એની ઊંચાઈ છે, માત્ર 4 ફૂટ 8 ઇંચ પણ એનો આત્મવિશ્વાસ આભને આંબે તેવો છે. એની ઓછી ઊંચાઈ સમાજ માટે હસવાનું કારણ છે અને તેને પોતાને કોઈ યોગ્ય જીવનસાથી પણ મળશે કે કેમ એ શંકા છે. એ પોતાના હાજરજવાબીપણા અને કરિશ્માથી બધાને શાંત કરે છે. પિન્કીની દુનિયામાં પધારો, જે ખાટી-મીઠી પળોનું મિશ્રણ છે અને સુંદર પ્રેમકથા છે. જીવનની અસલામતિઓ અને ‘સંપૂર્ણ’ હોવાના અભિગમ સામે પ્રશ્નાર્થ સાથે કલર્સ લાવે છે હૃદયને સ્પર્શે તેવી નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી. આ શો પિન્કી, કે જે બટકી પણ ખૂબ શકિતશાળી, લડાયક પણ સ્વપ્નિલ છે, તેને દર્શાવી છે. જે સાચો પ્રેમ મેળવશે એવી આશા રાખે છે. શોની શરૂઆત હાલમાં જ થઇ છે.

ટીવી નેટવર્ક વાયકોમ 18 અને હિન્દી માસ એન્ટરટેનમેન્ટ મીડિયાના હેડ નીના જયપુરિયા આ શો અંગે જણાવે છે, “અમે આ વર્ષની શરૂઆતમાં દર્શકો માટે અમે એક પ્રેમકથા લાવીએ છીએ, જેને દર્શકોએ હમેશાં આવકારી છે. પિન્કીની સફર આજ વાત જણાવે છે. સમાજની એક સંપૂર્ણ હોવાની પરિભાષા છે, તેમાં અમે મુક્ત-વિચારધારા ધરાવતી, ટૂંકી પણ લોકોને જિંદગી પૂરેપૂરા જીવનથી જીવવા પ્રેરિત કરતી અને માથું ઊંચું કરી જીવતી પિન્કીની વાત લાવ્યા છીએ. આ પ્રેમ કથા  લાગણી, અને જીવનની અસલામતિઓ દર્શકો સાથે બંધન બાંધશે અને એજ વખતે મનોરંજન પણ કરશે.”

એક મૂળ દિલ્હીની છોકરી, જેને પિન્કી કશ્યપે (રિયા શુક્લાએ) અદા કરી છે, તેનો જન્મ અને ઉછેર સંકુચિત વિચારસરણી ધરાવતાં બ્રાહ્મણ પરિવારમાં થયો છે. 4 ફૂટ 8 ઈંચની ઊંચાઈ ધરાવતી તે પ્રણાલિગત, લગ્નજીવન ઈચ્છે છે. એની જિંદગી પોતાના જ નાટક સાથે આવી છે, પણ સમાજ જેને શારીરિક ઓછપને એની ખોટ ગણે છે તેને જ પિન્કી ચાલાકીથી અને પોતાના બળથી તેનો પ્રતિકાર કરે છે. ખૂબ ગાઢ રીતે પરસ્પર સંકળાયેલા અને સંકુચિત માનસ ધરાવતા પિતાના પરિવારમાં જન્મેલી પિન્કીના દાદી ખૂબ પ્રેમાળ અને તેને બધી રીતે ટેકો આપે તેવા છે. અતીનાટકીય એવી એની મા છે, અને એવામાં પિન્કી પોતાની જિંદગી ભરપૂર જીવવા માગે છે. બીજી છોકરીઓની જેમ, એના માતા-પિતા પણ પિન્કીના લગ્ન થઇ જાય એમ ઈચ્છે છે. પણ એની ઊંચાઈ હમેશાં અવરોધ બને છે. પણ પીંકીનો નિર્ધાર દ્રઢ છે અને એ સમજી જાય છે કે હમેશાં પ્રણાલિગત રીતે જવું સહેલું હોતું નથી. શું એ જયાની જેમ પોતાનો અમિતાભ મેળવી શકશે? શું એ પોતાના સાચા પ્રેમને પરની શકશે? 

ટીવી નેટવર્ક વાયકોમ 18 અને હિન્દી માસ એન્ટરટેનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષ શર્મા જણાવે છે,  “જયારે મોટા ભાગના લોકો દરરોજ પોતાની કમીઓ માટે સંઘર્ષ કરતાં હોય છે, ત્યારે અમે પીન્કીની વાત લઈને આવ્યાં છીએ. જેણે આ કમીઓને પોતાની તાકાત બનાવી છે. નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી એ પિન્કીના સમાજના ચુકાદાથી પર અપવાદરૂપ જીવન જીવવાના સાહસ  અને હૃદયસ્પર્શી સમન્વયની ગાથા છે. પિન્કીનું  મજબૂર કરે તેવું વ્યક્તિત્વ આગવું ઊપસી આવે છે અને દર્શકો પોતાના જીવનના વિવિધ તબક્કા એની સાથે સરખાવશે, એના પડકારોનો જે રીતે સામનો કરે છે તેની સાથે પોતાને સરખાવશે.  વૈવિધ્યપૂર્ણ પાત્રો અને જકડે તેવી વાર્તા સાથે અમને આશા છે કે નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી એક જાદૂ પેદા કરશે.”

બોધી ટ્રી મલ્ટીમીડિયાના પ્રોડ્યુસર સુકેશ મોટવાણી જણાવે છે, “પિન્કી અને તેના વિવિધ મૂડ માત્ર મનોરંજ કરશે કે પ્રેરણા આપશે એટલું જ નહિ, પણ એની સફરના તેઓ સાથી પણ બનશે. પોતાના જીવન-સાથીને શોધવાના લાગણીશીલ પ્રશ્નો સાથે કામ પાર પાડતાં પોતાના માફી ના માગવાના રસ્તાઓ સાથે તે આગળ વધે છે. આ પહેલી વાર છે જયારે દર્શકો એક નીચી છોકરીની પ્રેમ કથા જોશે. અને દરેક વખતે જયારે કોઈ કંઈક સળી કરે ત્યારે એની સંવેદનશીલ લડત પણ જોશે. આ શોમાં દરેક પાત્ર અલગ જ છે અને ખૂબ અનોખી રીતે તેઓ એના જીવનમાં કોઈ ફાળો આપે છે. અમે આશા રાખીએ કે દર્શકોના હૃદયમાં જગ્યા મેળવવા પિન્કીને કોઈ રસ્તો જરૂર મળશે.”

આ શોમાં આ ઉપાધીવાળો રોલ કરતી રિયા શુક્લ જણાવે છે, “બોલીવૂડની દુનિયા ખૂંદી વળ્યા પછી, કલર્સ દ્વારા ટેલીવિઝન પર પહેલી વાર આવતા મને ખૂબ આનંદ થાય છે. નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી દર્શકોને પીન્કીની પોતાના સાથી શોધવાની સુન્દર  સફરમાં વાતો કહેતા લઇ જશે. એ પોતાનું જીવન મન મૂકીને જીવે છે ત્યારે કેટલાક અવરોધો પણ આવે છે, પણ તેની પર્સનાલીટી લોકોના જીવનને સ્પર્શવાની છે. હું આશા રાખું છું કે દર્શકો પિન્કીના અસામાન્ય સંજોગોનો સામનો કરવાની વાત જોઈ એના પ્રેમમાં પડશે.”  

નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી અસામાન્ય વાર્તા છે, હસાવે છે, રિયા શુક્લ તમારી આંખો ભીની કરે છે અને વિશ્વજીત પ્રધાન (પિન્કીના પિતાનો રોલ કરતાં રામ કશ્યપ), ધીરજ રાય (ગગન તરીકે આવતો, પિન્કીનો પ્રેમ), અને ભારતી અચરેકર (પિન્કીની દાદી) દર્શકોને આનંદ-મસ્તી કરાવશે.

Loading

Spread the love

Leave a Comment