અમુક મૈત્રી પવિત્ર હોય છે. આ જોડાણ આપણને આગળ વધારતું રહે છે અને આવા બે અત્યંત પ્રતિભાશાળી પીઢ કલાકારો દેવેન ભોજાણી અને પરેશ ગણાત્રા વચ્ચે મૈત્રી ઉત્કૃષ્ટ દાખલો બેસાડે છે. આ બંને હાલમાં સોની સબ પર ભાખરવડીમાં જોવા મળી રહ્યા છે, જેમાં તેઓ એકબીજા સામે સ્પર્ધા કરતા બે ભાખરવડીના દિગ્ગજોની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ અસલ જીવનમાં તેઓ મનોરંજન દુનિયામાં તેમનો પ્રવાસ શરૂ કર્યો તેની પણ પૂર્વે કોલેજના સંગાથી છે.

પરેશ ગણાત્રા સાથે પહેલાના દિવસોની યાદ કરતાં દેવેન ભોજાણી કહે છે, પરેશ કોલેજમાં મારો સિનિયર છે અને બહુ જ લોકપ્રિય છે. હું હંમેશાં તેની પર આધાર રાખતો અને આજે પણ તેવું જ કરું છું. ટૂંક સમયમાં જ અમે બંને સારા મિત્રો બની ગયા. અમારી આંતરકોલેજ નાટ્ય સ્પર્ધામાં પ્રથમ નાટક બોમન હતું, જે પછી અમારો માર્ગ એકત્ર થયો અને અમે ઘણાં બધાં કોલેજનાં નાટકો, વ્યાવસાયિક નાટકો અને ટીવી શો એકત્ર કર્યા. બા બહુ ઔર બેબીમાં અમે ઓન-સ્ક્રીન ભાઈ હતા. આ શો બહુ લાંબો ચાલ્યો હતો. આજે પાછળ વળીને જોઉં છું ત્યારે અમે અસલ જીવનમાં પણ ભાઈ જેવા જ છીએ એ કહેવામાં ગૌરવની લાગણી થાય છે. પરેશ ગણાત્રા વધુમાં ઉમેરે છે, મને લાગે છે કે હું અને દેવેન એકસાથે આગળ વધ્યા છીએ. અમારા કોલેજના દિવસોમાં અમે પૃથ્વી થિયેટરમાં પણ અમુક પ્રયોગાત્મક નાટકો કરતા હતા અને ત્યારથી અમે ઘણા બધા પ્રોજેક્ટો પર એકત્ર કામ કરવાનું ચાલુ રાખ્યું છે. અમારા પ્રવાસમાં અમે બંનેએ એકબીજાનું બહુ માર્ગદર્શન કર્યું છે અને એકબીજાને સૂચન કરવામાં આજે પણ અમે બિલકુલ ખચકાટ અનુભવતા નથી.

ભાખરવડીમાં કામ કરવાના અનુભવ વિશે બોલતાં પરેશ ગણાત્રા કહે છે, સોની સબ પર ભાખરવડી માટે દેવેન સાથે એકત્ર આવવાનો અનુભવ અદભુત રહ્યો છે. અમે બંને રોજ એકત્ર શૂટ કરી રહ્યા છીએ અને ભાખરવડીના સેટ્સ પર પાછા જવા હું બહુ ઉત્સુક છું.

દેવેન ભોજાણી ઉમેરે છે, પરેશ અને મેં ભાખરવડીમાં કામ કરીને ઉત્તમ સમય વિતાવ્યો છે. તે મારો બેસ્ટ ફ્રેન્ડ હોવા સાથે અદભુત કલાકાર પણ છે, જેથી કમ્ફર્ટ ઝોન છે અને મને કામ કરવામાં મદદ થાય છે. ભાખરવડીમાં અમે બહુ જ અલગ અલગ ભૂમિકા ભજવી છે. પરેશ ગુજરાતી પાત્ર મહેન્દ્ર ભજવી રહ્યો છે, જ્યારે હું મહારાષ્ટ્રિયન પાત્ર અણ્ણા ભજવી રહ્યો છે અને અમે મોટે ભાગે વિવિધ કારણોસર એકબીજા સાથે બાખડીએ છીએ. આથી અમારા સંબંધોમાં ઘણા બધા લેયર છે જે આ શોનો સૌથી સારો ભાગ છે. ઓફફ- કેમેરા અમે એકત્ર લંચ માણીએ છીએ અને ભરપૂર વાતો કરીએ છીએ. ભાખરવડીમાં આવવા પૂર્વે મને એક શોમાં પરેશને ડાયરેક્ટ કરવાનો મોકો મળ્યો હતો, જેમાં અમારાં સમીકરણ અલગ હતાં, પરંતુ અમે કમ્ફર્ટ ઝોનમાં છીએ અને અમારી વચ્ચે સંબંધ યથાવત છે. આજે હું શૂટ શરૂ થાય તે માટે ઉત્સુક છું, કારણ કે ભાખરવડીમાં અણ્ણાની ભૂમિકા ભજવવાની મજા આવી રહી છે અને તે સાથે મારા બેસ્ટ ફ્રેન્ડ પરેશને પણ મળવાનું થાય છે.

Loading

Spread the love

Leave a Comment