કિચન એટલે ઘરની સૌથી મહત્વની જગ્યા, જ્યાં તમારા જીવનનો સૌથી વધારે અને કિંમતી સમય તમે પસાર કરો છો. દરેક ગૃહિણી ખૂબ જ પ્રેમભાવથી ભોજનનો આરંભ અને અનુભવ કિચન દ્વારા જ કરાવે છે એટલે સ્વાભાવિક છે કે તે પોતાના કિચનને એટલું સુંદર અને સુઘડ બનાવવા ઇચ્છે છે કે તેને કાર્યમાં કોઇપણ પ્રકારની તકલીફ ન પડે. જોકે હવે તો સમય અને જરૂરિયાત પ્રમાણે કિચનની ડિઝાઇન્સમાં પણ નિતનવા આકર્ષક ફેરફારો થવા લાગ્યા છે. હવે ફક્ત ગૃહિણીને જ નહીં પણ વર્કિંગ વુમનને ધ્યાનમાં રાખીને પણ કિચનની ડિઝાઇનો બનાવવામાં આવે છે, જે લૂકમાં બેસ્ટ અને યુઝમાં કમ્ફર્ટેબલ હોય. જોકે એક વાત છે કે કિચનને નવુ રૂપ આપવા માટે અને ફેરફાર કરવા માટે તમે પોતે નક્કી કરેલા બજેટને પણ પહેલા ધ્યાનમાં રાખો છો. આ વાતને ધ્યાનમાં રાખીને જ કિચનની કેટલીક ડિઝાઇન્સ રજૂ કરવામાં આવી છે, જેનાથી તમારું કિચન લુક અને બજેટ બંને સચવાઇ જશે.

સિમ્પલ કિચનને આપો મોર્ડન ટચ

કન્ટેમ્પરરી કિચનમાં જરૂરી નથી કે બધી જ વસ્તુઓ હાઇ લાઇન્ડ હોય. તેમાં તમે મ્યૂટેડ કલર્સ અને સારા લાકડાનો ઉપયોગ કરી ડિઝાઇનમાં નવીનતા લાવીને દરેક સામાનનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને તમારા કિચનને મોર્ડન બનાવી શકો છો. તેના માટે તમારે અલગ અલગ પ્રકારની યુનિટ્સનો ઉપયોગ કરવો જોઇએ. જેમકે સફેદ દિવાલ હોય તો તેની સાથે ચેરી બેઝ અથવા કોઇ ડાર્ક ઇગ્લિંસ કલરનું યુનિટ્સ, સ્ટેઇનલેસ સ્ટીલ એપ્લાયન્સ અને ખુલ્લા શેલ્ફ પણ બનાવડાવી શકો છો. મ્યૂટેડ કલર્સના બે અલગ અલગ શેડ્સનો ઉપયોગ પણ આજકાલ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે, જેમાં એક લાઇટ અને એક ડાર્કનું કોમ્બનેશન ઇન છે. જેમાં તમે મેઇન દિવાલ પર લાઇટ પ્લમ અને તેનાથી થોડો ડાર્ક અન્ય દિવાલો પર કરી શકો.

આધુનિક પરંપરાગત કિચન

આધુનિક કિચનને હવે કન્ટ્રી સ્ટાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા કિચનમાં મ્યૂટેડ કલર્સ અને મટીરીયલ્સનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પેનલ્ડ યુનિટ મેટ ફિનિસ ગ્રીન, રેડ અથવા સેંડ શેડનો હોય. પ્લેટફોર્મ લાઇટ ઓક અથવા માર્બલનું હોય. ફર્નીચર ઓક અથવા પેલ પાઇન શેડમાં હોય. આવા કિચનમાં સિમ્પલ એક્સેસરીઝ રાખવી તે ઉપરાત બોલ્ડ ડિઝાઇનવાળા ચંકી વ્હાઇટ ટેબલવેર આ સ્ટાઇલના કિચન માટે બેસ્ટ ગણાય છે.

સ્માર્ટી લુક કિચન

હાલમાં કિચનમાં ડાર્ક વુડ્સ ફરીથી ચલણમાં છે. આવા કિચનમાં વોલનટ અથવા વેંજ કલરનો સોલિડ કે પછી ટીક દરવાજો મૂકી શકાય, જે આ સ્ટાઇલ સાથે મેળ ખાય છે. તમે તમારા કિચનમાં કેટલો ડાર્ક કલર પસંદ કરો છો, તે પ્રમાણે પણ ડોરનું સિલેક્શન કરી શકો છો. લો સિલિંગ રૂમ માટે વર્ટિકલ ગ્રેન ડોર પર પસંદગી ઊતારવી જેનાથી કિચન ઊંતું દેખાય. તો વળી, જો કિચન નાનું હોય તો તેને મોટું દેખાડવા માટે હોરિજેન્ટલ ગ્રેઇન સ્ટાઇલ પસંદ કરો. ડાર્ક વુડ રિફ્લેક્ટિંગ મટીરીયલ્સ જેવા સ્ટેઇનલેસ સ્ટીલ અથવા ગ્લાસ સ્પ્લેશબેકની લાથે વધારે સારો લુક આપે છે. ડાર્ક વુડમાં તમે કેવા કલરની પસંદગી કરો છો તે સૌથી મહત્વની બાબત ગણાય છે. તે પછી અન્ય સામગ્રી તે પ્રમાણે પસંદ કરી શકશો.

કલરફૂલ કિચન

જો તમે તમરા એક જ રંગના કિચન કલરને જોઇને કંટાળી ગયા હો તો હવે નવા લુકની સાથે જ નવા કલર્સનો પણ ઉપયોગ કરો. તમે કિચનને મલ્ટીકલર પણ બનાવી શકો છો. આજકાલ વાઇબ્રન્ટ કલર ખૂબ ઇન છે. એપલ ગ્રીન, યલો, એક્વા બ્લૂ, એગ બ્લૂ, મિંટ, બ્રીંજલ, ઓરેન્જ, પર્પલ, પીંક કલર્સ તમારા કિચનને વધારે આકર્ષક બનાવી દેશે. જો દિવાલો પર ડાર્ક કલરનો ઉપયોગ કરવા ન માગતા હો તો કલર્ડ ગ્લાસીસ, ફ્લાવર પોટ્સ, બોલ્સ, ટી શેટ, કલરફૂલ કટલરીની ડિઝાઇન્સવાળી ડિજીટલ ટાઇલ્સ કે વોલપેપરનો પણ ઉપયોગ કરી શકાય છે.

 કિચન માટેની ટીપ્સ

  • કિચનમાં જો જૂની ફેશનનું યુનિટ ખરાબ થઇ ગયું હોય, તો તેની ફ્રેમ્સ, રંગ, હેન્ડલ અને જરૂરી લાગે તે વસ્તુઓ બદલીને નવો લુક આપી શકો છો.
  • મેસી ડિસપ્લે કેબિનેટને ક્લાસિક લુક આપવા માટે તેમાં સ્મોકી કે કલરફુલ ગ્લાસીસનો ઉપયોગ કરો.
  • વ્હાઇટ યુનિટ હોય તો તેની સાથે વ્હાઇટ ટાઇલ્સ સારો લુક આપે છે તે વાત મનમાંથી કાઢી નાખો. હવે તો ડીજીટલ પ્રિન્ટવાળી ટાઇલ્સ બજારમાં મળે છે. તમે તેને વ્હાઇટ યુનિટની સાથે કમ્બાઇન કરીને તમારા કિચનને ક્લાસી લુક આપી શકો છો.
  • કિચનમાં એટલો બધો સામાન હોય છે કે તેને મૂકવા માટે વિન્ડોનો પણ ઉપયોગ કરવા લાગીએ છીએ. જેનાથી કિચનમાં ફ્રેશ એર આવવી મુશ્કેલ બની જાય છે. કિચન વિન્ડો હંમેશા પ્લેઇન ગ્લાસવાળી રાખો અને ત્યાં સામાન ના બદલે છોડવાઓ મૂકવાની વ્યવસ્થા કરો. ત્યાં તમે મોર્ડન લુક માટે સનમાઇકા કેબિનેટ પણ લગાવી શકો છો.
  • જૂના કબાટ હોય તો તેના બદલે મોડ્યુલર કિચન પદ્ધતિ અપનાવી શકો. સર્વિસ પ્લેટફોર્મ હવે દરેક કિચનમાં જરૂરી બની ગયું છે. તો કબાટ એવી રીતે બનાવડાવો કે બધો સામાન પણ વ્યવસ્થિત રહી શકે.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

Loading

Spread the love

Leave a Comment