દરવાજાના હેન્ડલ હવે ફક્ત દરવાજો ખોલવા કે બંધ કરવાના ઉપયોગ માટે જ રહ્યા નથી પરંતુ હવે તે એક એવા હાર્ડવેર તરીકે ઓળખાય છે કે એન્ટ્રી ગેટથી લઇને તમારા બેડરૂમ, ડ્રોઇંગરૂમ, કિચન અને બાથરૂમના દરેક દરવાજાની સજાવટમાં આકર્ષણ ઊભુ કરી દે છે. તેને લોકો દરવાજાના હેન્ડલના બદલે હવે ડોરનોબ્સના નામથી વધારે ઓળખે છે.

ડિઝાઇનર ડોર નોબ્સ (દરવાજાના હેન્ડલ્સ) આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડમાં જોવા મળે છે. જે તમારા ઘરના દરવાજાની સાથે તમારા ઘરને પણ આકર્ષક લુક આપશે. ઇન્ટિરીયરની દ્રષ્ટિએ જોઇએ તો આજે તે એક મહત્વનો ભાગ ગણાવા લાગ્યો છે. હવે તો બજારમાં લોકવાળા ડોરનોબ્સથી લઇને લોક વગરના ડિઝાઇનર ડોરનોબ્સ પણ મળી રહે છે. તમે એવા પણ કોઇ ડોર નોબ્સ પસંદ કરી શકો છો, જેમાં ઇનબિલ્ટ લોકની સુવિધા હોય છે.

દરેક દરવાજા માટે અલગ ડોર નોબ

તમે ઘરની અન્ય સજાવટની જેમ ઘર માટે ડોર નોબને પણ તેમાં મહત્વનું સ્થાન આપી શકો છો. જો તમે ઘરની સજાવટને લઇને ચૂઝી હો તો હંમેશા થીમ પ્રમાણેના જ નોબની પસંદગી કરો. એન્ટિક ડોરથી લઇને ડમી ડોર વગેરેની વિશાળ રેન્જ તમને બજારમાં મળી રહેશે. નોબની પસંદગી કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા ઘરનો પ્રવેશદ્વાર જ તમારા લિવિંગ અને લાઇફસ્ટાઇલને દર્શાવે છે. તેથી પ્રવેશદ્વાર પર થોડો મોટો અને શાનદાર નોબ હોવો જોઇએ. તેના માટે તમે બ્રાસ, સિલ્વર, ગોલ્ડ અથવા બ્લેક નિકલ ફિનિશવાળા પર પસંદગી ઊતારી શકો છો. તેના હેન્ડલમાં જ લોક લગાવવામાં આવેલા હોય છે. જો તમારા દરવાજામાં લોકની સુવિધા અલગથી હોય તો તમે કોઇ ડેકોરેટીવ નોબ પસંદ કરી શકો છો. સૌથી બેસ્ટ ક્વોલિટીના મોર્ડન ડેકોરેટીવ હેન્ડલની કિંમત 1600 રૂપિયાથી લઇને 20,000 સુધીની હોય છે.

પ્રવેશદ્વાર પછી તમે તમારા બેડરૂમ, કિચન અને બાથરૂમના દરવાજાને ધ્યાનબાર કરી શકો નહીં. ઘરની અંદરના દરવાજાઓ માટે એવા પ્રકારના નોબની પસંદગી કરો, જે ઘરના ઇન્ટિરીયર સાથે મેચ થઇ શકતા હોય. સ્ટોનના નોબથી લઇને મેટલના ડિઝાઇનર નોબ મળી રહે છે. તેમાં તમે સિલ્વર કે ગોલ્ટનું ફિનિશિંગ પણ લઇ શકો છો. ફાઇબરના નોબ સસ્તા હોય છે પણ તેના પરનું કોટીંગ અને ફિનિશિંગ પાણી પડતાની સાથે જ ઊતરવા લાગે છે.

ગોલ્ડ અને સિલ્વર એવી મેટલના શેડ્સ છે જે સામાન્ય રીતે દરેક પ્રકારના દરવાજા સાથે મેચ થાય છે. અંદરના રૂમના દરવાજા માટે મુરાનો ગ્લાસ નોબ પણ ફેન્સી ઓપ્શન છે. તેનાતી દરવાજાની ચમક વધી જાય છે. આવા પ્રકારના હેન્ડલ મોટાભાગે 1500 રૂપિયાથી લઇને 12,000 સુધીની કિંમતમાં મળી રહે છે. ચમકદાર મુરાનો ગ્લાસ નોબ અથવા ક્રિસ્ટલના નોબ તમને 300 રૂપિયાથી લઇને 4000 રૂપિયાની કિંમતમાં સરળતાથી મળી રહેશે.

ડોરનોબની ડિઝાઇન્સ

આજે દરેક સજાવટની વસ્તુમાં ડિઝાઇન અને લુક સૌથી વધારે મહત્વના બની ગયા છે. તેવામાં તમારે અલગ અલગ સાઇઝ, આકાર, મટીરીયલના ડોર નોબ મળી જશે. જે દરેક રીતે યુઝર ફ્રેન્ડલી પણ હોય છે. જ્યારે તમે તમારા મનગમતા દરવાજા માટે હેન્ડલી પસંદગી કરો છો, તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

  • ધારદાર કિનારી કે હાથમાં વાગી જાય તેવા ડોરનોબ ક્યારેય પસંદ કરવા નહીં.
  • તેનો આકાર એવો હોવો જોઇએ જે સરળતાથી પકડી શકાય.
  • કોઇ લપસી જાય તેવા પ્રકારના મટીરીયલનું કોટીંગ ન હોવું જોઇએ.

ડોર નોબ મટીરીયલ

મટીરીયલની જો વાત કરવામાં આવે તો હવે કિંમતના આધારે નોબ અલગ અલગ મટીરીયલમાં મળી રહે છે. જેમાં વ્હાઇટ મેટલ ફિનિશ નોબ, ક્રોમ પ્લેટિડ નોબ, બર્નિશ્ડ ગોલ્ડ ફિનિશ નોબ, બ્રાશ નોબ, આર્યન નોબ, સેટિન નિકલ નોબ.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment