અત્યંત પ્રતિભાશાળી પીઢ અભિનેતા પંકજ બેરી સોની સબ પર તેનાલીરામામાં તથાચાર્યની ભૂમિકા માટે લોકપ્રિય બન્યા છે. તે ઉત્તમ અભિનયથી બધાનાં મન જીતી રહ્યા છે. તેનાલી રામાએ દેશભરના લાખ્ખો લોકોનાં મન જીતવાનું ચાલુ રાખ્યું છે. પંડિત રામા કૃષ્ણ અને તેના કટ્ટર હરીફ તથાચાર્ય વચ્ચે ખાટા- મીઠા સંબંધોની બુદ્ધિશાળી વાર્તા છે.

છેલ્લા કેટલાક મહિનાથી ઘરે રહો અને સુરક્ષિત રહો, મંત્રનું પાલન કરતાં પંકજ બેરીને સેટ્સની યાદ આવી રહી છે અને ખાસ કરીને તેના પાત્ર તથાચાર્યની ખોટ સાલી રહી છે. આ વિશે બોલતાં પંકજ બેરી કહે છે, મને તેનાલી રામાના સેટ્સની બહુ યાદ આવે છે. આજે કામમાંથી રજા છે ત્યારે તથાચાર્ય જેવું ઉત્તમ પાત્ર ભજવવાનો મોકો મળ્યો તે બદલ હું પોતાને બહુ જ ભાગ્યશાળી માનું છું. અમારા ચાહકો અને દર્શકોએ અમને જે પ્રેમ અને આધાર આપ્યો તેનાથી હું ગદગદ છું. આ ભૂમિકા અને પાત્રમાં અભિનયના નવરસ (ભાવનાઓ) છે. એક કલાકારને 9 ભાવનાઓ બતાવવા માટે આ ઉત્તમ તક છે. તથાચાર્ય પરિપૂર્ણ પાત્ર છે.

આજકાલ ઘરમાં કઈ રીતે દિવસે વિતાવે છે, તે વિશે બોલતાં પંકજ કહે છે, આ પડકારજનક સમય છે. ખાસ કરીને ઘરની બહાર લાંબા સમય સુધી રહેનારા લોકો માટે. મને લાગે છે કે આશાવાદ ચાવી છે. હું નકારાત્મક વિચારો મનમાં ઘેરાય નહીં તેની તકેદારી રાખું છું. મેં ઘરનાં કામો કરવાની જવાબદારી ઉપાડી લીધી છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છું. મારી પત્ની સ્વાદિષ્ટ કાશ્મીરી વાનગીઓ બનાવીને મને બગાડી રહી છે. તેનાલી રામાના વહાલા ચાહકો અને દર્શકો માટે સંદેશ આપતાં તે કહે છે, આ કપરો સમય છે, પરંતુ લોકોએ મજબૂત રહેવું જોઈએ અને પોતાના પરિવાર અને વહાલાજનો સાથે સારો સમય વિતાવવો જોઈએ. જો તમે તમારા પરિવારથી દૂર રહેતા હોય તો વિડિયો કોલ્સ અથવા ફોન કોલથી તેમની સાથે જોડાઈ જાઓ. આપણે આ તબક્કામાંથી પણ ટૂંક સમયમાં જ બહાર નીકળી જઈશું. ત્યં સુધી સુરક્ષિત રહો, આનંદિત રહો.

 813 total views,  1 views today

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Comment