બોલિવૂડ એક્ટર કરન આનંદે લોકડાઉનના સમયમાં એક શોર્ટ ફિલ્મ દ્વારા લોકો સુધી એક મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કરન અત્યાર સુધીમાં કિક, બેબી, કેલેન્ડર ગર્લ્સ, લુપ્ત, રંગીલા રાજા જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. હાલમાં દેશમાં ચાલી રહેલા લોકડાઉનના સમયનો ઉપયોગ કરીને એક શોર્ટ ફિલ્મ બનાવી છે. તેમની સાથે લોડડાઉનના સમયની અને ફિલ્મને લઇને થયેલી વાતચિત.

— કોરોના વાયરસ ના સમયગાળામાં લોકડાઉન દરમિયાન તમારી માનસિકતા પર કેટલી અસર થઇ. તમે આ મુશ્કેલ સમયને કેવી રીતે પસાર કર્યો.

જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે ખૂબ મુશ્કેલી પડી રહી હતી. કોઇ વાત સમજાતી નહોતી. આ પ્રકારની તકલીફ ક્યારેય મારા પિતાજીને આવી નહોતી. ચાર-પાંચ દિવસો વિતી ગયા પછી મારા મિત્રોના ફોન આવવા લાગ્યા. દરેક જણ ખૂબ મુશ્કેલીમાં હતું. તે સમયે મને સમજાયુ કે મારે કંઇક કરવું પડશે નહીંતર આગળ જતાં તકલીફ ઊભી થશે. હું એક કલાકાર છું અને કલાકારે ફિઝીકલી ફિટ રહેવું જરૂરી છે. સાથે જ નવી નવી વસ્તુઓ સાથે જોડાવું જરૂરી છે. તેથી તે સમયનો ઉપયોગ કરીને માર્શલ આર્ટ, બોડી વેટ ટ્રેનિંગ. પ્રાણાયામ, યોગ અને મેડિટેશન દ્વારા પોતાને અંદર અને બહારથી ફિટ બનાવ્યો. લોકડાઉનમાં મારે ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો નથી પણ હા કંટાળ્યો હતો.

— આ ફિલ્મ દ્વારા એક મહત્વના મુદ્દાને સમાજ સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે, તો આ વિચાર ક્યાંથી આવ્યો.

આ શોર્ટ ફિલ્મનો વિચાર અમારા લેખક અને નિર્દેશક બોબીજીનો છે. મજદૂરો વિશેના સમાચાર સાંભળીને મને ઘણી તકલીફ થઇ અને હું દુખી થઇ ગયો હતો. એક માણસ તરીકે મને વિચાર આવ્યો કે જો હું તેમની જગ્યાએ હોત તો. મેં બોબી સર સાથે વાત કરી અને કહ્યું કે કંઇક ક્રિએટીવ કરવું જોઇએ. તેમની પાસે એક વાર્તા હતી અને અમા નિર્માતા શાંતનુંજી સાથે વાત કરી. અનેક વાર્તાઓમાંથી “આઇના” નામની વાર્તા કરવાનું નક્કી કર્યું. આ વાર્તામાં દર્શાવવામાં આવ્યું છે કે એક મહિલા પર કેટલું કામ આવી પડે છે અને તે સમયે તેની મદદ કરવા માટે કોઇ આવતું નથી. સાથે જ આપણા ઘરમાં પણ દિવસ રાત કામ કરે છે અને આપણે આપીએ કે પૈસા પર તેઓનું ગુજરાત ચાલે છે. આ વાર્તા મને સ્પર્શી ગઇ અને ફિલ્મ શૂટ કરવાનું નક્કી કર્યું.

— ફિલ્મને શૂટ કરવાનો અનુભવ કેવો રહ્યો. શૂટીંગ દરમિયાન કઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

આ ફિલ્મને શૂટ કરતી વખતે ઘણીબધી તકલીફોનો સામનો કરવો પડ્યો. અમે અમારા ઘરોમાં રહીને ફોન દ્વારા શૂટ કર્યું. ફઓન પર ડિરેક્ટર સાથે વાત કરીને જાતે જ કોરીઓગ્રાફી કરી છે. આ વાર્તાને હું ખૂબ સારી રીતે સમજી ગયો હતો તેથી મને વધારે તકલીફ પડી નથી પણ એટલું સહેલું પણ નહોતું. તેને શૂટ કરવામાં ત્રણ ચાર દિવસનો સમય લાગ્યો. મને ખૂબ મજા આવી અને ઘણુ શીખવા પણ મળ્યું.
— હવે પછી શું પ્લાનિંગ છે.

વાતો ઘણી સાંભળવા મળે છે પણ કામ ક્યારે શરૂ થશે તે હજી સુધી નક્કી નથી. તેમાં તકલીફ એ છે કે કોવિડ 19નો પ્રકોપ હજીપણ યથાવત છે. આપણા બધાનું જીવન ઉપરવાળાના હાથમાં છે. તે જે રીતે જીવાડે છે આપણે જીવી રહ્યા છીએ. મને ખરેખર ખબર નથી કે રેગ્યુલર શૂટીંગની શરૂઆત ક્યારથી થશે. બે વેબસિરીઝ પર કામ શરૂ કરવાનું છે પણ કામ ક્યારથી થશે તે કહેવું મુશ્કેલ છે. કેટલીક વાર્તાઓ પણ છે પણ તેના વિશે પણ કહી શકીએ એમ નથી. જ્યાં સુધી કોરોના મહારાજ શાંત ન થાય ત્યાં સુધી કંઇપણ કહેવું મુશ્કેલ છે.

Loading

Spread the love

Leave a Comment