તમે ઘણીવાર બીજાના ઘરે જઇને તેને ત્યાનું ઇન્ટિરીયર ડિઝાઇનિંગ જોઇને પ્રભાવિત થતા હો છો અને મનમાં પહેલો વિચાર આવે છે કે મારા ઘરમાં પણ આ રીતની સજાવટ હોય તો કેટલું સુંદર લાગે. તમારા ઘરની સુંદર સજાવટ કરવા માટે જરૂરી નથી કે કોઇ ઇન્ટિરીયર ડિઝાઇનરને બોલાવીને મોટી રકમ આપીને જ સજાવટ કરી શકાય છે. તમે પોતે પણ તમારા ઘરની સજાવટ જાતે કરી શકો છો.
ઘરનું મુખ્ય આકર્ષણ શોધો
દરેક ઘરમાં એવી એક જગ્યા હોય છે, જ્યાં સૌથી પહેલા નજર પડે છે. ઘરની સજાવટ કરવા માટે સૌથી પહેલા તે ફોકસ પોઇન્ટથી જ શરૂઆત કરો. એક રૂમમાં અનેક આકર્ષક ઊભુ કરે તેવી જગ્યા હોય છે. તે તમારી બારી હોઇ શકે છે, કોઇ એક દિવાલ અથવા ફાયર પ્લેસ પણ હોઇ શકે છે. તમારા રૂમની ઉપયોગીતા કેવી છે, તે મુજબ કોઇ એક જગ્યાને આકર્ષક બનાવી પણ શકાય છે.
- લિવિંગ રૂમની કોઇ એક દિવાલને અલગ રંગથી રંગ કરાવી લો. તેના પર કોઇ ખાસ આકૃતિ સજાવો.
- સ્ટડીરૂમમાં બુકસેલ્ફ તેનો ફોકસ પોઇન્ટ બની શકે છે.
- કોઇ ખાસ પ્રકારનું ફર્નીચર જેમકે કોઇ મોટી સેટી, રોકીંગ ચેર અથવા મોટો કાચ પણ રૂમનો ફોકસ પોઇન્ટ બની શકે છે.
મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શોધી લીધા બાદ તેની આજુબાજુ સજાવટ કરી શકો છો. તમારા ઘરના બગીચા કે બાલ્કની તરફ ખુલતી બારી સફેદ રંગની હોય તો તે દિવાલને લાલ રંગ કરીને તેને વધારે આકર્ષક બનાવી શકો છો. જો કોઇ રૂમમાં પેઇન્ટિંગ્સ ટીંગાડી હોય તો તેની આજુબાજુ નાની પેઇન્ટિંગ્સ લગાવી શકો છો.
સ્ટેટમેન્ટ પીસ રાખી શકો
મોટાભાગના ઇન્ટિરીયર ડિઝાઇનર સલાહ આપે છે કે નાની નાની વસ્તુઓથી સજાવટ કરવાના બદલે એક મોટો સ્ટેટમેન્ટ પીસ પણ રાખી શકાય છે. જેમકે એક સિગ્નેચર ચેર કે મોટું કેબિનેટ કે પછી સુંદર મોટો પ્લાન્ટ પોટ. મોટા અને નાના ફર્નીચરનો મેળ કરવાથી જ યોગ્ય ડિઝાઇન અને સજાવટ મળે છે. ઇન્ટિરીયર ડિઝાઇનર મોટાભાગે સજાવટવાળી ટ્રે, બોલ કે બાસ્કેટનો સહારો લેતા હોય છે.
- બેડ-સાઇટ ટેબલ પર સોનેરી રંગની ટ્રેમાં ફ્રેગરન્સ કેન્ડલ રાખી શકો છો.
- કાંચના નકશીકામ કરેલા ફ્લાવર પોટમાં નાન નાના રંગીન બોલ્સ ગોઠવી શકો.
- બાથરૂમમાં વોટરપ્રુફ ટ્રે અથવા બાસ્કેટમાં સજાવેલી સાબુદાની પણ સુંદર લાગશે.
કેટલીક ખાસ વાતો
- ઘરમાં કોઇ જગ્યાએ કાચ ટીંગાડતી વખતે ધ્યાન રાખો કે તેમાં કેવા પ્રકારની ઇમેજ દેખાઇ રહી છે.
- સોફા કે બેડ પર એક સરખી જોડીનું કુશન કે કવર ખાલી લાગે છે. તેના બદલે બે-ત્રણ અલગ પ્રકારના કલરનો ઉપયોગ કરીને સુંદર અને આકર્ષક સજાવટ કરી શકો છો.
- તમારી બેઠકથી ટીવી કેટલું દૂર રાખવું તેના માટે પણ નિયમ હોય છે. તે પણ નકીક કરી શકો છો.
- વધારે પડતું ખીચોખીચ ભરેલું ફર્નીચર હોય તેના કરતા જરૂરી અને થોડું ફર્નીચર ઘરની સુંદરતા વધારે છે.
આ રીતે થોડી ઘમી બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા ઘરના પોતે જ ઇન્ટિરીયર ડિઝાઇનર બની શકો છો. ઘરની સુંદરતા ફક્ત ઘરમાં જ નહીં તમારા ચહેરા પર પણ દેખાશે.