શિયાળાની ઋતુમાં ઓફીસ નું ડ્રેસઅપ પણ બદલવું પડે છે. આ સમય દરમિયાન એવા પ્રકારના ડ્રેસ પહેરવા જોઈએ, જેનાથી તમને હુંફ મળી રહે અને સાથે સ્ટાઇલીશ અને એલિગન્ટ પણ દેખાવ. શિયાળાની ઋતુમાં પણ તમારી ડ્રેસિંગ સ્ટાઇલને જો ઓફિસમાં સોબર બનાવી રાખવા ઇચ્છતા હો, તો ડ્રેસિંગ ને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. હાલમાં ઠંડી ખૂબ પડી રહી છે અને વિન્ટર ડ્રેસીસ પણ માર્કેટમાં મળી રહ્યા છે ત્યારે તમારે કેવા પ્રકારના ડ્રેસીસ ઓફિસ લોકો માટે પસંદ કરવા અને તેમાં તમે સુંદર દેખાઈ શકો તે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

પેન્ટ સૂ

પેન્ટ સૂટ હાલમાં ખૂબ ચલણમાં છે. સામાન્ય યુવતીઓથી લઈને સેલિબ્રિટીઝ પણ તેને ખૂબ પસંદ કરી રહી છે. તમે પણ ઠંડીની ઋતુમાં પેન્ટ શર્ટ દ્વારા તમારા ઓફિસ લોકને સ્ટાઇલિશ અને એલિગન્ટ બનાવી શકો છો. તેમાં તમારો લુક એકદમ પ્રોફેશનલ જોવા મળશે. તમે પ્લેન ચેક્સ, પ્રિન્ટ અથવા સ્ટ્રાઈપ પ્રિન્ટના પેન્ટ સૂટ ને સફેદ કે તમારા મનગમતા કલરના શર્ટ સાથે પહેરી શકો છો.

બ્લેઝર

બ્લેઝર એક એવું અટાયર છે, જે ફક્ત તમને ઠંડીથી જ નથી બચાવતું પણ સાથે જ તમારા ઓફિસના એલિગન્ટ લુકમાં પણ મદદરૂપ થાય છે, હાલમાં ટર્ટલનેક સ્વેટરની ઉપર બ્લેઝર પહેરવાની ફેશન ખૂબ જ જોવા મળે છે. પરંતુ ઓફિસના ડ્રેસીગને ધ્યાનમાં રાખીને બ્લેઝર માં કલરનું સિલેક્શન કરવું ખૂબ જરૂરી છે. ઓફિસ માટે ડાર્ક બ્લુ, બ્રાઉન અથવા તો બ્લેક કલરના બ્લેઝર પરફેક્ટ ગણાય છે. તે ઉપરાંત સ્કાય, ક્રીમ, પીંક અને પેરોટ કલર પણ લોકો પસંદ કરી રહ્યા છે. બ્લેઝર ઓફસવેર માટે શિયાળામાં કમ્પલીટ અને પરફેક્ટ ડ્રેસીંગ ગણાય છે. તે તમે જીન્સ અને ફોર્મલ બંને સાથે પહેરી શકો છો.

સ્કાર્ફ અને સ્ટોલ

સ્કાર્ફની મદદથી તમારી સિંપલ સ્ટાઇલ પણ યુનિક બની જાય છે. તમે ઓફિસ વેરમાં તેને સામેલ કરી શકો છો. કોટની અંદરના ભાગમાં, ફુલ સ્વીલ ટીશર્ટ્સ, વુલન ટોપ અથવા ઉપર સ્વેટરની ઉપર તેને અલગ રીતે ડ્રેપ કરી શકો છો. જેનાથી તમને ડિફ્રન્ટ લુક મળશે. આ ઉપરાંત રંગીન સ્ટોલનો પણ ઉપયોગ કરી શકો છો. આજકાલ બજારમાં સુંદર ડિઝાઈન અને પ્રિન્ટ ના સ્ટોલ મળે છે. જેને અલગ અલગ રીતે પહેરીને સુંદર અને આકર્ષક લુક મેળવી શકો છો. કોલેજ ગોઇંગ જ નહીં પણ ઓફિસવેર માટે પણ હવે યુવતીઓ તેનો ઉપયોગ કરે છે.

વુલન સૂટ

તમે તમારા ઓફિસના ડ્રેસીંગ માટે વુલન પણ પહેરી શકો છો. માર્કેટમાં અનેક પ્રકારની ડિઝાઈન અને કલર્સમાં વુલન સૂટ મળી રહ્યા છે. તમે તેમાંથી કોઈના પર પણ પસંદગી ઉતારી શકો છો. તે મોટાભાગે ડાર્ક રંગમાં મળે છે. જેમાં બ્લેક અને રેડ કલર વધારે લોકપ્રિય છે. જો તમને વૂલન સૂટ પહેરવો પસંદ ન હોય તો તમે વુલન કુરતા પર પસંદગી ઊતારી શકો છો. તે પેન્ટ અથવા તો જીન્સ સાથે પહેરી શકો છો.

સાડી

કેટલીક મહિલાઓ વિચારે છે કે ઠંડીની ઋતુમાં તે ઓફિસમાં સાડી પહેરી શકતી નથી, પણ આવું વિચારવું ખોટું છે. આ ઋતુમાં પણ તમે સાડી પહેરી શકો છો. બસ તમારે તમારી સ્ટાઇલ માં થોડો ફેરફાર કરવો જરૂરી છે. સાડીની સાથે બ્લાઉઝની જગ્યાએ વુલન ટર્ટલ નેક બ્લાઉઝ અથવા તો સ્વેટર પહેરો. તે ઉપરાંત જો તમે ઇચ્છો તો તમે સાડીની સાથે ટેંચકોટ પણ પહેરી શકો છો. ઓફિસ માટે ઠંડીની ઋતુમાં સાડી પહેરવાનું આ એક ક્લાસિક અને સ્ટાઇલિસ રીત છે. જેને ઘણી મહિલાઓ પહેરે છે.

બ્રોકેટ જેકેટ

પાર્ટી વેરમાં લહેંગા,સૂટ કે સરારાની સાથે લોંગ બ્રોકેટ જેકેટ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જો તમને સાડી પહેરવી પસંદ હોય તો લોંગ જેકેટ અથવા વેલવેટ કોટ પહેરીને શોખ પૂરો કરી શકો છો. હાલમાં ડિઝાઇનર બ્રોકેટ જેકેટ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. સાડીની ઉપર સ્કાફ ના બદલે હાઇ નેક બ્લાઉઝ પહેરી શકો છો. જેનાથી તમે ઠંડીથી બચી શકશો અને સુંદર પણ દેખાશો. સાથે જ ક્લાસિક ટેંચ કોટ અને વુલન મફલર પણ સાડીની સાથે ખુબ સુંદર લાગે છે. ઓફિસની પાર્ટીમાં આ લુક તમને બીજા કરતા અલગ દેખાડશે.

ડેનિમ જેકેટ

લોંગ એન્ડ શોર્ટ સ્લીવ, કોલ્ડ શોલ્ડર સ્લીવ ની સાથે ડેનિમ જેકેટ પહેરી શકો છો. હાઇ વેસ્ટ પેન્ટ અને ક્રોપ ટોપની સાથે બ્લેઝર અથવા સ્રગ પણ આકર્ષક લાગશે અને તમારું ફેશન સ્ટેટસ પણ વધારશે

Loading

Spread the love

Leave a Comment