ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનાર મીઝાન જાફરી ફિલ્મ મલાલથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. મલાલ ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચામાં છે. જે સંજય લીલા ભણસાલીએ પ્રોડ્યુસ કરી છે. જેનું ડિરેક્શન મંગેશ હડવલેએ કર્યું છે. ફિલ્મની વાર્તા 1998ના મુંબઇ શહેરની છે. જેમાં એક મહારાષ્ટ્રીયન યુવક અને ખૂબ સ્પષ્ટવક્તા એવી ઉત્તર ભારતીય યુવતીની વાર્તા છે. આ ફિલ્મમાં મીઝાન જાફરીએ નીમ્ન મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન પરીવારના યુવક શીવા મોરેનું પાત્ર ભજવ્યું છે. મીજાન ને અભિનય વારસામાં મળ્યો છે. બોલિવૂડના એક સમયના જાણીતા કોમેડીયન જગદીપના પૌત્ર અને જાવેદ જાફરીના મોટા પુત્ર છે. હાલમાં જ તેમની ફિલ્મ વિશે, આ ફિલ્મનો ભાગ તેઓ કેવી રીતે બન્યા, ફિલ્મમાં મીઝાનનું પાત્ર શું છે અને રીયલ લાઇફમાં તેમને કઇ વાતનું મલાલ છે, તે તેમની પાસેથી જાણીયે.

ફિલ્મી ફેમીલીના હોવાના કારણે ફિલ્મી દુનિયામાં આવવાનું થયું છે.

હા, ઘરમાં ફિલ્મનું વાતાવરણ હોય તો તમને એમાં જ રસ પડે છે. મારા દાદા જગદીપની બોલિવૂડમાં પોતાની એક અલગ ઇમેજ રહી છે. પિતા જાવેદ જાફરીએ પણ એક્ટિંગમાં સારું નામ કર્યું છે. તેની અસર મારા દિલો-દિમાગ પર થાય તે સ્વાભાવિક છે. અજાણતા જ મારા મનમાં ફિલ્મોમાં કાર કરવાની ઇચ્છા થઇ ગઇ. જોકે ફિલ્મોમાં જોડાવા પાછળનું સાચું કારણ તો સંજય લીલા ભણસાલી સર છે. એક દિવસ અચાક મારી મુલાકાત સંજય સર સાથે થઇ અને તેમણે મને એક્ટિંગ કરવા માટે કહ્યું. તેમણે જ મને કહ્યું કે તેઓ મને તેમના બેનર હેઠળની ફિલ્મ દ્વારા લોન્ચ કરશે. તે સમયે પહેલીવાર મને વિચાર આવ્યો કે મારે એક્ટિંગ કરવી જોઇએ. બોલિવૂડના લોકપ્રિય ડિરેક્ટર જો મને કહેતા હોય તો તેનું મહત્વ રહેલું છે. આ પહેલા હું અમેરીકાની એક કોલેજમાં બિઝનેસનું ભણી રહ્યો હતો.

શું તમે એક્ટિંગની ટ્રેનિંગ લીધી છે.

સંજય સરે મારા પેરન્ટ્સને બોલાવીને વાત કરી. મારા પપ્પાએ સંજય સરને કહ્યું કે, મારા દિકરાને તમે લોન્ચ કરી રહ્યા છો, તેનો તેમને આનંદ છે પણ તેઓ ઇચ્છતા હતા કે હું પહેલા કોલેજ પૂરી કરું. તે પછી જ એક્ટિંગ શરૂ કરું. સંજય સરે ત્રણ વર્ષ માટે ફિલ્મને અટકાવી દીધી અને હું ફરી અમેરીકા જતો રહ્યો. ત્યાં ગયા પછી મને ભણવામાં રસ પડ્યો નહીં અને મેં પપ્પાને ફોન કરીને કહ્યું કે, મને ફિલ્મ સ્કુલ જોઇન કરવાની ઇચ્છા છે. ખૂબ લાંબી ચર્ચા પછી પપ્પાએ મને તેના માટે હા પાડી. તેમણે મને સલાહ આપી કે હું કેમેરામેન, ફિલ્મ એડિટીંગ અથવા ડીરેક્શનની ટ્રેનિંગ લઉં.

હું જ્યારે વીસ વર્ષનો થવાનો હતો ત્યારે મેં અમેરીકાના ન્યુયોર્ક શહેરમાં સ્કુલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સમાં એડમિશન લીધુ. ચાર વર્ષનો કોર્ષ હતો પણ બે વર્ષ ભણ્યા પછી પપ્પાને જણાવ્યા વિના જ ભણતર છોડીને મુંબઇ પાછો આવી ગયો. તે સમયે મને મારી દોસ્ત શર્મીન પાસેથી જાણવા મળ્યું કે સંજય સર પદ્માવત શરૂ કરવાના છે. તે સમયે મને વિચાર આવ્યો કે સંજય સરની સાથે કામ કરીને હું પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવી શકું છું. અહીં આવ્યા પછી મેં સંજય સરની સાથે ફિલ્મ પદ્માવતના સેટ પર એક વર્ષ સુધી કામ કર્યું. તે મારી પાસે રીહર્સલ કરાવતા અને મને મારી ભૂલો સમજાવતા હતા. આ રીતે તેમની સાથે રહીને મારી એક્ટિંગની બેસ્ટ ટ્રેનિંગ પણ થઇ ગઇ. હું ફિલ્મ પદ્માવતમાં આસીસ્ટન્ટ ડિરેક્ટર પણ હતો.

ફિલ્મ મલાલ વિશે કઇક જણાવો.

આ ફિલ્મની વાર્તા ચાલીમાં રહેતા એક લોઅર મીડલ ક્લાસ પરિવારના યુવક શીવાની છે. શીવામાં ઘણી બધી આવડત છૂપાયેલી છે. હોશિયાર છે પણ તે પોતાનામાં છૂપાયેલી પ્રતિભાને યોદ્ય દિશા તરફ લઇ જઇ શકતો નથી. આવા ઘણા યુવકો છે, જે પોતાની યોગ્યતાને  સાચી દિશા તરફ વાળી શકતા નથી. તે પોતાના જીવનના એવા રસ્તા પર ઊભો છે, જ્યાંથી તે સાચી અથવા ખોટી દિશા તરફ જઇ શકે છે. તમે ઘણીવાર જોયું હશે કે આપણા દેશમાં પોલીટીશિયન, બીજા પ્રકારના લોકો આવા યુવકોના બ્રેઇન વોશ કરીને તેમની પાસે પોતાની મરજી પ્રમાણેના કામ કરાવે છે. આવું જ શીવા સાથે પણ છે પણ જ્યારે તેના જીવનમાં આસ્થા ત્રિપાઠી નામની યુવતી આવે છે, તો બધુ જ બદલાઇ જાય છે. આસ્થા એને સમજાવે છે કે શીવાના માતા-પિતા તેની પાસેથી શુ ઇચ્છે છે અને તે શું કરી રહ્યો છે. તે સમજાવે છે કે તે હોસિયાર છે અને તેનામાં આવડત પણ છે. તે એનું જીવન બદલી નાખે છે. શીવાને આસ્થા સાથે પ્રેમ  થઇ જાય છે. જોકે આસ્થાને શીવા સાથે પ્રેમ નથી. ફિલ્મની ટ્રીટમેન્ટ ખૂબ કમાલની છે. દર્શકોને તે જરૂર ગમશે.

તમારા પાત્ર માટે કેટલી તૈયારી કરી.

મારા પાત્ર માટે મરાઠી ભાષા શીખી, બાઇક ચલાવતા શીખ્યો. મહારાષ્ટ્રીયન લોકોની રહેણીકરણી, ખોરાક, તેમની તકલીફો વિશે જાણ્યું. ડિરેક્ટર મંગંશ મને મહારાષ્ટ્રના એવા વિસ્તારોમાં લઇને ગયા હતા જ્યાં મરાઠી લોકો વધારે રહેતા હોય. તેનાથી મને મારા પાત્ર માટે ઘણી મદદ મળી હતી.

ફિલ્મનું ટ્રેલર જોઇને તમારા પેરન્ટ્સનું શું રીએક્શન હતું.

જે દિવસે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું તે દિવસે મારો આખો પરિવાર હાજર રહ્યો હતો. મારા પેરન્ટ્સ માટે તે ખૂબ ઇમોશનલ મુવમેન્ટ હતી. તેમની આંખમાં ખુશીના આંસુ હતા અને તેમને જોઇને હું પણ ઇમોશનલ થઇ ગયો હતો.

કેવા પ્રકારના પાત્ર કરવાની ઇચ્છા છે.

પડકારરૂપ પાત્ર કરવા ગમશે. મને થ્રિલર, કોમેડી દરેક પ્રકારની ફિલ્મો કરવાની ઇચ્છા છે.

જીવનમાં કોઇ વાતનું મલાલ (પસ્તાવો) છે.

અંગત જીવનમાં પસ્તાવો છે પણ અને નથી તેમ કહી શકું. મેં અમેરીકામાં મારું બેઝનેસ સ્ટડી કેમ પૂરું ન કર્યું. ઘણીવાર જીવન જીવતા હોઇએ પણ કેટલીક વાતોનો અફસોસ રહી જતો હોય છે. સમય વિતતો જાય તેમ સમજાય છે કે જે થયું તે સારું થયું. પોતાની ઇચ્છાનું મનનું કામ કરવા માટે તેને છોડ્યું તે ખોટું નહોતું. જે થયું તેના કારણે જ કદાચ આજે હું આ સ્થાન પર પહોચ્યો છું. હું માનું છું કે જીવન જે રીતે ચાલી રહ્યું હોય તેને ચાલવા દેવું જોઇએ. તેને તે રીતે સ્વીકારી લેવું જોઇએ. જીવનમાં કોઇ પણ વાતને લઇને અફસોસ કે દુખ રાખવું જોઇએ નહીં.

 

 

Loading

Spread the love

Leave a Comment