત વીટામીન્સ લે છે. આલિયા ભટ્ટના વાળ કાળા અને સુંવાળા છે અને તેના કાળા વાળ માટે પણ આવું કહી શકાય કે તે ખૂબ નિયમિતતા સાચવે છે. તેના વાળની સંભાળની નિયમિતતા પાછળનું રહસ્ય છે, વાળમાં માસ્ક, મસાજ અને નિયમિત કન્ડીશનીંગ કરવાનું ક્યારેય ચૂકતી નથી.
2) કરીના કપૂર ખાન
કરીના એક કેરેટ શેમ્પુનો ઉપયોગ કરે છે. તે રેગ્યુલર હેર મસાજ કરાવે છે. જેમાં તે એકસાથે ચાર તેલને મિક્સ કરે છે. આ ચાર તેલ જેવાકે, આલ્મન્ડ ઓઇલ, ઓલિવ ઓઇલ, કેસ્ટર ઓઇલ, કોકોનેટ ઓઇલ છે. તે બ્લોડ્રાય હેર વોલ્યુમ પસંદ કરે છે. ઓઇલ મસાજ તેને વધારે પસંદ છે, કારણકે તેનાથી વાળના મૂળીયા મજબૂત બને છે. સાથે જ મગજમાં બ્લડ સરક્યુલેશન પણ સારું થાય છે. કરીનાને કુદરતી સ્વસ્થ વાળના આશીર્વાદ મળ્યા છે. તેના સુંદર વાળનું રહસ્ય મહિનામાં ઓછામાં ઓછા એક વાર 4 ઓઇલ (એરંડા, બદામ, નાળિયેર અને ઓલિવ તેલ) થી વાળની મસાજ કરવાનું છે.
3) કેટરિના કૈફ
વાળમાં નિયમિત તેલથી આગળ વધવું અને તેને ફ્રૂટ ઓઇલથી બદલવું એ કેટરિના કૈફનું હેલ્ધી હેર માટેનું રહસ્ય છે. તે રેગ્યુલર હેર સ્પા અને કન્ડિશનર કરાવવામાં માને છે. તે કિહલના લવ ઇન કન્ડીનર અને કિહલનું જ ઓલિવ ફ્રુંટ ઓઇલનો ઉપયોગ કરે છે. વાળના જડમૂળ સૂધી તેની મસાજ કરે છે. તે કેરેટ્સના જ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારે કરે છે. તેના સિવાય અન્ય પ્રોડક્ટ તેને ફાવતા નથી. તેના વાળ કડક છે, તેથી તે તેને વધારે ફીટ બાંધતી નથી. તે ફિલ્મોમાં ઘણીવાર વિગનો ઉપયોગ કરે છે. જેથી તેના વાળને વધારે નૂકસાન થતું નથી. તેને ઓઇલ મસાજ માટે સમય રહેતો નથી પણ તે વાળની સંભાળ રાખવામાં પૂરતું ધ્યાન આપે છે.
4) દીપિકા પાદુકોણ
વાળને થતા નુકસાનના રસાયણો અને પ્રદૂષણને સુધારવા માટે દીપિકા ઓઇલિંગ અને હેડ મસાજ પર આધાર રાખે છે. દીપિકા નાળિયેર તેલનો ઉપયોગ નિયમિત રીતે કરવાનું પસંદ કરે છે. તેણીને તેના વાળને નિયમિત તેલ લગાવવાનું અને કન્ડિશનર કરવાનું પસંદ કરે છે, અને તે અઠવાડિયામાં એકવાર તેલ મસાજ કરાવે છે. દિપિકાના વાળ જાડા, લાંબા અને ચળકતા છે. તે ચોક્કસપણે તેના દરેક દેખાવને હાઇલાઇટ કરતા હોય છે. આ સ્વસ્થ વાળની પાછળનું રહસ્ય એક સાવચેતીપૂર્વક વાળની સંભાળની નિયમિતતા છે. તે વાળમાં નિયમિત સ્પા કરાવે છે. તે નિયમિત રીતે આજેપણ વાળમાં ચંપી કરાવવાનું એટલે કે મસાજ કરાવવાનું ભૂલતી નથી. તે દર અઠવાડિયે એકવાર તેલ વડે સ્કલ્પ મસાજ કરે છે! જે તેને અલગ અલગ વાતાવરણ અને સતત મુસાફરીને લીધે થતા નુકસાનથી તેના સ્કલ્પ્સને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
5) જેકલીન ફર્નાન્ડિઝ
જેકલીન મજબૂત વાળ માટે તેના સ્કલ્પ પર હોમમેઇડ માસ્ક લાગવવાનું પસંદ કરે છે. અને મોટા ભાગના કલાકારોની જેમ તે પણ હવે પછી ગરમ નાળિયેર તેલનો મસાજ પસંદ કરે છે. અઠવાડિયામાં એકવાર, જેકલીન તેના વાળમાં ગરમ નાળિયેર તેલનું માલિશ કરે છે. તેણી તેના સ્કલ્પ ઉપરની ચામડી પર એગવાઇટ હોમમેઇડ માસ્ક પણ લગાવે છે અને બ્રાન્ડેડ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. તે દર બે દિવસે તેના વાળને વોશ કરે છે અને દર બે અઠવાડિયામાં એક વાર હેર સ્પા માટે જાય છે! વાળની મજબૂતી માટે તે કુદરતી માસ્ક નિયમિત રીતે ઉપયોગ કરે છે.
6) પ્રિયંકા ચોપડા
પ્રિયંકા પોતાના વાળને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવા ઘરેલું ઉપાયોમાં માને છે. તેના વાળમાં ભિનાશ માટે દહીં લગાવે છે. આ પ્રિયંકાના સુંદર વાળનું રહસ્ય છે. પીસીનું શેડ્યૂલ કેટલું વ્યસ્ત છે, તે દર અઠવાડિયે વાળ કન્ડીશનીંગ માસ્કનો ઉપયોગ કરે છે! તે ઘરેલું ઉપાયની એક વિશાળ ચાહક છે. જેમાં અડધો કપ દહીં અને 2 ચમચી લીંબુનો રસ મિશ્રિત કરવામાં આવે છે. કુદરતી વાળનો માસ્ક તેના વાળને હાઇડ્રેટેડ, સરળ અને નરમ રાખે છે. તેથી તમે જુઓ, બોલિવૂડ કલાકારો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ગુપ્ત વાળના ઉત્પાદનો પણ તમારા રસોડામાં સરળતાથી મળી શકે છે! ઉપરાંત તે હેડ મસાજ અને હેર મસાજ પણ નિયમિત કરાવે છે
7) શિલ્પા શેટ્ટી
આ એક આશ્ચર્યજનક બાબત હોઈ શકે છે, પરંતુ શિલ્પા શેટ્ટીના પતિ તેને મળ્યા તે પહેલાથી જ તેના વાળના પ્રેમમાં પડી ગયા હતા. શિલ્પાએ એ પણ કહ્યુ હતું કે શરૂઆતના વર્ષોમાં તેના વ્યવસાયે તેના વાળને પર અસર કરી હતી. નિયમિત હેર સ્પ્રે, જેલ્સ અને સ્ટાઇલ ટૂલ્સ જેવા ઉત્પાદનોના ઉપયોગથી તેના વાળ ખરાબથી વધુ ખરાબ થયા હતા. તેણે કેટલીક બ્રાન્ડેડ કંપનીઓના પ્રોડક્ટ રેગ્યુલર વપરાશમાં લેવાનું શરૂ કર્યું, રેગ્યુલર મસાજ અને સ્પા કરવાથી તેના વાળ ફરીથી સ્વસ્થ અને સુંદર થયા છે. હેર મસાજ તેના માટે રેગ્યુલર છે. તે સિવાય દર બે દિવસે વાળને વોશ કરવાનું ભૂલતી નથી
8) ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન માને છે કે તે જેનો ઉપયોગ કરે છે તે બ્રાન્ડેડ પ્રોડક્ટના 5 શેમ્પૂ તેના વાળની બધી સમસ્યાઓનું સમાધાન કરે છે. અનેક હસ્તીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હેર કલરની બ્રાન્ડ જ નહીં, તે વાળને લગતી તમામ મુશ્કેલીઓનું સમાધાન પણ કરે છે. તેના વાળનો ગ્રોથ, ચમક અને મજબૂતાઇ તેનાથી જળવાઇ રહે છે. વાળને ખરતા અટકાવે છે અને તે તૂટતા નથી. રેગ્યુલર સ્પા અને હેર મસાજમાં તે માને છે.