જીવનનો એક લાંબો સમય સાથે વિતાવ્યા બાદ એકબીજા પ્રત્યે આકર્ષણ જળવાઇ રહેવું જરૂરી છે. તે સમય પચાસની, સાંઇઠની કે સિત્તેરની ઉંમર વટાવ્યા પછીનો હોઇ શકે છે. એક ઉંમર પછી જ્યારે શારીરિક ઇચ્છાઓ ઓછી થતી જાય કે પછી શારીરિક ક્રિયાઓ સાથ ન આપે ત્યારે બે વ્યક્તિને જે ક્રિયા બાંધી રાખે છે, તે શબ્દને અંગ્રેજીમાં કડલ કહેવામાં આવે છે. જોકે કડલ એટલે આલિંગન અને ભેંટવું એવો ગુજરાતી અર્થ થાય છે.

દરેક ઉંમરની વ્યક્તિ કડલ કરી શકે છે, પરંતુ મોટી ઉંમરની વ્યક્તિ માટે ફક્ત ને ફક્ત આલિંગન જ મહત્વ ધરાવે છે. તમે તમારા પાર્ટનરને જીવનના સંધ્યાકાળે તમારી નજીક, તમારી પાસે, તમારા આલિંગનમાં ઇચ્છતા હો તો તે ક્રિયાને કડલ કહી શકાય. જેમાં બે વ્યક્તિ એકબીજાના આલિંગનમાં એકબીજા સાથેનો સંપર્ક, વાતચિત, પ્રેમ, હૂંફને અનુંભવે છે.

બહારના દેશોમાં કડલ સેશન, કડલ થેરપી અને કડલ પાર્ટીંઝ પણ થતી હોય છે અને ત્યાં તો અજાણ્યા લોકો ભેગા થઇને એકબીજાને મળે છે. દિવસ દરમિયાન કે રાત્રે યોજાતી કડલ પાર્ટીઝમાં એકબીજાના આલિંગનમાં પરિચય કેળવે છે. તે હૂંફમાં વાતચિત, લાગણી, સ્પર્શની આપ-લે થતી હોય છે. જોકે હવે ભારતમાં પણ કડલ થેરપી શરૂ થઇ ગઇ છે. જે સંપૂર્ણપણે લીગલ છે. કડલ એટલે આલિંગનમાં એકબીજાની સાથે બેસવું કે સૂઇ રહેવું. તમારા શરીર પર સંપૂર્ણ કપડાં પહેરીને તમે એકબીજા સાથે કડલ કરી શકો છો. મોટાભાગે તેમાં ચુંબનક્રિયા કે સમાગમને સ્થાન કે મહત્વ આપવામાં આવતું નથી.

કડલ કરવું એ બે વ્યક્તિઓ અને યુગલો બંને માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. બંને સાથે મળીને તેનો આનંદ લેતા હોય તો તે વધારે અસર કરે છે. કડલ ક્રિયા દરમિયાનનો સ્પર્શ તમને બંનેને સુરક્ષિત, ભયમુક્ત અને ગાઢ બંધનનો અનુભવ કરાવી શકે છે. તેનાથી તમે બંને એકબીજાની જરૂરિયાતો પ્રત્યે વધુ કાળજી અને વધુ સહાનુભૂતિ અનુભવી શકો છો.

Senior Couple Sitting On Outdoor Seat Together Laughing

કડલક્રિયા શરીરમાં ઓક્સિટોસિન વધારવા, તમારો મૂડ સુધારવા, બ્લડ પ્રેશર ઓછું કરવા અને શરીરમાં દુખાવો દૂર કરવા માટે વૈજ્ઞાનિક રીત સાબિત થયું છે. તે ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે, શરીરમાં બળતરા ઘટાડે છે, PTSD અને આઘાતમાં મદદ કરે છે. તે સામાજિક બનાવવામાં પણ મદદ કરે છે.

કડલને આપણે અલગ રીતે સમજીએ છીએ અને બહારના દેશોમાં તેની વ્યાખ્યા અલગ છે. (બહારના દેશોમાં અજાણી વ્યક્તિ સાથે તમારે આ ક્રિયામાં ભાગ લેવાનો હોય છે) આપણે આપણી જાણીતી વ્યક્તિ સાથે કડલ કરીએ તો તેમાં એકબીજાને અડીને કે છાતીના ભાગે માથું મૂકીને સૂઇ રહેવું, માથામાં હાથ ફેરવવો, ખભાને હળવા હાથે થાબડવું જેવી ક્રિયાઓ કરીએ. સાથે જ એકબીજા સાથે વાતચિત કરીને હળવા થઇ શકો છો. આ ક્રિયા એકબીજાને નજીક લાવે છે. સાથે જ એકબીજાથી ક્યારેય ડર કે ગભરાટ ન લાગવા જેવી થેરેપી પૂરી પાડે છે. મોટી ઉંમરની વ્યક્તિને નાની નાની બાબતોમાં ડર લાગતો હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેઓ થોડા ગભરાતા ગભરાતા જીવે છે. આવા સમયે કડલ તેમને રીલેક્સ કરવામાં સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે.

દરેક સ્ત્રી પુરુષના જીવનમાં એક ઉંમર પછી ફક્તને ફક્ત સ્પર્શ, આલિંગન અને હૂંફની જરૂર હોય છે. મોટી ઉંમરની વ્યક્તિઓને તો તેનાથી પણ રિલેક્શેશન મળતું હોય છે. પરિસ્થિતી અને વ્યક્તિ પ્રમાણે સ્પર્શ અને હૂંફ જૂદા પ્રકારના હોઇ શકે છે. મોટી ઉંમરની વ્યક્તિઓ સમાગમક્રિયામાં વધારે રસ દાખવતી નથી પરંતુ તેમના માટે શરીરનો સ્પર્શ જેવી કડલ થેરેપી ઘણીવાર ખૂબ જરૂરી બની જતી હોય છે. દરેક ઉંમરની વ્યક્તિ પ્રમાણે કડલની ક્રિયા અલગ હોઇ શકે પરંતુ 60 વર્ષ પછીની ઉંમરના વ્યક્તિ માટે તે જરૂરી છે.

Loading

Spread the love

Leave a Comment