ટ્રેડીશનલ ડ્રેસથી તમારો લુક ત્યારે વધારે પરફેક્ટ અને સુંદર લાગે છે, જ્યારે તમે તેને અલગ રીતે પહેરો છો. તમે સાડી, ડ્રેસીસ, અનારકલી ડ્રેસીસમાં અને લહેંગા ચોળી પહેરવાથી કઇ રીતે તહેવારના સમયે અલગ દેખાઇ શકો તેના વિશે જાણીયે.

તહેવારોના સમયમાં ખાસ કરીને ટ્રેડીશનલ ડ્રેસીંગ જ પસંદ કરવામાં આવે છે. મહિલાઓ સાડી, સલવાર-સૂટ, અનારકલી સૂટ, લહેંગા ને પોતાના માટે પસંદ કરે છે. આટલા બધા ઓપ્શન હોવા છતાંય તેમને મનગમતો લુક મળી શકતો નથી. તે પોતાના ડ્રેસઅપ લુકને લઇને કન્ફ્યૂઝ થઇ જાય છે. આવી પરીસ્થિતીમાં જ્યારે ડ્રેસીશનલ ડ્રેસને પહેરવાના હો ત્યારે તેને પહેરવાની સ્ટાઇલ એકદમ અલગ રાખી શકો છો. તેનાથી તમને અલગ લુક મળશે.

સાડી

મહિલાઓ વ્રત અને તહેવાર પર સાડી પહેરવાનું પસંદ કરે છે. તમે પણ તહેવારો પર સાડી પહેરવાનું ચારી રહ્યા હો તો સમય પ્રમાણે જે ફેશનમાં હોય તેવા પ્રકારની સાડી પર પહેલી પસંદગી ઊતારવી જોઇએ. હાલમાં રફલ સાડી ખૂબ  ડિમાન્ડમાં છે, તો તમે તેને સિલેક્ટ કરી શકો છો. સાથે જ બ્લાઉઝની ડિઝાઇનમાં પણ એક્સપરીમેન્ટ કરી શકાય છે. જો તમને સિંપલ સાડી પહેરવી ગમતી હોય તો તમે તેના ડ્રેપીંગ પર ખાસ ફોકસ કરો. એક સિંપલ અને લાઇટેટ સાડીની સુંદરતા અલગ પ્રકારના ડ્રેપીંગ કરવાથી ધારે એટ્રેક્ટિ લાગે છે. ઘણા લોકોને સિલ્કની અને હેવી પાલવવાળી સાડી પહેરવાની પણ પસંદ છે. તેની સાથે તમે કલરની પસંદગી પર ખાસ ભાર મૂકી શકો છો. હાલમાં મલ્ટીકલર સાડીમાં પણ સીકવન્સ જોવા મળે છે. તે ઉપરાંત ડીજીટલ પ્રિન્ટવાળી સાડીઓ પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

લહેંગા

જો સાડી પહેરવામાં તમને તકલીફ પડતી હોય તો તમે લહેંગાને પણ પ્રાધાન્ય આપી શકો છો. લહેંગાને યુતીઓ અને પરિણીત મહિલાઓ બધા જ પહેરી શકે છે. જો તમે લહેંગા પહેરવાના હો તો તેમાં પણ એક અલગ પ્રકારનો મોર્ડન ટ્વીસ્ટ લાવી શકો છો. હાલમાં લહેંગાને બ્લાઉઝની સાથે નહીં પણ શર્ટ્સની સાથે પહેરવામાં આવે છે. તે સિવાય તમે લહેંગાને પણ સિકવન્સ સ્ટાઇલમાં પહેરી શકો છો. તેટલું જ નહીં લહેંગાનું બ્લાઉઝ પણ અલગ પ્રકારે ડિઝાઇન કરાવી શકાય છે. તેમાં તમે હોલ્ટર નેક લાઇન વાળા બ્લાઉઝ કે પ્લજીંગ નેકલાઇન વાળા બ્લાઉઝ પહેરી શકો છો.

ઓપ્શન

તહારોમાં સલવાર સૂટ કે અનારકલી સૂટ પણ પહેરી શકે છે. જો તમને અલગ દેખાવાની ઇચ્છા હોય તો નોર્મલ સૂટ સાથે પ્લાઝો, ધોતી પેન્ટને ટીમઅપ કરી શકો છો. તેનાથી તમારા ડ્રેસઅપને ડિફરન્ટ ટ્વીસ્ટ આપી શકશો. હાલમાં તો સૂટમાં પણ અનેક ડિઝાઇન્સ જોવા મળે છે. લેયર્સ, ફ્રિલ, ડબલ લેયર્ડ, બોક્સ વગેરેના સૂટ પણ ખૂબ લોકપ્રિય અને આકર્ષક જોવા મળે છે.

સીકવન્સ સ્ટાઇલ

આજકાલ સીકવન્સ સ્ટાઇલથી લઇને સૂટ પણ માર્કેટમાં ખૂબ સરળતાથી મળી રહે છે. જે દેખાવમાં ખૂબ જ આકર્ષક અને અલગ હોય છે અને તમારે તેની સાથે વધારે એક્સપરીમેન્ટ કરવાની જરૂર પડતી નથી. જો તમે સીકવન્સ વર્કવાળા ડ્રેસ પહેરા ઇચ્છતા ન હો તો સેની શિયર ડ્રેસને પણ ટ્રાય કરી શકો છો.

ધ્યાનમાં રાખવા જેવું
તમારો ડ્રેસઅપ લુક તહેવારના સમયે સારો ત્યારે જ લાગશે જ્યારે તમે તેને મેચિંગ યોગ્ય અને આકર્ષક જ્વેલરી પણ સાથે પહેરી હોય. તેથી તમારા ડ્રેસને અનુકૂળ જ્લરીની પસંદગી કરવી પણ એટલી જ જરૂરી છે. હાલમાં ગળામાં કઇ જ ન પહેરીને કાનમાં મોટી સાઇઝની ઇયરીંગ્સ પહેરાની ખૂબ ફેશન છે. જે ડાયમંડ અને પર્લની વિઝ ડિઝાઇન્સવાળી હોય છે. તેનાથી ચહેરાનો આખો લુક ચેન્જ થઇ જાય છે અને તમારું ડ્રેસીંગ સિંપલ અને આકર્ષક બની જાય છે.

Spread the love

Leave a Comment