ભાડેના ઘરમાં રહેવાનો અર્થ એ નથી કે તમે તેને તમારી ઈચ્છા મુજબ સજાવી શકો નહીં. ઓછા ખર્ચમાં ખૂબ જ સરળતાથી તેને સમજાવી શકાય છે. કઈ રીતે તેને ડેકોરેટ કરવું તે પણ જાણવું જરૂરી છે. જો તમે ભાડાના ઘરમાં રહેતા હોવ અને જગ્યા ઓછી હોય તો તમે તેને ખૂબ જ સારી રીતે મેન્ટેન કરી શકો છો, અને સાથે જ સુંદર રીતે સજાવી પણ શકો છો. જેના માટે તમારે કેટલીક ડેકોરેશનની પદ્ધતિને અમલમાં મૂકવી પડશે. જેમાં ઘરના ડ્રોઈંગરૂમ, બેડરૂમ અને કિચનને અલગ અલગ રીતે સજાવી શકાય.
ડ્રોઈંગ રૂમ
ડ્રોઇંગરૂમમાં ઓછા વજનવાળા સરળતાથી ફેરવી શકાય તેવા મુવેબલ અને મલ્ટીફંક્શનલ ફર્નીચર નો ઉપયોગ કરો. તેના માટે સોફા કમ બેડ અથવા કસ્ટમાઇઝ્ડ સોફા નો ઉપયોગ કરો. જેથી મહેમાનો આવે ત્યારે તમે તે સોફાને બેડ બનાવી શકો છો. જો તમે ઈચ્છો તો ડ્રોઇંગ રૂમમાં ફોલ્ડીંગ ડાઈનીંગ ટેબલ પર રાખી શકો છો. ડાઇનિંગ ટેબલ માં રોટ આર્યન એક સારામાં સારો ઓપ્શન ગણાય છે. તમારા ભાડાના ઘરમાં રસોડાની સાથે ડાઇનિંગ એરિયા હોય તો ત્યાં ખુરશીઓ રાખો. જ્યાં પરિવારની સાથે તમે ભોજન લઈ શકો.
બેડરૂમ
બેડરૂમમાં ભારે ફર્નિચર ના બદલે દિવાન-કમ-ડબલ બેડ ઉપયોગ કરવો બેસ્ટ ઓપ્શન છે. જો તમે ઈચ્છો તો અહીં પણ મલ્ટીફંક્શનલ ફર્નીચર નો ઉપયોગ કરી શકો છો. ઘરે બેડ, સાઈડ ટેબલ વગેરે બેડરૂમમાં ન રાખો. બેડ એવો હોવો જોઈએ, જેમાં સ્ટોરેજ પણ કરી શકો. તમે રંગબેરંગી સુંદર બેડશીટ, કુશન, કારપેટ અને પડદા થી પણ બેડરૂમને મેકઓવર કરી શકો છો. બેડરૂમને કુલ લાઇટિંગ ઇફેક્ટ આપવા માટે સાઈડ ફ્લોર અથવા રુપ લેમ્પ્સ નો ઉપયોગ કરો. આ ઉપરાંત તમે દીવાલો પર નાની-નાની ફ્રેમ્સમાં ફેમિલી ફોટોસ પણ લગાવી શકો છો.
કિચન
જો તમારું કિચન મોડ્યુલર હોય તો તેમાં કોઈ જ પ્રકારનું ફેરફાર કરવાની જરૂર નથી, પણ જો ન હોય તો તમે તેની દિવાલો પર બુક વર્ક દ્વારા વોલ આર્ટ કરાવી શકો છો. આ હુક્સમાં તમે રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા વાસણો અથવા બીજી વસ્તુઓ રાખી શકો છો. બીજી ખુલ્લી જગ્યામાં બાઉલ, સિરેમિક અથવા બીજા ડેકોરેટિવ કિચનની વસ્તુઓ મૂકી શકાય. જેનાથી તમારું કિચન કલરફુલ દેખાશે.
ગાર્ડની પણ કરી શકાય
ભાડાના ઘરમાં રહેતા હોય તેનો અર્થ એ નથી કે તમે ઘરમાં ગાર્ડની કરી શકો નહીં. જો તમે ઈચ્છો તો ઘરના ઓપન સ્પેસ એરિયામાં કન્ટેનરમાં ફૂલ છોડ લગાવી શકો છો. તેના માટે મોંઘા ભાવના પોટ્સ ખરીદવાની જરૂર નથી. તમે ઘરના જુના જાર, બોટલ કે કુંડામાં પણ છોડ લગાવી શકો છો. હળવા કન્ટેનરમાં લગાવવામાં આવેલા છોડ બીજા ઘરમાં પણ સરળતાથી શિફ્ટ કરી શકાય છે.