દિવાળીનું વાતાવરણ હવે ચારેતરફ જોવા મળે છે. દિવાળી ખૂબ જ મહત્વનો તહેવાર છે અને દરેક વ્યક્તિ તેને પોતાના કુટુંબ સાથે ઉજવવા ઇચ્છતી હોય છે. આ તહેવારના દિવસે દરેક વ્યક્તિ એકબીજાને શુભાશિષ પાઠવે છે અને નવા વર્ષને હર્ષભેર આવકારે છે. આપણે આપણા ઘરમાં કેટકેટલીય તૈયારીઓ કરીયે છીએ. જે રીતે આ ઉત્સવનો ઉત્સાહ આપણને હોય છે તે જ રીતે ટેલિવિઝનના કલાકારોને પણ તહેવારની ઊજવણી કરવી ગમે છે. સોની ટીવી પરના સિરિયલના કલાકારો આ તહેવારને કઇ રીતે ઊજવે છે, તે તેમની પાસેથી જ જાણીયે.

પ્રિયંવદા કાંત (તેનાલી રામમાં શારદા)

 દિવાળી મારો મનગમતો તહેવાર છે. આ દિવસે હું વધુ રોમાંચિત રહું છું, કારણ કે તે જ દિવસે મારો બર્થડે પણ આવે છે. હું આખો દિવસ નવાં નવાં કપડાં પહેરું છું અને આખું ઘર સજાવું છું. આ મારો મનગમતો તહેવાર હોવા પાછળ આવાં અનેક કારણો છે. આ તહેવારનો મારો યાદગાર દિવસ કોલકતામાં મારી નાનીને ઘરે કરવામાં આવતી કાલી પૂજા છે. મારાં બધાં કઝીન્સ ભેગાં થતાં, નવાં કપડાં પહેરતાં અને પૂજા માટે નાનીને ઘર સજાવવામાં મદદ કરતાં હતાં. આ પછી બધી શક્ય વાનગીઓ સાથે અમે રાત્રે બધા સાથે ભોજન કરતાં. તે દિવસ મારે માટે અવિસ્મરણીય છે. દિવાળી પર હવે દર વર્ષે કામમાં વ્યસ્ત હોઉં છું, આ વખતે પણ શૂટિંગ હશે એવું લાગે છે. આ વર્ષે મારા માતા-પિતા મુંબઈમાં દિવાળી મનાવવા આવશે. અમે નવાં કપડાં, ભેટસોગાદો, મીઠાઈઓની આપ-લે કરીને અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરીએ છીએ. હું બધાને અન્યના જીવનમાં પણ પ્રકાશ લાવવાની વિનંતી કરું છું અને અજાણ્યાઓ કે લાંબા સમયથી ખોવાયેલા મિત્ર કે પરિવારના સભ્યના ચહેરા પર પણ ખુશી લાવવાની વિનંતી કરું છું.

ચિત્રાશી રાવત (શંકર જય કિશન 3 ઈન 1માં સિંપલ)

દિવાળી મારો સૌથી મનગમતો તહેવાર રહ્યો છે. આ સમય દરમિયાન મારે માટે તેનું મહત્વ અનન્ય છે. મને હંમેશાં પોતાની અંદર નવી ઊર્જા છે એવું લાગે છે અને મારી આસપાસની ઊર્જા અચાનક બદલાઈ જાય છે, જે પછી મને ખુશી અને આશાનો નવો અનુભવ થાય છે. ઓહ, આ દિવસે તમારા પરિવાર અને મિત્રજનો સાથે સ્વાદિષ્ટ ખાવાનું અને મીઠાઈઓ ખાવાનું મળે તે મજા પણ અનેકગણી હોય છે. મારી યાદગાર દિવાળી મારા વતન દહેરાદુનની છે, જ્યાં મારી માતા ઘર સજાવવાની જવાબદારી મારે માથે નાખતી હતી. હું ઠંડીમાં સવારે મારા બગીચામાંથી મેરીગોલ્ડ ફૂલો તોડવા માટે પહોંચી જતી હતી. હું ફૂલોનો શણગાર કરતી અને સાંજે મારા ઘરમાં ચોખાની પેસ્ટ અને રંગોથી લક્ષ્મીજીનાં પગલાંની રંગોળી બનાવતી હતી. હું આખુ ઘર દીવાઓ અને રોશનીથી ઝગમગાવી દેતી હતી. હું ઘણાં વર્ષોથી જેની રાહ જોતી હતી તે પરિવર્તન આખરે આવી ગયું છે. દિલ્હીમાં સરકારે દિવાળી દરમિયાન હાનિકારક ફટાકડા ફોડવા પર પાબંધી લાદી છે તે બહુ સારી વાત છે. કમસેકમ આપણે ક્યાંકથી તો શરૂઆત કરી રહ્યા છીએ. હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે હું અને મારો ભાઈ ફટાકડા ફોડતા હતા, જે સમયે ફટાકડાની હાનિકારક અસરો વિશે જાણવા મળ્યું હતું. બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું શીખો. આસપાસના લોકોને ઉઠાવી લો, તેમને તમારો પ્રકાશ મહેસૂસ થવા દો. તમારી અંદર પરિવર્તનની શક્તિ હોવાથી દુનિયાને પ્રેરિત અને પ્રભાવિત કરો.

કૃષ્ણ ભારદ્વાજ (તેનાલી રામમાં તેનાલી રામ)

આ વર્ષે મારી દિવાળી વિશેષ છે. આનું કારણ હું તેનાલી રામના સેટ્સ પર દિવાળી ઊજવવાનો છું. અમે સાથે સમય વિતાવીને અને વાતો કરીને સારું સારું ખાવાનું ઝાપટવાના છીએ. હું ઘરથી દૂર હોવાથી સ્વાભાવિક રીતે મારા પરિવારની મને ખોટ સાલવાની છે. જોકે મારા સહ- કલાકારો અને ક્રુ ખાસ કરીને વર્ષના આ તહેવારના સમયે મારા પરિવાર અને મિત્રજનોની મને ખોટ નહીં સાલે તેનું ધ્યાન રાખશે. અને દેખીતી રીતે જ હું મારું આખું ઘર દીવાઓ અને ફૂલોથી સજાવીશ.

હુસૈન કુવાજેરવાલા (સજન રે ફિર જૂઠ મત બોલોનો જય)

મારી સૌથી યાદગાર વાત દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડતો અને ચોપડા પૂજન થતું તે છે. તહેવારોમાં કોઈ સંકલ્પ કરવામાં હું ખરેખર માનતો નથી. હું દરેકને સુરક્ષિત અને આનંદિત દિવાળીની શુભેચ્છા આપું છું. બધાને વધુ પર્યાવરણ અનુકૂળ દિવાળીની ઉજવણી કરવા માટે આ સાથે વિનંતી પણ કરું છું.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment