છેલ્લા એક દાયકાથી સૌથી વધારે લોકપ્રિય રહેલી સિરિયલમાં જો કોઇનું નામ આવે તો તે તારક મહેતાના ઊલટા ચશ્મા સિરિયલ છે. કોઇ એવી વ્યક્તિ નહીં હોય કે તેના વિશે તે જાણતી ન હોય. આજે આ સિરિયલની કેટલીક જાણી અજાણી વાતો પર પ્રકાશ પાડીયે. તારક મહેતાના ઉલટા ચશ્માના કલાકારોને આપણે ટીવી પર એક દાયકાથી જોઇ રહ્યા છીએ. સિરિયલના કલાકારોની સાથે છેલ્લા અનેક વર્ષોથી જોડાયેલા છીએ ત્યારે જાણે કે સિરિયલની જે ફેમીલીને આપણે જોઇએ છીએ તે જ તેમની રિયલ ફેમીલી હોય તેવું આપણને લાગે છે. દરેક કલાકાર પોતાના પાત્રમાં એટલા બધા ઓતપ્રોત થઇને પાત્રને ન્યાય આપે છે કે છેલ્લા 11 વર્ષથી તારક મહેતા કા ઊલટા ચશ્માની સિરિયલે દર્શકોને પોતાના પ્રેમથી જકડી રાખ્યા છે. સિરિયલના દરેક કપલની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ રીતે જોડાયેલી છે. જોકે રીલ લાઇફની બહારની દુનિયા કઇક અલગ જ હોય છે. આ દુનિયાને આજે આપણે જાણીયે. સિરિયલના કલાકારોની રીયલ લાઇફની જોડીઓ પણ ખૂબ જ સુંદર છે. આજે આપણે આપણી લોકપ્રિય સિરિયલ કલાકારોના રીયલ લાઇફ પાર્ટનર વિશે થોડું જાણીયે..
દિશા વાકાણી
સિરિયલમાં જેઠાલાલ ગડાની પત્નીનું પાત્ર ભજવનાર દયાભાભી એટલે કે કલાકારા દિશા વાકાણીના રીયલ લાઇફ પાર્ટનરનું નામ મયૂર પાડીયા છે. દિશાએ 2015માં મયૂર પાડીયા સાથે લગ્ન કર્યા છે. તેમને ત્યાં થોડા સમય પહેલા જ દિકરીનો જન્મ થયો છે.
મુનમુન દત્તા
સિરિયલમાં તે અય્યરના પત્ની બબીતાનો રોલ ભજવી રહ્યા છે. બબીતા એટલે કે મુનમુન ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન ભાભી તરીકે ઓળખાય છે. તેમની રીયલ લાઇફની વાત કરીયે તો તે હાલમાં સિંગલ છે પણ તેમનું નામ બિગબોસ ફેમ અરમાન કોહલી સાથે જોડાયેલું હતું.
સોનાલિકા જોશી
ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેના પત્નીની ભૂમિકા ભજવનાર માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશી હકીકતમાં એક દિકરીની માતા છે. તેમના રીયલ લાઇફ પાર્ટનરનું નામ સમીર જોશી છે અને દિકરીનું નામ આર્યા જોશી છે.
અંબિકા રંજનકર
ડોક્ટર હંસરાજ હાથીના ઓનસ્ક્રીન પત્ની કોમલ હંસરાજ હાથી એટલે કે અંબિકા રંજનકરના રીયલ લાઇફ પાર્ટનરનું નામ અરુણ રંજનકર છે. જે એક જાણીતા ડીરેક્ટર છે. તેમના પતિએ એક્ટિંગ અને ડિરેક્શનમાં અનેક એવોર્ડ જીત્યા છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલા
સિરિયલમાં રોશન સિંહ સોઢીની પત્ની રોશન ભાભીનું પાત્ર ભજવનાર લોકપ્રિય જેનિફર મિસ્ત્રી બંસીવાલ રીયલ લાઇફમાં પણ એક પારસી મહિલા જ છે. તેમના રીયલ લાઇફ પાર્ટનરનું નામ મયુર ઉર્ફે બોબી બંસીવાલ છે. બંનેની એક પ્રેમાળ દિકરી પણ છે.
શૈલેષ લોધા
સિરિયલમાં તારક મહેતા તરીકે લેખકનું પાત્ર ભજવનારનું સાચું નામ શૈલેષ લોધા છે. 2008 માં, તેમણે ‘કૉમેડી સર્કસ’ પર સ્પર્ધક તરીકે તેમનો પહેલો દેખાવ કર્યો હતો અને ચાર પુસ્તકો લખવાનું પણ કામ કર્યું હતું. તેમણે સ્વાતી લોધા સાથે લગ્ન કર્યા છે અને આ દંપતિને સ્વરા લોધા નામની દિકરી પણ છે.
દિલીપ જોશી
જેઠલાલ ચંપક્લાલ ગડાના મુખ્ય પાત્રમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને અભિનેતા દિલીપ જોશી છે. તેમની રીયલ લાઇફ પાર્ટનરનું નામ જયમલા જોશી છે. તેમને બે સંતાન પુત્ર રિત્વીક જોશી અને પુત્રી નિયાતી જોશી છે.
અમિત ભટ્ટ
અમિત ભટ્ટ ઉર્ફે ચંપકલાલ જયંતિલાલ ગડાનું પાત્ર પણ ખૂબ જ લોકપ્રિય છે. તે લોકપ્રિય પાત્ર ચંપક્લાલની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તમને જણાવશું તો સાચું નહીં લાગે પણ સિરિયલમાં ભલે ચંપકલાલ પિતાના પાત્રમાં જેઠાલાલ કરતા મોટા હોય પણ હકીકતમાં તો ચંપકલાલનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ પુત્ર બનેલા દિલિપ જોશીથી ઉંમરમાં નાના છે. તેમને પત્ની અને બે દિકરા છે.
મંદાર ચાંદવાડકર
ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેના પાત્રને સુંદર રીતે ભજવાનર મંદાક ચાંદવાડકર એક સારા અભિનેતાની સાથે મિકેનિકલ એન્જિનિયર પણ છે. તેમણે સ્નેહલ ચાંદવાડકર સાથે લગ્ન કર્યા છે, જે ઇન્દોરથી છે. આ દંપતિને પાર્થ નામનો પુત્ર છે.
શ્યામ પાઠક
સિરિયલમાં પોપટલાલનું સૌથી લોકપ્રિય પાત્ર ભજવનાર શ્યામ પાઠક પોપટલાલ પાંડે હંમેશા પોતાના લગ્ન કરાવવા અને કરવા માટેના પ્રયત્નમા હોય છે. જોકે શ્યામ પાઠક એક સરળ મધ્યમ વર્ગમાંથી આવે છે. તેમની પત્નીનું નામ રેશ્મી છે. તેઓ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં સાથે હતા. તેમને એક પુત્રી નિયતી અને પુત્ર પાર્થ છે.
તન્મય વેકરીયા
ગડા ઇલેકર્ટ્રોનિક્સમાં નોકરી કરતા કર્મચારી બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકરીયા મૂળ ગુજરાતના છે. તેમને પત્ની અને બે બાળકો છે. બાઘાના પાત્રથી લોકપ્રિયતા મેળવી તે પહેલા પણ તે અનેક સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે.
મેધા પંડ્યા ભટ્ટ