પ્રતિભાશાળી અને દેખાવડો અભિનેતા કરણ ગોડવાની હાલમાં સોની સબ પર નવા શો ટીવી, બીવી ઔર મૈમાં જોવા મળી રહ્યો છે. આ પહેલા તે જુગ્ની ચલી જલંદરમાં તેના પાત્રથી ખૂબ લોકપ્રિય થયો હતો. કરણ હાલની તેની સિરિયલમાં કુશલનું રસપ્રદ પાત્ર ભજવી રહ્યો છે, જે અભિનેતા છે અને રાજીવની ડેઈલી સોપ બિંદિયા, શૃંગાર એક સુહાગન કામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. કુશલ અભિનેતા છે, જેને મુખ્ય ભૂમિકા તો મળે છે, પરંતુ તેમાં તેના ડાયલોગ બહુ ઓછા રખાય છે. વળી, તેની સામે મુખ્ય સ્ત્રી પાત્ર બિંદિયાના ડાયલોગ વધુ છે. આથી તે નિરાશ છે. ટીવી, બીવી ઔર મૈના કરણ ગોડવાની ઉર્ફે કુશલ સાથે આ નિમિત્તે કરાયેલી સંક્ષિપ્ત ગોષ્ઠિ.

એક અભિનેતા શોમાં અભિનેતાની જ ભૂમિકા ભજવી રહ્યો છે તો કેવું લાગે છે?

જે રીતે આ શોમાં જોઇ રહ્યા છીએ એટલું તે પાત્ર ભજવવું સરળ નથી. હું અભિનેતા છું અને સિરિયલમાં પણ અભિનેતાની ભૂમિકા ભજવી રહ્યો છું, પરંતુ તેમાં શેડ અલગ છે. ઉપરાંત મારે કોમિક ટાઈમિંગને જોડવાનું પણ છે. હું એક એવા અભિનેતાની ભૂમિકા ભજવી રહ્યો છું, જે શો બિંદિયા, શૃંગાર એક સુહાગન કા માં મુખ્ય પાત્ર ભજવે છે, પરંતુ તેને ખરેખર તેને શોમાં અભિનય કરવા અને ડાયલોગ બોલવાનું પણ મળતું નથી. આથી સેટ પર ગતકડા કરીને તે બધાનું ધ્યાન દોરવા માગે છે. આથી મારે મારા આ પાત્ર વિશેની વિગતો શીખવી પડે છે. હું એવા અભિનેતાની ભૂમિકા ભજવી રહ્યો છું જે મારી પર્સન લાઇફ સાથે મળતો આવતો નથી.

કોમેડી તમને કેવી લાગે છે?

કોમેડી એક કલાકાર એકલો કરી શકતો નથી. આમાં ટીમનો પણ પ્રયાસ છે અને દેખીતી રીતે જોઇએ તો આ એક જણનો શો નથી. દરેક વ્યક્તિ તેમાં સંકળાયેલી હોય છે. બધા જ કલાકારો દર્શકોના ચહેરા પર સ્મિત અને હાસ્ય લાવવા માટે તેમની ભૂમિકા ભજવી રહ્યા છે. દર્શકો આજકાલ બહુ સ્માર્ટ બની ગયા છે અને તેઓ ફક્ત સારી કોમેડી જ જોવા માગે છે. ઉપરાંત સોની સબ કોમેડી શોમાં આગેવાન છે અને તેઓ તેમને શું જોઈએ છે એ સારી રીતે જાણે છે, જેથી કલાકાર તરીકે તેના બધા સહ કલાકારો સાથે ઉત્તમ ટાઈમિંગ વિના કોમિક ભૂમિકા ભજવવાનું આસાન નથી.

સોની સબ પર પુનરાગમન કેવું લાગે છે?

મેં સોની સબ પર જુગ્ની ચલી જાલંધર સાથે ટેલિવિઝન પર મારી કારકિર્દી શરૂ કરી  હતી, જેથી તેઓ કઈ રીતે કામ કરે છે તે હું જાણું છું. મને તેમની જોડે બહુ જ અનુકૂળ લાગે છે. સબ ટીવી માટે હું કશું પણ કરતો હોઉં ત્યારે મારું તેઓ ખૂબ ઉમળકાભર્યું સ્વાગત કરે છે. હું જાણું છું કે મારી ભૂલ થાય તો પણ આ લોકો મને સંભાળી લેશે.

તમે ફિકશન અને કોમેડી શોમાંથી કયો પ્રકાર વધુ પસંદ કરો છો?

હું કોઈ પ્રકારને અગ્રતા આપતો નથી. કલાકાર તરીકે હું સદાબહાર રહેવા માગું છું, જેથી લોકો કહી શકે કે હું બધી ભૂમિકામાં બંધ બેસું છું. જોકે મને કોમેડી ભૂમિકાઓ ગમે છે, કારણ કે મારે રડવું પડતું નથી અને દરેક વખતે આંખોમાંથી આંસુ લાવવા માટે ગ્લીસરિનનો ઉપયોગ કરવો પડતો નથી. કોમેડી અત્યંત હળવીફૂલ છે અને દિવસને અંતે તમને ખુશ કરે છે.

પોતાના વિશે તમે સૌથી સારી કોમેન્ટ કઇ મેળવી છે?

લોકો મારી પાસે આવીને મને કહે છે કે મારા પગ બહુ સુંદર છે. કોઈ પણ દશ્યમાં ખુલ્લા પગે ચાલવામાં મને અમુક વાર શરમ આવે છે. જેમની સાથે મેં કામ કર્યું છે, એવા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ મને કહ્યું છે કે મારા પગ બહુ સુંદર છે. ખરેખર છોકરાઓ તમને તમારા પગ વિશે શુભેચ્છા આપે ત્યારે હાસ્યસભર બની જાય છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment