તમે તમારા ઘરની સજાવટમાં કોઇપણ પ્રકારની ઊણપ રાખવા ઇચ્છતા નથી. જો ઘરની સજાવટમાં કુદરતી ટચનું ધ્યાન રાખવામાં આવે તો પછી કહેવું જ શું. તેના માટે તમે તમારા ઘરના ઇન્ટિરીયરને ઇકોફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરો. તેના માટે તમારે વધારે પડતો ખર્ચો કરવાની જરૂર નથી. ઓછા બજેટમાં પણ તમે તમારા ઘરને ઇકોફ્રેન્ડલી બનાવી શકો છો.

કેમિકલ ફ્રી પ્રિન્ટ    

દિવાલો પર જો સુંદર કલર કરાવ્યો હોય તો ઘર પણ આકર્ષક લાગે છે. મોટાભાગે લોકો પોતાના ઘરનું કલરકામ કરાવવા માટે કેમિકલ બેઝ્ડ કલરને પસંદ કરે છે. આ કલર્સનો ઉપયોગ કરાવવો યોગ્ય નથી. તેમાં ભળેલા કેમિકલ હવામાં ભળીને તેને દુષિત કરે છે. ઘરમાં રહેતા લોકો તે દુષિત હવામાં શ્વાસ લે છે તો તેમને પણ સ્વાસ્થ્યને અસર કરતી તકલીફોનો સામનો કરવો પડે છે. આના બદલે ઇકોફ્રેન્ડલી રંગોનો ઉપયોગ કરો. તેનાથી ઘરની હવા પણ સ્વચ્છ રહે છે અને તે દેખાવમાં પણ સુંદર લાગે છે.

લાઇટીંગ યોગ્ય હોવી જોઇએ

ઘરના ઇન્ટિરીયરમાં લાઇટીંગનો પણ મહત્વનો ભાગ હોય છે. જો ઘરની લાઇટીંગ યોગ્ય ન હોય તો તમારા મૂડ પર તેની અસર થતી હોય છે. જો તમે પૈસાની બચતની સાથે ઘરને સુંદર અને ઇકોફ્રેન્ડલી બનાવવા ઇચ્છતા હો તો પ્રયત્ન કરો કે નેચરલ લાઇટની વ્યવસ્થા તમે ઘરમાં કરી શકો. જો તમે તમારા ઘરમાં તડકો કે ગરમી આવે નહીં તેવું ઇચ્છતા હો તો આછા રંગના પડદા બારી પર લગાવી શકો છો. તેનાથી નેચરલ લાઇટ ઘરમાં આવશે અને ઘરમાં ગરમીનો અનુભવ પણ થશે નહીં. નોર્મલ બલ્બ કે ટ્યૂબલાઇટના બદલે સીએફએલ લાઇટીંગ લગાવી શકો છો. તેનાથી તમે 66 ટકા એનર્જીની બચત કરી શકો છો.

અજમાવી જુઓ

  • તમારા ઘરમાં વધુમાં વધુ કુદરતી વસ્તુઓને સ્થાન આપો. જેમકે તમે ઘરમાં ઉપયોગમાં લેવાતા ફર્નીચરમાં બાંબૂને સ્થાન આપો. બાંબૂને દિવાલો પર પણ લગાવી શકાય છે. તે દેખાવમાં પણ સુંદર લાગે છે.
  • તમે જૂની અને નકામી વસ્તુઓને નવો આકાર આપીને ઘરને સુંદર બનાવી શકો છો. તેનાથી જૂની વસ્તુઓનો સારી રીતે ઉપયોગ પણ થશે અને જૂની વસ્તુઓનો ઉપયોગ થશે.

Loading

Spread the love

Leave a Comment