આજકાલ સ્ત્રી અને પુરુષને કાર્યક્ષેત્રમાં મળવાનું વધી રહ્યું છે. મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા હળવામળવાનું વધી રહ્યું છે અને તેમાં ઉંમરનો કશો બાધ રહ્યો નથી. મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે નાની ઉંમરના પુરુષો દ્વારા સંબંધ બાંધવાનું ચલણ વધી રહ્યું છે.સ્ત્રી નોકરી કરતી થઇ ગઇ છે. ત્યારે આવા સંબંધો અંગેઆજકાલ ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘરની ઓફિસે પહોંચવામાં કલાકથી દોઢ કલાક લાગી જાય છે. એટલે સ્ત્રીઓ પોતે ઓફિસમાં મોડી ન પહોંચે તે માટે લિફ્ટ લેતી હોય છે. જે ક્યારેક પ્રેમ સંબંધમાં પરિણમે છે.

પુરુષો હંમેશાં તકવાદી રહ્યા છે. મોટી ઉંમરની સ્ત્રીઓ નાની ઉંમરના પુરુષો પર સહજ રીતે વિશ્વાસ કરવા લાગે છે. વળી, નાની ઉંમરના પુરુષો માટે મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે સંબંધ બનાવવો સગવડભર્યો અને સહજ હોય છે. તેને એ માટે ઝાઝી મહેનત કરવી પડતી નથી અને ન તો વધુ પૈસા કે સમયનો ભોગ આપવો પડે છે. અરે, કોઈકવાર તો સ્ત્રી પોતે સામે ચાલીને નાની ઉંમરના પુરુષો પર છુટ્ટા હાથે ખર્ચ કરે છે, જેથી સંબંધ જળવાઇ રહે.

આજકાલ સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં સહજ રીતે પ્રભુત્વ જમાવી લે છે. ઊંચા હોદ્દા પર પણ તેની પહોંચ હોય છે કારણ કે પોતાની સાથે કામ કરનારા કર્મચારીઓ પાસેથી તેને કામ લેવાનું રહે છે. એટલે તેને પોતાના વ્યવહાર અને વાણીમાં ચતુરાઈ રાખવી પડે છે. જે તેની સાથે કામ કરનારા કર્મચારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. મતલબ, તેની પરિપકવતા, મોહકપણું અને શિષ્ટ વ્યવહાર આગમાં ઘીનું કામ કરે છે. આર્થિક રીતે નિર્ભય બનતી સ્ત્રીની હીન ભાવના અને સંકોચ ધીરે ધીરે ભૂંસાઈ જતા હોય છે. પુરુષો સાથે વાત કરી, તેને સલાહ આપવી અથવા લેવી, એટલે સુધી કે ક્યારેક તેમને ધમકાવવામાં પણ તેને ભય નથી લાગતો. જેમાં વધતા જતા શારીરિક સંબંધો આની ઊપજ છે.

નાની વયના છોકરાઓ કે જેઓ પોતાની માતાની પ્રબળ અસર નીચે હોય છે; તે મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે સહજ અનુભવ કરે છે. જે તેમને માનસિક રીતે ભાવનાત્મક લગાવ આપે છે અને પછી ધીરે ધીરે શારીરિક તૃપ્તિ સુધી પહોંચી જાય છે. જ્યારે બે વ્યક્તિ વચ્ચે આવા સંબંધો હોય તો તે સમાજની નજરમાં નથી આવતા હોતા તથા સહજ રીતે સંબંધ બંધાઈ જાય છે. આ સંબંધ એકબીજાની ખામી અને અભાવને પૂરા કરે છે અને વ્યક્તિને સંપૂર્ણ બનાવે છે તથા ક્યારેક તો આ સંબંધ સ્ટેટસ સિમ્બોલ અને ફેશન બની જતા જોવા મળે છે. મોટી ઉંમરની સ્ત્રીઓ આ સંબંધમાં આગળ જતાં કૌટુંબિક વિઘટનના મામલામાં પણ બહુ જ સતર્ક રહે છે. મતલબ કૌટુંબિક ક્લેશ અને ભાગલા પડવાની સંભાવના ઓછી રહે છે. ઉંમરમાં મોટી સ્ત્રીઓ એ વાત સારી રીતે સમજે છે કે કોઈપણ સંબંધથી તેને શું જોઈએ છે. મોટી ઉંમરની સ્ત્રી સાથે સંબંધ રાખવાની બાબતમાં છોકરાઓ ફાયદામાં રહે છે. નાની ઉંમરની છોકરીઓ છોકરાઓ પાસેથી ખર્ચ કરાવે છે ઉપરાંત તેમનાં નખરાં પણ સહન કરવાનાં રહે છે. આ બધાંમાંથી બચવા માટે છોકરાઓ મોટી ઉંમરની સ્ત્રી સાથે સંબંધ બાંધે છે.

મોટી ઉંમરની સ્ત્રી સાથે સંબંધ રાખવામાં સૌથી મોટો ફાયદો એ હોય છે કે પોતાનાં દુઃખ સંભળાવવાને બદલે તેછોકરાઓની સમસ્યાનું નિરાકરણ કરે છે. છોકરાને આ ગમે છે અને લાગે છે કે કોઈ તેને દિલોજાનથી પ્રેમ કરે છે. છોકરાઓને આના કારણે બીજો અનુભવ એવો પણ રહે છે કે અનુભવી સ્ત્રીના સંપર્કમાં આવવાથી તેને એ સમજાય છે કે કેવી રીતે ધીરજપૂર્વક સ્ત્રીને સમજવી જોઈએ અને એ પ્રસન્ન રહે છે. આના કારણે તેનું પરિણીત જીવન સફળ રહે છે. ઉંમરમાં મોટી સ્ત્રી છોકરાના મનના ભાવ સમજવા સાથે તેની સંભાળ પણ રાખે છે. તેની નબળાઈ, મુંઝવણ અને તાણને પોતાના સમજી દૂર કરે છે.

જ્યાં જાતિય વ્યવહારનો સવાલ છે તો મોટી ઉંમરના સ્ત્રી સુરક્ષિત જાતિય વ્યવહારને સ્વીકારે છે. નાની ઉંમરની સ્ત્રીને જેમ તેને જાતિય વ્યવહાર સામે કશો વિરોધ હોતો નથી. મોટી ઉંમરની સ્ત્રી જાતિય વ્યવહાર અંગે અનુભવી અને બહુ ધીરજવાળી હોય છે. તે નાની ઉમરના છોકરાને ઓરલ જાતિય વ્યવહારના નવા નવા અનુભવો અને પ્રક્રિયાઓથી સંતુષ્ટ રાખે છે, જેનાથી છોકરાઓ બિલકુલ અજાણ હોય છે. જ્યારે નાની ઉંમરની છોકરી ન તો ઓરલ જાતિય વ્યવહારને સમજે છે અને ન તો તે અપનાવે છે. આના કારણે તે છોકરો મોટી ઉમરની સ્ત્રીને છોડી કોઈ બીજી સ્ત્રી પાસે જવાનું વિચારી શકતો નથી.

“ઉંમરમાં મોટી સ્ત્રીનો પતિ પોતાના વ્યવસાય, નોકરી અને જીવનસ્તરને જાળવી રાખવા માટે અથવા તો તેને આગળ વધારવાના ચક્કરમાં દામ્પત્યજીવનમાં સમય ફાળવી શકતો નથી. સ્ત્રી પણ રોજરોજના ઝમેલા અને કામથી તંગ આવી ગઈ હોય છે. આ સ્થિતિમાં સુગંધિત લહેર જેવો પ્રેમસંબંધ જીવનમાં નવી વસંત લાવે છે.” નાની ઉંમરના છોકરા વધુ પડતા સંવેદનશીલ હોવાના કારણે ભાવુક અને ધ્યાન રાખનારા હોય છે કે જેની મોટી ઉંમરની સ્ત્રીને જરૂર હોય છે, કારણ કે તેનું કુટુંબ સ્થિર થઈ ચૂક્યું હોય છે તથા તેને જાતિય વ્યવહારમાટે એક સાથીની જરૂર હોય છે. આ પ્રકારના સંબંધોથી અસમતોલ પરિસ્થિતિઓ, મુશ્કેલીઓ અને અસંગત ઘટનાઓ પણ બની શકે છે જેની ચર્ચા જરૂરી છે, મતલબ આ સંબંધની બીજી બાજુ પણ છે.

સૌ પહેલાં તો મોટી ઉંમરની સ્ત્રીનાં લગ્ન બહારના સંબંધો, જો કુટુંબ અને બાળકો સામે ખુલ્લા પડી જાય તો કુટુંબમાં તડ પડ છે અને તેને શરમજનક સ્થિતિમાં પસાર થવું પડે છે. ક્યારેક ક્યારેક નાની ઉંમરના છોકરાઓ સંવેદનશીલ અને લાગણીપ્રધાન તથા પુખ્ત ન હોવાના કારણે મહિલા પ્રત્યે સંવેદનશીલ બનીને પોતાના ભાવો અને ખુદ પોતાની જાત પર અંકુશ રાખી શકતા નથી. જેનાથી સ્ત્રીને સમાજમાં બદનામી, કુટુંબમાં તિરાડ અને પરસ્પરના ટકરાવવાનો સામનો કરવો પડે છે. ત્યારે સ્ત્રી તેના વિશે કોઈને ફરિયાદ કરી શકતી નથી અને હીન ભાવના અને માનસિક તણાવનો શિકાર બને છે. આ પણ કડવું છતાં નગ્ન સત્ય છે.

જ્યાં સુધી જાતિય વ્યવહારનોનો સવાલ છે, તો ઘણીવાર નાની ઉંમરના છોકરાઓ મોટી ઉંમરની સ્ત્રીને સંતોષ આપવામાં અસફળ રહેતો હોય છે કે કારણ કે જાતિય વ્યવહારની બાબતમાં તે એટલાં કાબેલ નથી હોતાં. ઉંમરમાં મોટી સ્ત્રીની જાતિય વ્યવહાર પ્રત્યેની માંગ વધુ હોય છે. વળી છોકરાઓ ઓરલ જાતિય વ્યવહાર, આફ્ટર પ્લે, ફોરપ્લે વગેરેથી અજાણ હોય છે. પરિણામે ક્યારેક ઉંમરમાં મોટી સ્ત્રી સાથેના સંબંધોમાં સ્થિરતા નથી આવી શકતી.હવેના છોકરાઓ ચતુર, તકવાદી અને સ્વાર્થી બની ગયા છે. તે ઉંમરમાં મોટી સ્ત્રીનો આર્થિક અને શારીરિક રીતે લાભ ઉઠાવે છે અને મોસમની જેમ બદલાતા રહે છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment