ઝી ટીવીના પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સએ તેના સુંદર સ્પર્ધકો દ્વારા આપવામાં આવેલા આશ્ચર્યજનક પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા હતા. બોલિવૂડના જીવંત દંતકથા, અમોલ પાલેકરના જીવનની ઉજવણી માટે અને અભિનેતા આ એપિસોડને વધુ ખાસ બનાવતા, તેમની યાદોંના પ્રવાસે લઈ જશે.
લિટલ ચેમ્પ્સ, રાનિતા બેનર્જી અને આર્યનંદા બાસુએ યાદગાર પ્રવાસની શરૂઆત કરી, મૂવી છોટી સી બાતના જાનેમન જાનેમન તેરે દો નયન ગીત પરના અદ્દભુત પર્ફોર્મન્સીસથી, જેમાં અમોલ પાલેકર, વિદ્યા સિંહા, ધર્મેન્દ્ર અને હેમા માલિની અભિનીત હતા. યુવા બાળકોની રજૂઆતથી દરેક અવાક થઈ ગયા, જેમાં અમારા માનનિય મહેમાન પણ સામેલ છે અને તેમને બાળકોના સુંદર પર્ફોર્મન્સના વખાણ પણ કર્યા.
તેના બોલિવૂડમાં પ્રથમ મૂવી અંગે અવિશ્વસનિય બાબતને જાહેર કરતા, અભિનેતા જણાવે છે, “આ ગીતની શરૂઆત સુપરસ્ટાર જોડી ધર્મેન્દ્ર અને હેમાજીની સાથે એક મૂવી સિકવન્સમાં મોટેપાયે વિઝ્યુઅલમાંથી હતી, જ્યાં વિદ્યા અને હું એ ફિલ્મ જોતા હોઇએ છીએ અને મારે એવી કલ્પના કરવાની હોય છે કે, અમે આ ગીત ગાઈએ છીએ. અમારે એક વ્યક્તિના નિયમિત કામના અનુભવમાં શૂટિંગ કરવાનું હતું, જેમાં અમારે ઓફિસમાં જવા માટે લિફ્ટમાં જવા લાઈનમાં ઉભું રહેવાનું હતું. એ સમયે એક્સપ્રેસ ટાવર એ નવું તૈયાર થયેલું બાંધકામ હતું અને આ સીનનું શૂટિંગ તેની લિફ્ટમાં તથા લોબીમાં થયું હતું. તમે નહીં માનો હું બેંકમાં નોકરી કરતો હોત અને આ મૂવીના શૂટિંગ માટે મારે કામ પરથી રજા લેવી પડી હતી. તેથી મારા સહકર્મચારીઓ અને મિત્રો, ફાઉન્ટેન વિસ્તારના દરેક લોકો મારા ચહેરાને ઓળખતા હતા, તેઓ આ સીને ખૂબ જ માણતા હતા, કારણકે અમે એક ફિલ્મ માટે શૂટિંગ કરતા હતા અને તેઓ મને એક એવા વ્યક્તિ તરીકે ઓળખતા હતા, જે તેમની સાથે કામ કરતો હતો. તે ભવ્ય સિનેમાનું વિશ્વ તથા બાસુ ચેટર્જી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા નિયમિત દિવસનું એક આકર્ષક સંયોજન હતું.”
તે વધુમાં ઉમેરે છે, “મને યાદ છે કે, જાનેમન જાનેમન ગીત જે મૂવી છોટી સી બાતનું છે, તે ફક્ત મારી પ્રથમ ફિલ્મ હતી એવું નથી, પરંતુ તેના મુખ્ય પુરુષ ગાયક યશોદાસ જીનું પણ પ્રથમ હિન્દી ગીત હતું. બોલિવૂડમાં આ અમારા બંનેનું પ્રથમ હતું, તેમનો અવાજ અને મારો ચહેરાનો સમન્વય ત્યારબાદ અમને ચિતચોર મૂવી ગીતની શ્રેષ્ઠ સફળતા સુધી લઈ ગયા.”
આપણે પણ આ વાત સાથે સહમત છીએ કે, અમોલ પાલેકરજી માટે પણ અવિશ્વસનિય છે. બોલિવૂડના મહાન અમોલ પાલેકર જ્યારે સેટ પર આવ્યા છે, ત્યારે દર્શકો માટે પણ હવે એક ગાલા સમય હશે, ખાસ તો, તેમના સુમધુર ગીતો જ્યારે અત્યંત પ્રતિભાશાળી લિટલ ચેમ્પ્સ દ્વારા ગાવામાં આવ્યા. સઈ અને તનિષ્કાએ ના બોલે તુમ ના મૈંને કુછ કહા પર દાર્શનિક પર્ફોર્મન્સ આપ્યું, તો સક્ષમ અને અનન્યાના ગોલમાલ હૈં ભઈ સબ ગોલમાલ હૈંના પર્ફોર્મન્સે દરેકના દિલ જીતી લીધા. સમગ્ર રીતે જોઈએ તો, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સનો આગામી એપિસોડ દર્શકો માટે અત્યંત સુમધુરતા, યાદોં અને આશ્ચર્યથી ભરેલો છે.