શાષકોએ તેને વિદ્રોહીઓમાં એક માત્ર પુરુષ કહી! આવી હતી તેની તાકત અને વીરતા. રાણી લક્ષ્મી બાઇ યુદ્ઘ હારી ગયા પણ રાષ્ટ્રનું દિલ જીતી લીધું. ઇતિહાસ અવારનવાર નાનકડી મણિકર્ણિકાની લાગણીશીલતા અને યોદ્ઘા તરીકે તેણે જે સહન કર્યું હોય તેનો ઉલ્લેખ કરવાનું ભૂલી જાય છે. કલર્સનો પીરિઅડ ડ્રામા, ખૂબ લડી મર્દાની…ઝાંસી કી રાની, તેની બહાદુરીની સાથે જ તેના આ અણકથ પક્ષને છતો કરશે. કોન્ટીલોય પિક્ચર્સના અભિમન્યુ સિંઘ દ્વારા નિર્મિત અને અગત્યની ભૂમિકાઓમાં વિકાસ માનકતલા, રાજેશ શ્રીંગારપુરે, વિજય કશ્યપની સાથે મણિકર્ણિકા તરીકે અનુષ્કા સેનનું નિરૂપણ, ડાબર રેડ ટૂથ પેસ્ટ પ્રસ્તુત ‘ખૂબ લડી મર્દાની–ઝાંસી કી રાની’ રોજ જોવા મળે છે.

વારાણસીમાં જન્મેલી એક પવિત્ર છોકરી, મણિકર્ણિકા એક રાષ્ટ્રભક્ત પિતા દ્વારા ઉછેર પામી હતી. જેમણે દુનિયા તરફના તેણીના દ્રષ્ટિકોણને આકાર આપ્યો અને તેનામાં સ્વતંત્રતા અને રાષ્ટ્ર ગૌરવના બીજ વાવ્યાં. એક રાણી તરીકે જ નહીં, પણ મણિકર્ણિકા બહુગુણિત આંતરિક કલહો, પડકારતા સામાજિક  લાંછનો સાથે લડી અને બ્રિટિશરો સામે વિદ્રોહ કરી પોતાના સમયની દંતકથા બની ગઇ. એક એવા યુગમાં, જ્યારે સ્ત્રીની ભૂમિકા બાળકને જન્મ આપવા અને પાછળ અનુસરવા સુધી જ સીમિત હતી, રાણીએ પોતાના પતિને બ્રિટિશ–સહાનુભૂતિ પર નિર્ભર રહેવાથી મુક્ત થવામાં મદદ કરી અને પોતાની માતૃભૂમિ માટે ખાસ કરીને પોતાની ભૂમિ, ઝાંસી માટે શક્તિ સ્તંભ બની રહી. ‘ખૂબ લડી મર્દાની–ઝાંસી કી રાની’ ઝાંસીની આઇકોનિક રાણી લક્ષ્મીબાઇના જીવની આવી અસંખ્ય અજાણી ઘટનાઓ અને કહાણીઓથી અવગત કરાવે છે.

કેટલાંક જકડી રાખનાર વિષયવસ્તુને મોખરે લાવવા બાબતે, હિન્દી માસ એન્ટરટેનમેન્ટ એન્ડ કિડ્સ TV નેટવર્ક, વાયકોમ18 ના હેડ, નીના અલાવિયા જયપુરિયાએ કહ્યું, “કલર્સે હંમેશા ઐતિહાસિક–પૌરાણિક કથાઓના પ્રકારને ભવ્ય રીતે તૈયાર કરેલ છે અને એવી કહાણીઓને ટપારી છે, જે વણકહી રહી ગયેલ છે. ચક્રવર્તી સમ્રાટ અશોક, કર્મફલ દાતા શનિ અને મહાકાલી જેવા શોઝની ભારે સફળતા પછી, અમે દર્શકો સમક્ષ એક એવી રાણીની વધુ એક પૌરાણિક કહાણી લાવ્યા છીએ જેના સાહસ અને વીરતા આજે પણ ઘણાંને પ્રેરણા આપે છે.”

તેમણે વધુમાં ઉમેરો કર્યો, “અમે આ તકનો લાભ અમારા આ ધ્યેયમાં અમારી સાથે જોડાવા અને દેશભરની લાખો મહિલાઓને પોતાની રીતે ઝાંસીની રાણી બનવા રોલ મોડેલ્સ બનતી મુંબઇ પોલિસની મહિલા પોલિસ અધિકારીઓનો આભાર માનશું.”

વધુ ઉમેરો કરતાં, હિન્દી માસ એન્ટરટેનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર, મનિષા શર્માએ કહ્યું, “ખૂબ લડી મર્દાની–ઝાંસી કી રાની’ની કહાણી આજના સમય પર આધારિત સશક્તિકરણની છે. આ સુંદર રીતે એક બહાદુર નાનકડી છોકરીની કહાણીનું નિરૂપણ કરે છે જે માને છે કે સ્વતંત્રતા તેણીનો જન્મ સિદ્ઘ અધિકાર છે. ગગાંધર રાવ સાથે કુમળી વયે લગ્ન કરવા પર, ભારતને બ્રિટિશ શાસનથી મુક્ત કરાવવામાં તેનો ભરોસો મજબૂત થઇ ગયો. પણ, વાસ્તવિકતાએ તેના માથામાં ત્યારે ઘા કર્યો જયારે તેને જાણ થઇ ગઇ કે તેના પતિ પૂર્ણપણે બ્રિટિશરોને અધીન હતાં. અને ત્યારથી જ તેનો સ્વતંત્રતા સંગ્રામ સૌ પહેલા પોતાના બ્રિટિશરોને અધીન એવા પોતાના પતિના વિચારોને રૂપાંતરિત કરવા સાથે થયો.”

નિયતિ ઠાકર, ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલિસે કહ્યું, “ભારતભરમાં સ્ત્રીઓ બહુગુણિત લડાઇઓ લડે છે પણ તેઓને અવારનવાર તેઓની અંદરની તાકત શું પરિવર્તન આણી શકે છે તે યાદ દેવડાવવાની જરૂર છે. આપણા સૌમાં ઝાંસીની રાણી જેવી ઘેલછા છે, આપણે બસ આ શક્તિઓને બાથમાં લેવાની જરૂર છે. આ જોડાણ સાથે, અમે મહિલાઓને પોતાના અધિકારો માટે સક્રિયપણે ઉભા થવા અને પોતાના અભિપ્રાયોને નિર્ભિકપણે અવાજ આપવા પ્રેરીત કરવા ઇચ્છીએ છીએ”.

કોન્ટીલોય પિક્ચર્સના CEO, અભિમન્યુ સિંહે કહ્યું, “ખૂબ લડી મર્દાની…ઝાંસી કી રાની સદાબહાર પ્રેરણાત્મક રાષ્ટ્રવાદી કહાણી છે જે દરેક પેઢીને કહેવાની જરૂર છે. જ્યારે દર્શકોએ આ દંતકથા સ્વરૂપ રાણીની કહાણીઓ સાંભળી છે, ઘણાને એ નહીં ખબર હોય કે કુમળી વયે વિવાહ થયા પછી તેણે કેવા પડકારોનો સામનો કર્યો છે. ઐતિહાસિક ગાથાને પુનઃજીવિત કરવા, એ ખૂબ જ અગત્યનું છે કે દર્શકોને તે સમયની વેશભૂષાઓ, રજુઆતો અને પ્રોડકશન વેલ્યુ વડે એ સમયમાં લઇ જવામાં આવે. કહેવાય છે કે આ વિદ્રોહ દરમ્યાન જ નવા અને યુવાન ભારતનો જન્મ થયો, અને એ ખૂબ જ મહત્વનું છે કે આપણે આને એ સમયની બારીકીઓ પર ધ્યાન આપવા દ્વારા એની શરૂઆત કરીએ. અમને આત્મવિશ્વાસ છે કે દર્શકો આપણી ઝાંસીની રાણીની લાગણીગત મુસાફરી સાથે જોડાઇ રહ્યા છે.”

ઝાંસી કી રાણીની મુખ્ય ભૂમિકા ભજવતી યુવાન અભિનેત્રી અનુષ્કા સેને કહ્યું, “એવી યોદ્ઘા રાણી જેણે દેશદાઝ, બહાદુરી પોતાના પરિવાર માટેના પ્રેમ પર ભાર દીધો. તેની ભૂમિકા ભજવવાનું એ ગૌરવ અને બહુમાનની વાત છે. દર્શકો મણિકર્ણિકાના બે અલગ અવતાર જોશે– એક એવા રાજાની પત્ની  જે બ્રિટિશ–અધીન હતાં અને એક યુવાન રાણી જે ઝાંસીની સ્વતંત્રતા ઇચ્છતી હતી. આ મારી પહેલી મોટી મુખ્ય ભૂમિકા છે અને હું ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસની સૌથી વીરતાના પ્રતીક એવા પાત્રનું નિરૂપણ કરવા બાબતે હું અતિશય રોમાંચિત છું.”

શોના લોન્ચ માટે કાસ્ટ સાથે જોડાવા મુંબઇ પોલિસી ફોર્સની બહાદુર મહિલા અધિકારીઓ હતી જેઓ આજની ‘યોદ્ઘા રાણીઓ’ છે. ઝાંસી કી રાણીએ નિતાંત હિંમત અને  દેશ પ્રેમ વડે ઇતિહાસના પૃષ્ઠો ફરીથી લખ્યાં. આવા જ બળનું પ્રતિબિંબ આ મહિલા અધિકારીઓ પાડે છે જેઓ સવારથી સાંજ સુધી નાગરીકોનું નિર્ભિકપણે રક્ષણ કરે છે. આ પ્રસંગે અધિકારીઓને પોતે આજે જે કાંઇ છે તે બનવા અને નવા યુગના ભારતનું ભાગ્ય લખવાની તાકત મેળવવા માટે તમામ વીપરીતતાઓ વચ્ચે પોતાની વ્યક્તિગત કહાણીઓ કહેતી દર્શાવેલ છે. દુનિયાના દરેક અર્થમાં રોલ મોડેલ્સ, અધિકારીઓ સ્વ–ભરોસા, હિંમતનું પ્રદર્શન અને દેશદાઝની કહાણીઓ ત્યાં ઉપસ્થિત દરેક જણને હચમચાવી નાંખનાર અને પ્રેરીત કરનાર છે.

અનુષ્કા સેન, વિકાસ માનકતલા, રાજેશ શ્રીંગારપુરે, વિજય કશ્યપ, અન્શુલ ત્રિવેદી અને અનુજા સાઠે જેવા એક્ટર્સની બનેલી કાસ્ટ સાથે ‘ખૂબ લડી મર્દાની –ઝાંસી કી રાની’ દર્શકોને પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર એક નાનકડી કૃશકાય છોકરીની લાગણીગત મુસાફરી પર લઇ જશે.

Loading

Spread the love

Leave a Comment