શહેરમાં લોકો હવે પોતાના ઘરમાં ડ્રોઇંગ રૂમની સજાવટનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ફ્લોરીંગને ચમકાવવાની સાથે જ સિલિંગની પણ સજાવટ મહત્વની બની ગઇ છે. તેમાં હવે તો ખાસ શોભા વધારવા માટે ઝૂમરનો ઉપયોગ વધારે થઇ રહ્યો છે. સિલિંગમાં પીઓપી ડેકોરેશનમાં મિડલમાં અનેક સ્ટાઇલના ડિઝાઇનર જેવાકે વુડમેડ, એલઇડી અને ક્રીસ્ટલ ડિઝાઇનર ઝૂમરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમાં પણ ક્રિસ્ટલ ડિઝાઇનર ઝૂમરની ડિમાન્ડ વધારે છે. તે સિવાય એન્ટિક લુક, પ્લેઇન ઝૂમર પણ ઓલ ટાઇમ ડિમાન્ડમાં રહે છે. હવે તો શાહી લાઇટીંગનો ખર્ચ મિડલ ક્લાસ ફેમીલી પણ કરી શકે છે. હવે તો આ પ્રકારના ઝૂમર બે થી પાંચ હજાર સુધીની કિંમતમાં સરળતાથી મળી જાય છે. કેવા પ્રકારના ઝૂમર, તેમાં કઇ વસ્તુઓ વધારે આકર્ષણ ઉત્પન્ન કરે છે અને ઝૂમરની સાથે તેને વધારે આકર્ષક બનાવવા માટે અન્ય કઇ લાઇટ્સનો ઉપયોગ કરી શકાય તે જાણીયે.
લાઇટ્સ છે બેસ્ટ ઓપ્શન
ઝૂમરની સાથે કલરફુલ ડિઝાઇનર લાઇટ્સથી પણ ઘરના ઇન્ટીરીયરને ખાસ લુક આપી શકાય છે. તમે જે પણ પ્રકારના ઝૂમરની પસંદગી કરો તેની સાથે વોલ લાઇટ્સ, ફ્લોવર લાઇટ્સ, એનીમલ લાઇટ્સ કે પછી હેંગીંગ લાઇટ્સ ડિમાન્ડમાં રહેશે. જે પણ પ્રકારનું ઝૂમર સિલેક્શન કરો તે પ્રમાણેની મેચિંગ કે ઓપોઝીટ લાઇટ્સ પર પસંદગી ઉતારી શકો છો. હાલમાં પર ક્લાસના ઘરોમાં દિવાલોની સજાવટ માટે પિક્ચર લાઇટ્સનો ટ્રેન્ડ વધુ ચાલી રહ્યો છે. તે પ્રકાશ અને પેઇન્ટિંગ બંનેનું કામ કરે છે. તેમાં તમે નેચર, એનિમલ અને ફ્લાવર વાળા ફોટોઝ લગાવી શકો છો. તે સિવાય શૈંડલિયર્સ લાઇટ્સમાં પણ યુનિક ડિઝાઇન્સ ખૂબ પ્રચલિત છે. તે એન્ટિક અને ટ્રેન્ડી બંને ડિઝાઇન્સમાં મળી જાય છે.
એલઇડીની ડિમાન્ડ વધારે
માર્કેટમાં એલઇડી ઝૂમર ખૂબ ડિમાન્ડમાં છે. તેનો દેખાવ ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. તે સિવાય તેના ખરાબ થવાની શક્યતાઓ પણ ઓછી છે. તે કિંમતમાં થોડું વધારે છે. લગભગ ચાર થી છ હજાર રૂપિયા સુધીમાં તમે મનગમતી ડિઝાઇનના એલઇડી ઝૂમર ખરીદી શકો છો.
પ્લેટીંગ ખાસ છે
શાહી એન્ટીંક ઝૂમરોમાં લોખંડનું પ્લેટીંગ, પાઉડર કોટીંગ, ઝીંક, પિત્તળ અને ક્રિસ્ટલ સિવાય સ્ટીલ અને વુડનથી સુંદર ડિઝાઇન કરવામાં આવે છે. કોઇ સામાન્ય ઘરની સજાવટ માટેનું મટિરિયલ લાવવું હોય તો લગભગ બે હજાર રૂપિયાની કિંમત સુધીમાં સરળતાથી મળી જાય છે. દિવાલ પર લગાવી શકાય તેવા ઝૂમર, વુડનનું નકશીકામ કરેલું ઝૂમર, એન્ટીંક અને મોટર ઓપરેટેડ ઝૂમર લોકોની ખાસ પસંદગીમાં સ્થાન મેળવી રહ્યા છે.
કેન્ડીલિયર ઝૂમર
કેન્ડીલિયર ઝૂમરનો ક્રેઝ સૌથી વધારે છે અને હાલમાં તે હોય ફેવરેટ છે. તેમાં કેન્ડલના શેઇપમાં લાઇટીંગ હોવાથી રૂમ વધારે દીપી ઉઠે છે અને તેના આકર્ષણની કોઇ સીમા નથી.