મોટાભાગના ઘરોમાં ડ્રોઈંગરુમની સુંદર રીતે સજાવવાનો ખાસ પ્રયત્ન કરવામાં આવે છે, કારણકે આવનાર મહેમાનના સ્વાગત કરવાથી લઈને સમગ્ર પરિવાર એકસાથે બેસી શકે તેના માટે આ રૂમ ખાસ હોય છે. તેથી દરેક નો પ્રયત્ન હોય છે કે ડ્રોઈંગ રૂમ સૌથી સુંદર દેખાવું જોઈએ. તેના માટે જરૂરી છે કે આ રૂમ ની થીમ એ પ્રકારની રાખવામાં આવે. જ્યારે કોઈપણ વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને હકારાત્મક ઊર્જાની સાથે શાંતિનો પણ અનુભવ થાય, તેના માટે કેટલાક ખાસ બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે. ડ્રોઈંગરુમને સજાવવા માટે તમે તમારી મનપસંદ થીમ પર કામ કરી શકો છો. ફક્ત એટલું જ નહીં પણ ઋતુ પ્રમાણે સમય સમય પર તેમાં ફેરફાર કરીને તેને બદલી પણ શકો છો.

યોગ્ય પ્રકારનું લાઇટિંગ

ડ્રોઇંગરૂમમાં પુરતું લાઇટિંગ હોય તે ખૂબ જરૂરી છે. જો લાઇટિંગ ઓછી હોય તો ડ્રોઈંગરૂમ ની ચમક ફિક્કી લાગશે. તેથી આ રૂમમાં એવા પ્રકારની લાઇટિંગ કરો, જેથી રૂમના દરેક ખૂણામાં લાઈટ પહોંચી શકે. કોઈપણ ખૂણામાં અંધારું ન રહે. રૂમ માં થોડો પણ આછો પ્રકાશ ડ્રોઈંગરૂમ ની શોભા બગાડી શકે છે.

દિવાલોનો રંગ

ડ્રોઇંગ રૂમની દીવાલોનો કલર ઝાંખો હોય અને વધારેમાં વધારે લાઇટિંગ હોય તો રૂમમાં પ્રકાશ વધારે દેખાશે. ડાર્ક કલર કરવાથી પણ પ્રકાશ ઝાંખો લાગે છે. તેથી ડ્રોઇંગરૂમમાં હંમેશા લાઇટ કલર ની પસંદગી કરવી.

સુંદર પેઇન્ટિંગ

રૂમની સુંદરતામાં વધારો કરવા માટે પેઇન્ટિંગ્સ ની સજાવટ પણ મહત્વનો ભાગ ભજવે છે. પહેલા કોઈ એક થીમની પસંદગી કરી પછી દીવાલોને પેઇન્ટિંગ થી સજાવવી. તમે અનેક પ્રકારની પેઇન્ટિંગ્સ પસંદ કરી શકો છો. જેમાં બર્ડ, એનિમલ, નેચરલ સીન અથવા તો કોઈ કલાત્મક પેઇન્ટિંગ પણ હોઈ શકે છે. હંમેશા દીવાલોની લંબાઈના પ્રમાણે જ પેઇન્ટિંગની પસંદગી કરવી.

ફૂલોની સજાવટ

ડ્રોઈંગ રૂમ ને ફૂલોથી સજાવો અને ફૂલડાં પણ રાખો. ફુલ દાન માટે તમે આર્ટિફિશિયલની સાથે કુદરતી ફૂલો નો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારા ડ્રોઇંગરૂમમાં કોઈ એક ખુણો હોય તો તમે કોર્નર ટેબલનો ઉપયોગ કરી તેના પર ફૂલ દાન રાખી શકો છો. આજકાલ બજારમાં આર્ટિફિશિયલ ફૂલો પણ કુદરતી ફૂલો જેવા જ જોવા મળે છે. જે તમને હંમેશા તાજગીનો અનુભવ કરાવે છે. આર્ટિફિશિયલ કુદરતી ફૂલ-પાનનો રંગ લીલો હોય તેવા પર પસંદગી ઉતારવી અથવા તો સફેદ રંગ પણ યોગ્ય રહેશે કારણકે સફેદ રંગ શાંતિ અને કોમળતા નું પ્રતિક છે, અને લીલો રંગ લીલીછમ કુદરત નો અનુભવ કરાવે છે. હવે તો ડ્રોઇંગ રૂમમાં કોઈ એક ખૂણામાં તમે ફૂલ છોડ અથવા ચો પ્લાન્ટ ડેકોરેશન પણ કરી શકો છો.

પડદા – ગાલીચા અને સોફા

ડ્રોઇંગ રૂમને જો તમે થીમ પ્રમાણે સજાવતા હો તો તેના માટે પડદા અને ગાલીચા નો રંગ દીવાલોના રંગ ની સાથે મેચિંગ હોય તે જરૂરી છે. તે જ રીતે સોફાના રંગની પણ પસંદગી ડ્રોઇંગ રૂમની દીવાલો ના રંગના હિસાબથી જ કરો અથવા તો કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન પણ બનાવી શકો છો. જો સોફા નો રંગ ડાર્ક હોય તો તેના ઉપર લાઈટ રંગ ના કવર વધારે આકર્ષક દેખાશે. જો સોફા નો રંગ લાઈટ હોય તો તેના પર ડાર્ક રંગના કવર વધારે શોભશે. ફેબ્રિક જો કોટન ન હોય તો વધારે સારું છે. તે ઉપરાંત આજકાલ શાર્ટીન નો પણ ખુબ ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ સેન્ટર ટેબલ ની ઉપર એક ફૂલ દાન પણ રાખો, જેનાથી તે ખાલી ના દેખાય.

ડ્રોઈંગ રૂમ નું વાતાવરણ

ઋતુ પ્રમાણે ડ્રોઈંગરુમને ઠંડો કે ગરમ રાખવો જોઈએ. જેથી આવનાર મહેમાન ને વધારે પડતી ઠંડી કે ગરમી નો અનુભવ ના થાય. તેઓ આરામથી બેસીને વાતચીત કરી શકે. તમારો ડ્રોઇંગરૂમ વધારે પડતો વસ્તુઓથી ભરેલો ન હોય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખો. ડ્રોઈંગરૂમ ની સુંદરતા માટે રૂમમાં ઓછામાં ઓછો સામાન હોય તે જરુરી છે.

રૂમ ફ્રેશનર

ડ્રોઇંગરૂમમાં વારંવાર રૂમ ફ્રેશનર નો ઉપયોગ કરો. તેનાથી ઘરમાં સુગંધ જળવાઈ રહેશે અને આવનારા મહેમાનોને તાજગીનો અનુભવ થશે. સુગંધ દરેક વ્યક્તિના મનને પ્રફુલ્લિત કરે છે.

Loading

Spread the love

Leave a Comment