સમયની સાથે જ્યારે ઘરના લિવિંગરૂમ અને ડાઇનિંગ સ્પેસનું ઇન્ટરિયર બદલાઇ રહ્યું છે, ત્યારે બાથરૂમ પણ થીમ ડિઝાઇનના રૂપે લોકો પસંદ કરી રહ્યા છે. તમે પણ તમારા ઘરના નાનાકડા ખૂણા એવા બાથરૂમને શાહી અંદાજમાં સજાવી શકો છો. બાથરૂમને લક્ઝરીયસ દેખાડવા માટે યોગ્ય પ્રોડક્ટની પસંદગી કરવી જરૂરી છે. જો તમે ટાઇલ્સ કે પાર્ટીશન દ્વારા બાથરૂમને સજાવવાના હો તો તેમાં મટિરીયલનું ખાસ ધ્યાન રાખવું. પ્લેઇન કે વુડ ફિનિષ્ડ ટાઇલ્સ અને ગ્લાસ પાર્ટીશન બાથરૂમને સ્પેશિયસની સાથે એલિગન્ટ લુક પણ આપે છે. જો તમે તમારા બાથરૂમને લક્ઝરી ટચ આપવા ઇચ્છતા હો તો સારા કલર કોમ્બિનેશન અને બાથટબ ઉપરાંત સુંદર લાઇટીંગ દ્વારા પણ બાથરૂમને સુંદર બનાવી શકાય છે. બાથરૂમ નાનો હોય કો મોટો તેના માટે જરૂરી છે કે તમે કોઇ એક થીમ પસંદ કરી લો. ચાલો બાથરૂમ માટેની કેટલીક થીમ જોઇએ.

થીમ બાથરૂમ

ગ્લાસ ઇફેક્ટ

લક્ઝરી બાથરૂમ માટે ગ્લાસ એક પરફેક્ટ થીમ છે. તે તમારા વ્યૂને બ્લોક થતા અટકાવે છે અને સાથે જ નાનકડા બાથરૂમને સ્પેશિયસ પણ દેખાડે છે. તેના માટે ગ્લાસ મટિરીયલમાં જ બેઝીંગ, ખુરશી, શાવર સ્ટોલ કે પાર્ટીશનને બાથરૂમમાં જગ્યા આપવી જોઇએ. બારી અને કાઉન્ટર ટોપ્સ માટે ફ્રોસ્ટેડ ગ્લાસનો વિકલ્પ શ્રેષ્ઠ છે. ગ્લાસ થીમમાં તમે ટિંટેડ ગ્લાસનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં વધુમાં વધુ એક કે બે રંગોનો ઉપયોગ એક સમયે કરી શકાય છે. ગ્લાસ થીમની સાથે ક્રોમ ફિનિશવાળા બાથરૂમ ફિક્ચર્સ ખૂબ સુંદર લાગે છે.

ક્લાસિક વુડ

બાથરૂમને રીચ લુક આપવા માટે વુડન ડેકોર ખૂબ જ પોપ્યુલર છે. તેમાં ડન શેલ્વ્ઝ, રીલેક્સિંગ સ્ટૂલ્સ, ચેરની સાથે સુંદરતામાં વધારો કરી સકાય છે. સાથે જ વુડન ફિનિશ બાથડબ્સ અને શાવર પેનલ્સ તમારા લુકને સંપૂર્ણ બનાવશે. એક વાતનું ધ્યાન રાખો કે દરેક વસ્તુ એક જ કલરની અને એક સરખા ફિનિશીંગની હોવી જોઇએ.

 

કલર થીમ

જો તમે સિમ્પલ લિવિંગ અને હાઇ થીંકીંગમાં માનતા હો તો તમારા બાથરૂમ ફિક્સચર્સને એક રંગમાં રાખીને દિવાલોને રોયલ રંગોમાં પેઇન્ટ કરાવી શકો છો. તેને લક્ઝરી લુક આપવા માટે તમે તેને કેન્ડલ્સ, ફ્લાવર્સ અને ઇન્ડોર પ્લાન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. એક વાતનું ધ્યાન રાખો કે કલર થીમમાં વધારે એક્સપરીમેન્ટ કરવા નહીં.

થીમથી આગળ વધીને લક્ઝરી પ્રોડક્ટ્સની વાત કરીએ તો બજારમાં કન્ટેમ્પરરી સ્ટાઇલની ઘણી પ્રોડક્ટ મળે છે. જેમાં ક્યુબિક શાર સિસ્ટમથી લઇને બાઝ ટબ અને એક્સેસરીઝમાં લેધર પ્રોડક્ટ્સથી લઇને ગ્લાસના ટબલર અને શોપ ડિસ્પેંસર સુધીના છે.

 

સ્ટીમ રૂમ

સ્ટીમ બાથ માટે સ્ટીમ કમ શાવર રૂમનું ઓપ્શન બેસ્ટ છે. બાથરૂમમાં ઘણી ઓછી જગ્યામાં તે ફીટ થઇ જશે. ટૂ-ઇન વન નું કામ કરનાર આ સ્ટીમ રૂમમાં શાવરની સુવિધા હોય છે. તેમાં તમે હેન્ડ શાવરથી લઇને બોડી સ્પ્રેનો પણ આનંદ માણી શકો છો.

બાથ ટબ

ફ્રી સ્ટેન્ડીંગ અને સ્પા સ્પેશિયલ બાથ ટબ ખૂબ જ સરળતાથી મળી જાય છે. જો તમે તમારા બાથરૂમમાં વૂડન થીમ પસંદ કરી હોય તો તેના માટે ફ્રી સ્ટેન્ડીંગ બાથ સૌથી બેસ્ટ રહેશે.

 

રેન શાવર્સ

પ્રેશર શાવરની સરખામણીમાં હવે રેન શાવર્સ વધારે ડિમાન્ડમાં છે. ક્યૂબિક શાવર હોય કે પછી પાર્ટીશનવાળું બાથ સ્પેશ, રેન શાવર્સની વાત જ અલગ છે. તેની સાથે જો તમે ઇચ્છો તો ડાયવટર્સ લગાવી શકો છો, જેનાથી પાણીનો ફ્લો એકસરખો જળવાઇ રહે.

એક્સેસરીઝ

ફિક્સચર્સ પછી બાથરૂમને લક્ઝરી ટચ એક્સેસરીઝથી જ મળે છે. તમારી સ્પેસ અને પસંદગી પ્રમાણે ગ્લાસ, લેધર કે પછી ફાઇબર બેઝ્ડ મટિરીયલ એક્સેસરીઝથી બાથરૂમને સજાવી સકાય છે. તે સિવાય અન્ય એક્સેકરીઝ બ્રાન્ડ પ્રમાણે પસંદ કરી શકો છો. એક વકત તમે તમારા અંદાજ પ્રમાણે બાથરૂમ તૈયાર કરાવી લો પછી તેને કમ્પલીટ ટચ આપવા માટે કેન્ડલ્સ, ફ્રેગરન્સ અને ઇન્ડોર પ્લાન્ટ્સનો ઉપયોગ કરવો પણ ભૂલતા નહીં.

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment