સલમાન ખાનની આગામી ફિલ્મ દબંગ 3 માં એકવાર ફરીથી સોનાક્ષી સિંહા રજ્જોના પાત્રમાં જોવા મળશે. સોનાક્ષી સિંહા ફિલ્મ દબંગ થી લઈને દબંગ 3 સુધી જોડાયેલી રહી છે. દસ વર્ષ પહેલા સોનાક્ષી સિંહાએ ફિલ્મ દબંગ થી બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી. જેમાંથી તેમની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઈ, તો કેટલીક નિષ્ફળ પણ રહી હતી. પરંતુ સોનાક્ષી પોતાની એક્ટિંગ કરિયર થી ખુશ છે. હવે તે આ સિરીઝની ફિલ્મનો હિસ્સો બની ગઈ છે. દબંગ ૩ તેમની કરિઅર ની 25મી ફિલ્મ છે. જેને લઇને તે ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ તેમની સાથે ફિલ્મ અને કરીઅરને લઈને થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું કે દબંગથી દબંગ 3 સુધીની અને બોલિવૂડની તેની જર્ની કેવી રહી. તેમજ સલમાન ખાન સાથે કામ કરવાથી તેમની પાસે શું શીખવા મળ્યું. ઉપરાંત શું તે ભવિષ્યમાં પોતાના પિતા શત્રુઘ્ન સિન્હા સાથે કોઈ ફિલ્મમાં જોવા મળશે ખરી. સોનાક્ષી સાથે થયેલી વાતચિત.

સોનાક્ષી માટે 2019નું વર્ષ કેવું રહ્યું.

મારી આ વર્ષે ત્રણ ફિલ્મો મિશન મંગલ, ખાનદાની શફાખાના અને કલંક રિલીઝ થઈ હતી. આ દરેક ફિલ્મોને દર્શકોએ પસંદ કરી છે, અને હવે દબંગ 3 રિલીઝ થવા જઈ રહી છે. જે સુપરહીટ રહેશે તેવી પૂરપૂરી શક્યતા છે. આ વર્ષે મેં જે પણ ફિલ્મો કરી તે દરેક ફિલ્મનું જોનર એકબીજાથી અલગ રહ્યું છે. એક કલાકાર તરીકે મને આ ફિલ્મોમાં કામ કરવાથી સંતોષ મળ્યો છે. મારી કરિયરની દ્રષ્ટિએ આ વર્ષ મારા માટે ખૂબ જ સારું રહ્યું.

તમારી ડેબ્યૂ ફિલ્મ દબંગ હતી અને હવે તમે દબંગ 3 નો પણ એક ભાગ છો ફિલ્મી કરિયર ના ૧૦ વર્ષ અને શરૂઆતથી અંત સુધી શરૂઆતથી અત્યાર સુધી કઈ રીતે જુઓ છો.

મારી એક્ટિંગ કરિયર દબંગથી શરૂ થઈ હતી.  શરૂ શરૂઆતમાં હું ખૂબ શાંત અને ઇન્ટ્રોવર્ટ યુવતી હતી. દબંગના શૂટીંગ વખતે મારી શરૂઆત હતી, પણ કામ કરતા કરતા હું શીખતી ગઈ. દબંગના શૂટીંગ ના સમયે સલમાન ખાને મારી ખૂબ મદદ કરી હતી. મને મોટીવેટ પણ કરી હતી. ફિટનેસ પર પણ વર્કઆઉટ કરાવ્યું. આ બધી બાબતો મને આગળ જતાં ખૂબ કામ લાગી. હવે દબંગ 3 રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે તે મારી 25મી ફિલ્મ છે અને મારી કરીઅરને દસ વર્ષ પુરા થયા છે. આ દસ વર્ષમાં હું એક કોન્ફિડન્ટ એક્ટ્રેસ બની ચૂકી છું. દસ વર્ષમાં એક કલાકાર તરીકે હું ખૂબ શીખી છું. અત્યાર સુધીમાં મારું પરફોર્મન્સ લેવલ કેટલું વધ્યું છે, તે તો દર્શકો જ કહી શકશે. પણ હું મારી જર્ની ને ખૂબ જ અમેઝિંગ ગણું છું.

તમને દબંગ ની સિરીઝમાં સલમાન ખાન સાથે ત્રણ વખત કામ કરવા મળ્યું. તેમની પાસેથી શું શીખ્યા.

સલમાનખાનના કરીયરને 30 વર્ષ થઇ ગયા છે. તે ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત ડાન્સ, એક્ટિંગ, સ્ટેજ શોઝ બધું જ કરે છે. તે એક ઓલરાઉન્ડર સ્ટાર છે. હું તેમની પાસેથી ઘણું બધું શીખી છું. સલમાન એક ટ્રેઇન્ડ ડાન્સર નથી, પરંતુ તેમના ડાન્સની દરેક અદા તેમને ખાસ બનાવે છે. ખૂબ જ સરળ સ્ટેપ ને પણ તે ખૂબ એન્જોય કરે છે. મેં ડાન્સમાં તેમનું બિન્દાસપણું જોયું છે. હું તેમની પાસેથી શીખી છું કે ડાન્સ સ્ટેપ પરફેક્ટ ન હોય તો પણ તેને એન્જોય કરવા જોઈએ. તેમની દેખાદેખીમાં જ હું પણ ડાન્સને એન્જોય કરવાનું શીખી છું.

સલમાન ખાનની કઈ વાત તમને ઇમ્પ્રેસ કરે છે.

સલમાન ખાનને ખબર છે કે તેમના વિશે કેટલાક લોકો સારુ અને ખરાબ બોલતા રહે છે પરંતુ તે પોતાના કામ અને પરિવારથી ખુશ રહે છે. તેમણે જીવનમાં નિષ્ફળતા પણ જોઈ છે પરંતુ તે જેટલી વાર પડ્યા છે તેનાથી બે ગણા ઝડપથી આગળ પણ વધ્યા છે અને ઉંચાઈએ પહોંચ્યા છે. આજે પણ તેમનું સ્ટારડમ જળવાઈ રહ્યું છે. પરંતુ તે ખૂબ જ સામાન્ય વ્યક્તિ તરીકે રહે છે. મને તેમની આ વાત ખૂબ ઈમ્પ્રેસ કરે છે.

ફિલ્મમાં તમારા પાત્ર સાથે કેટલા કનેક્ટેડ છો.

આ ફિલ્મમાં હું રજ્જો ના પાત્ર માં છું અને તેની એક જ વાત સાથે રીલેટ કરું છું.  હું દબંગ છું અને એ પણ દબંગ યુવતી છે. મને જે પણ વાત ખોટી લાગે છે કે ખટકતી હોય તો હું સામેવાળાના મોં પર કહી દઉં છું. રજ્જો ના પાત્રમાં અને જીવનમાં કેટલીક એવી વાતો છે જેની સાથે હું રિલેટ કરી શકતી નથી. રજ્જોના જીવનમાં જે પણ બન્યું છે તે મારી લાઇફમાં અત્યાર સુધી બન્યું નથી. તેથી રજ્જો અને હું ઉત્તર-દક્ષિણ જેવા છીએ.

તમે તમારા પિતા શત્રુઘ્ન સિન્હા સાથે ફિલ્મમાં ક્યારેય જોવા મળશો.

હું અને મારા પિતા આવી ફિલ્મની જ રાહ જોઈ રહ્યા છીએ. અમે બંને એક એવી દમદાર સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ, જેમાં અમારા બંનેના પાત્ર ખૂબ જ સ્ટ્રોંગ હોય. જોઈએ કે એ સમય ક્યારે આવે છે.

સોનાક્ષીની એક્ટિંગ સિવાય શું હોબી છે.

એક્ટિંગ સિવાય મને પેઈન્ટિંગ કરવું ખૂબ ગમે છે. તમે મારા ઘરે આવીને જ્યારે પણ જોશો મેં ઘણી બધી પેઇન્ટિંગ બનાવેલી છે જે તમને જોવા મળશે. હું તે પેઇન્ટિંગ્સ મારા મમ્મી પપ્પા ને ગિફ્ટ કરું છું. હું કેનવાસ પર ક્યારેક ઓઇલ પેઇન્ટિંગ તો ક્યારેક સ્કેચ બનાવું છું. ક્યારેક પ્રાણીઓ તો ક્યારેક એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કરું છું. જે સમયે જેવો મૂડ હોય તે પ્રકારની પેઇન્ટિંગ કરું છું. મારા માટે પેઇન્ટિંગ સ્ટ્રેસ બસ્ટર જેવું છે.

હવે પછી કઈ ફિલ્મોમાં જોવા મળશો.

હું અજય દેવગન સાથે ફિલ્મ ભુજ કરી રહી છું. જે એક બાયોપિક ફિલ્મ છે. ભારત પાકિસ્તાન ના યુદ્ધ સમયે ભુજમાં રહેતી એક મહિલા સુંદરબેન જેઠાએ પોતાની બુદ્ધી અને મહેનતથી 300 જેટલી મહિલાઓને ભેગી કરીને એક રન-વે બનાવ્યો હતો. હું ફિલ્મમાં સુંદરબેન જેઠા નું પાત્ર ભજવી રહી છું. થોડા જ સમયમાં આ ફિલ્મનું શૂટિંગ ભુજમાં શરૂ થશે. આ ઉપરાંત કેટલીક અન્ય ફિલ્મો 2020 માં કરીશ તેના માટે તમે તૈયારી રાખજો.

Loading

Spread the love

Leave a Comment