અરબાઝ ખાન બોલિવૂડમાં એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે સફળ થયેલી વ્યક્તિઓમાં મોખરે છે. તેણે તેની કરિયર ફિલ્મ દરારમાં નેગેટીવ રોલથી શરૂ કરી હતી. અનેક ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કર્યા બાદ દબંગ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને દબંગ 2 પોતે જ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી હતી. તે પછી ડોલી કી ડોલી પણ તેમણે પ્રોડ્યુસ કરી. હવે દબંગ 3ની તૈયારીમાં તે જોવા મળે છે. અરબાઝ એક્ટર તરીકે દબંગ 2 બાદ છેલ્લે ફ્રેકી અલીમાં નવાઝુદ્દીન સાથે જોવા મળ્યા હતા. સારા એક્ટર, ડિરેક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર તરીકે તેણે બોલિવૂડમાં એક ઇમેજ ઊભી કરી લીધી છે. હવે તે રીલીઝ થઇ રહેલી ફિલ્મ તેરા ઇંતઝારમાં સની લીઓની સાથે લીડ એક્ટર તરીકે સ્ક્રીન શેર કરતા જોવા મળી રહ્યા છે. અરબાઝ સાથે થયેલી રૂબરૂ વાતચિત જેમાં તેમણે ફિલ્મ વિશે અને દબંગ 3 વિશેની વાત કરી.

તેરા ઇંતઝાર ફિલ્મ વિશે કઇક જણાવો.

એક બોલિવૂડ એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે. તેરા ઇંતઝાર એક રોમેન્ટિક ફિલ્મ છે. બે વ્યક્તિની લવસ્ટોરી જોવા મળશે. આ ફિલ્મમાં અનેક ટ્વીસ્ટ અને ટર્ન્સ છે. ફિલ્મના પ્લોટ અને સ્ટોરી પણ ખૂબ અલગ છે. આ ફિલ્મને તમે એક ડ્રામા થ્રીલર પણ કહી શકો છો. કેટલાક સુપર નેચરલ સિનેરીયો પણ જોવા મળશે. એક રસપ્રદ કોમ્બો ફિલ્મ છે.

આ પહેલા સની રઇશ અને બાદશાહોમાં ડાન્સ કરતી જોવા મળી છે. આ ફિલ્મમાં પણ બાર્બી ડોલ ગીત ખૂબ લોકપ્રિય બન્યું છે. સની માટે પરર્ફોમર તરીકે શું કહેશો.

તે ખૂબ જ સારી ડાન્સર છે. તેણે અત્યાર સુધી જેટલા પણ ગીત કર્યા છે, લોકોએ તે બધા જ ખૂબ પસંદ કર્યા છે. સની પોતે પણ પોતાના ડાન્સમાં ખૂબ મહેનત કરે છે. ગીત સરસ હોય છે, પણ તેને સારી રીતે રજૂ કરવા પણ જરૂરી છે. ત્યારે જ તે સફળ થાય છે. લોકોને હવે ધીમે ધીમે ખબર પડવા લાગી છે કે તે એક કલાકાર તરીકે પણ ખૂબ મહેનતું છે. તેણે પોતાની દરેક ફિલ્મમાં પોતાનામાં કઇક ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. એક કલાકાર તરીકે તેનું ટેલેન્ટ ધીમે ધીમે વધી રહ્યું છે. ડેડીકેશન અને ફોકસ તેમજ કોન્સનટ્રેશન તેનામાં છે.

ફિલ્મ ક્યાં ક્યા શૂટ કરવામાં આવી છે. કોઇ ઘટના વિશે જણાવો.

ગુજરાતના કચ્છમાં તેનું શૂટીંગ થયું છે. મુંબઇમાં, મોરેશિયસમાં અને હૈદરાબાદમાં શૂટીંગ કર્યું છે. એક ફિલ્મનું શૂટીંગ અલગ અલગ ચાર કે પાંચ શહેરમાં અને બે ફોરેન કન્ટ્રીમાં કરવું અધરું છે. અમે જ્યારે મોરેશિયસમાં શૂટ કરતા હતા તે સમયે અમારે એક નાના આઇલેન્ડ પર જવું પડ્યું હતું, જ્યાં એક સમય પછી મોજાઓ આવીને તે આઇલેન્ડને કવર કરી લેતા હતા. તેથી અમારે એક ચોક્કસ સમયે ત્યાં પહોંચીને ત્યાં શૂટીંગ પૂરું કરવાનું હતું. તમે પ્રોમોમાં જોયું હશે કે એક હાર્ટ બનેલું છે અને પાછળથી વેવ આવે છે. અમે શોટ પૂરો કર્યો અને તમે માનશો નહીં થોડા જ સમયમાં બધે પાણી ભરાઇ ગયું હતું. અમે નસીબદાર હતા કે બચી ગયા.

તમે પોતે પણ ડિરેક્ટર છો, તો જ્યારે કોઇ ફિલ્મમાં એક્ટર તરીકે કાર્ય કરતા હો તો ડિરેક્ટર તરીકેનું ટેલેન્ટ ક્યાંક ઉપયોગ કરો છો.

હું જ્યારે કોઇ ફિલ્મમાં એક્ટર તરીકે કામ કરતો હોઉં તો તે ફિલ્મના ડિરેક્ટરના કામમાં ક્યારેય દખલગીરી કરતો નથી. પણ જો હું કોઇ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો હોઉં તો તેમાં કાર્ય જોતો હોઉં છું. હું જ્યારે પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કરી રહ્યો હતો તે સમયે મેં પોતે ત્રણ નવા ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે. મને નવા ડિરેક્ટર્સ સાથે કામ કરવામાં પણ કોઇ વાંધો નથી. તેમનામાં એક નવો ઉત્સાહ અને એનર્જી જોવા મળે છે. આ ફિલ્મમાં પણ જે ડિરેક્ટર છે, તે પણ ડેબ્યુ કરી રહ્યા છે. જે લોકો પોતાની કરિયર શરૂ કરી રહ્યા હોય તેમનામાં એક અલગ પ્રકારનું પેશન, એન્થુઝીઆઝમ અને સીન્સિયારીટી જોવા મળે છે. તેમની સાથે કામ કરવાની મજા આવે છે. જોકે ફિલ્મના ન ચાલવાથી નવા ડિરેક્ટર્સ પર તેની અસર પડે છે. તેથી નવા લોકોની વાત પર વિશ્વાસ કરીને તેમને તક આપવી જરૂરી છે. આ ફિલ્મમાં પણ અમે એ જ કર્યું છે. અમે કટપૂતળી છીએ તે અમને જે રીતે કહેશે તે રીતે અમે કરતા રહીશું.

ફિલ્મનું ફ્લોપ થવાનું નક્કી દર્શકો કરે છે કે બોક્સ ઓફિસ. તમે શું માનો છો.

જે લોકો ડેબ્યુટ કરી રહ્યા છે, તેમના માટે આ બાબત ક્યાંકને ક્યાંક લાગુ પડતી હોય છે. સનીને તેનું કામ મળતું રહે છે. હું 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું તો મને કામ મળતું રહે છે. મારા માટે કોઇ રોલ લખાયો હોય કે કોઇ રોલમાં હું શૂટ થતો હોઇસ તો મને તરત જ બોલાવવામાં આવશે. કેટલીક નરમ-ગરમ ફિલ્મો આપવાથી મને કે વર્ષોથી કામ કરતા કલાકારોને અસર થતી નથી. જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક નામ કરી લીધુ છે, તેમના માટે ફિલ્મની સફળતા બોક્સ ઓફિસના આધારે ક્યાંક ને ક્યાંક નક્કી થતી હોય છે. જોકે લોકો તેમના કામના પણ ચાહક છે. તેથી તે સફળતા મળી જ જાય છે. 100 કરોડ કમાઇ લેવાથી ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ માની લેવાતી હોય છે. જોકે બોક્સ ઓફિસનું કલેક્શન દર્શકોના ફિલ્મ જોવા આવવાથી જ થતું હોય છે. તેથી લોકોને ફિલ્મ ગમી હોય તો જ આટલો સારો પ્રતિસાદ મળે તે પણ ખોટી વાત નથી.

શું સની લીઓનીનું આઇટમ સોંગ દબંગ 3માં જોવા મળી શકશે.

કેમ નહીં, શક્યતાઓ હોઇ શકે છે. હું ટૂંક સમયમાં જ આ સવાલનો સ્પષ્ટ જવાબ આપી શકીશ.

દબંગ ફિલ્મ દ્વારા એક નવો ટર્ન આવ્યો છે, તો હવં દબંગ 3 કેટલી મહત્વની રહેશે.

ખૂબ જ મહત્વની રહેશે. જ્યારથી આ ફિલ્મની સિરીઝની શરૂઆત  કરી છે, દરેક સિરિઝ મારા માટે મહત્વની રહી છે. જોકે હું એટલું કહીશ કે દબંગ 3 થોડી અલગ ફિલ્મ હશે. તે ઘણા સમય પછી આવવાની છે. દબંગ 2 બે વર્ષના સમયમાં જ આવી ગઇ હતી, જેથી તે દર્શકો સાથે તરત કનેક્ટ થઇ શકી હતી. 2012માં દબંગ 2 આવી હતી અને હવે કદાચ અમે દબંગ 3 2018 કે 2019માં લઇને આવીશું. તેથી તેમાં 7 વર્ષનો એક ગેપ પડી ગયો છે. તેથી તે ફિલ્મ વધારે મહત્વની છે. તેના પાત્ર, બ્રાન્ડ અને દરેક બાબત માટે અમે ખૂબ સજાગ બની રહ્યા છીએ.

દબંગ 3 માટે હિરોઇન સિલેક્ટ થઇ છે.

એક હિરોઇન સોનાક્ષી છે. તે સિવાય એક અન્ય હિરોઇન પણ છે. તે ફિલ્મની વાર્તા કઇ રીતે આગળ વધે છે, તે પ્રમાણે નક્કી કરવામાં આવશે. તેથી તેના માટે હજી કોઇ સિલેક્શન કરવામાં આવ્યું નથી. અમે પહેલા સ્ક્રિપ્ટ લખીશુ અને પછી કોઇને ફાઇનલ કરીશું.

અરબાઝ તમે પોતે સારા કલાકાર હોવા છતાંય બ્રેક લઇને ફિલ્મોમાં એક્ટીંગ કરતા જોવા મળો છો. કેમ.

દબંગ વખતે હું જ્યારે પ્રોડ્યુસર તરીકે આવ્યો અને તે પછી દબંગ 2 આવી તે સમય દરમિયાન મેં ફિલ્મો લેવાનું બંધ કર્યું હતું. તે પછી ડોલી કી ડોલી આવી. તો તે ત્રણ ચાર વર્ષનો જે સમય આવ્યો તે ખાલી ગયો હતો. 2009થી 2014 સુધી હું મારા પ્રોડ્કશનમાં બીઝી હોવાથી મેં પોતે એક્ટીંગ રોલ લેવાના બંધ કર્યા હતા. જોકે ફિલ્મોમાં મને ફરીથી કામ મળવા લાગ્યું એક પછી એક તે મારા માટે સારું હતું કારણકે આ જે ડિપ્રેશનવાળો સમય હોય છે, તે ખૂબ ખરાબ હોય છે.

 

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment