ઘરની સજાવટમાં તેને કઇ રીતે બધાથી અલગ દેખાડી શકાય તે સૌથી મહત્વની વાત છે.  કઇક નવીન પ્રકારની વસ્તુઓથી સજાવટ કરવી દરેક વ્યક્તિને ગમે છે. તેમાં પણ ઘરને પરંપરાગત લુક આપવો તો સૌથી વધારે સુંદર લાગે છે. પરંપરાગત રીતે ઘરની સજાવટ કરવી હોય તો ઘરને એન્ટીક વસ્તુઓથી ડેકોર કરો. તેનાથી તમે તમારી એક નવી ઓળખ પણ બનાવી શકશો. ઘરમાં નાની નાની એન્ટીક વસ્તુઓની સજાવટ કરીને તમે તમારા ડેકોરેશનમાં પરંપરાગતતાનું નવું રૂપ દર્શાવી શકશો. બ્રાસ મેટલ, વુડન, આયર્ન, સિલ્વર વગેરેમાંથી આ બધી એન્ટીક વસ્તુઓ બને છે. તમે તમારા ઘરની સજાવટમાં કેવા પ્રકારની વસ્તુઓને પસંદ કરવા ઇચ્છો છો, કવી સજાવટ કરવા ઇચ્છો છો, તે નક્કી કરીને જ તેની ખરીદી અને પસંદગી કરો.

હવે સજાવટમાં એન્ટીક ટેલિફોન દરેક વ્યક્તિને આકર્ષે છે. જો તમને પણ તેનો ખાસ શોખ હોય તો તમારા ઘરમાં એક એન્ટીક ટેલિફોન લઇ આવો. ડ્રોઇંગરૂમમાં તેનાથી સજાવટ કરી શકાશે. તેનો ઉપયોગ લોકો ઓછો કરે છે. તે ફક્ત સજાવટ માટે વધારે પસંદગીમાં છે.

એન્ટીક લેમ્પની પણ ખૂબ ડિમાન્ડ છે. એન્ટીક લેમ્પમાં તમને જોઇએ તેવી અનેક નવીન પ્રકારની ડિઝાઇન્સ મળી રહેશે. પ્રાણી, પક્ષી, ફૂલની ડિઝાઇન્સ કે અનેક પ્રકારની ડિઝાઇન ખરેખર અદ્ભૂત આકર્ષણ ઊભુ કરે છે. તેને તમે ડ્રોઇંગરૂમ કે બેડરૂમના ખૂણામાં ગોઠવી શકો છો. એન્ટીક લેમ્પની સાથે જ મિણબત્તી મૂકવાનું સ્ટેન્ડ પણ એન્ટીક લુક ધરાવતું આવે છે. જેને તમે ડાઇનિંગ ટેબલ પર સજાવી શકો છો. તમે તેનો ઉપયોગ ન કરો અને ફક્ત ઘરની સજાવટ માટે પણ તેને લઇ આવો તો પણ ઉપયોગી છે. આ બંને પ્રકારના લેમ્પને ઇન્ડોરની સાથે આઉટડોર ડેકોરમાં પણ ગોઠવી શકો છો. ગાર્ડનમાં તમે આ સુંદર એન્ટીક લેમ્પ સજાવી શકો છો. તે સુંદરતાની સાથે ઉજાસ પાથરવાનું પણ કામ કરશે.

સિલ્વર બાઉલ જે સુરાહી તરીકે ઓળખાય છે, તે પણ હવે ડ્રોઇંગરૂમમાં ટીપોઇ પર બાઉલના સ્થાને શો પીસ તરીકે મૂકાય છે. તે સિવાય સિલ્વર બોક્સ પણ એન્ટીક લુક આપે છે. તેના પર ઝીણી કોતરણીવાળી ડિઝાઇન સૌનું ધ્યાન ખેંચે છે. તે સિવાય તમને સુરાહીમાં અનેક પ્રકારની ડિઝાઇન્,સ પણ મળી રહેશે. જે કોર્નર કે શો કેસમાં સજાવટ પાત્ર બની શકે છે. એન્ટીક સ્ટેચ્યુની પણ ખૂબ ડિમાન્ડ છે. તેમાં પણ ગણેશજીના સ્ટેચ્યુ સાથે અનેક પ્રકારની કરામાતો કરવામાં આવે છે અને તેને નવીનરૂપ આપવામાં આવે છે, જે ઘરની શોભા વધારવામાં અગ્રેસર હોય છે.

એન્ટીક વસ્તુઓમાં વોલ ક્લોક પણ સજાવટમાં સૌથી મહત્વની ગણાય છે. ઘરની કોઇ એક દિવાલ પર એન્ટીક ક્લોક લગાવવી સૌથી બેસ્ટ ઓપ્શન છે. તે વોલડેકોરનું પણ કામ કરશે અને સાથે જ ઘરને એન્ટીક લુક પણ આપશે. ડ્રોઇંગરૂમ માટે તમે મોટી સાઇઝની એન્ટીક વોલ ક્લોક પસંદ કરશો તો તે ડ્રોંઇંગનું સૌથી મહત્વના કેન્દ્ર સ્થાને રહેશે. તેમાં પણ હવે તો વિન્ટેજ એન્ટીક ક્લોક વધારે ડિમાન્ડમાં છે. બેડરૂમમાં તમે સાઇડ ટેબલ પર નાની વોલક્લોક ગોઠવી શકો છો. તે જ રીતે સેન્ટર ટેબલ, ડાયનિંગ ટેબલ, ડ્રેસીંગ ટેબલ વગેરે પર પણ એન્ટીક ટેબલ ક્લોક ગોઠવીને સુંદરતા વધારી શકો છો.

ડ્રોઇઁગરૂમમાં લોકો એન્ટીક ઘોડાગાડી, ચીમની લેમ્પ, મોટી સાઇઝના પોટ, ઝૂમર, મૂર્તિઓ વગેરે પણ પસંદ કરે છે. એન્ટીક વસ્તુઓમાં તમે ઘરની જેટલી સજાવટ કરો તે ઓછી છે.

 

.

 

Loading

Spread the love

Leave a Comment