જીવનમાં દરેક વ્યક્તિ માટે પોતાની પહેલી કમાણીની લાગણી જ કંઇક અલગ હોય છે. તે અનુભવ અને અહેસાસ ક્યારેય વર્ણન કરી શકાય તેવો હોતો નથી. પહેલી કમાણી મળે ત્યારે જે આનંદ મળે છે, તે ક્યારેય ભૂલી શકાતો નથી. ટીવીના કેટલાક કલાકારો આવી જ રીતે પોતાના એ આનંદનું વર્ણન કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે પહેલી કમાણી તેમના હાથમાં આવી હતી. તે સમયે તેમને કેવા પ્રકારની લાગણી થઇ હતી.

અંશુલ ત્રિવેદી

સંગીતના કારણે પહેલી કમાણી કરવાની તક 2008માં નવરાત્રીમાં મીસ્ટર વિજુ શાહ સાથે મળી હતી. તે સમયે મને 25,000 રૂપિયા મળ્યા હતા. મારા માટે જે ખૂબ જ મોટી વાત હતી. મેં તે પૈસામાંથી 15,000 રૂપિયાનું હારમોનિયમ ખરીદ્યું હતું અને ઘરના દરેક સભ્યો માટે ગિફ્ટ લીધી હતી. 20 વર્ષની ઉંમરે જ મને પગભર થવાની તક મળી અને સંગીત દ્વારા મને આ પહેલી કમાણી થઇ તેનો આનંદ ખરેખર અદ્ભૂત હતો. તે સમયે એક કોલેજ જતા છોકરા માટે આ ખૂબ મોટી રકમ હતી. ખરેખર દુનિયાની સૌથી બેસ્ટ ફિલીંગ હતી.

શક્તિ અરોરા

મેં કરીયરની શરૂઆતમાં એક ટીવી શોમાં નાનકડો રોલ ભજવ્યો હતો. જોકે એ વાતનો અફસોસ છે કે તે શો ક્યારેય ઓન એર થયો જ નહીં. તે વાતનું મને ખૂબ જ દુખ થયું હતું. તે સિરિયલમાં મને રોલ ભજવવા માટે 600 રૂપિયા મળ્યા હતા. તે મારી પહેલી કમાણી હતી. મેં ઘરે આવીને તે રૂપિયા મારી મમ્મીને આપી દીધા. તેમને મેં કહ્યું કે આ રૂપિયાને સાચવીને મૂકી રાખે. મારી મમ્મીને આપેલી મારી પહેલી કમાણી આજેપણ તેણએ પોતાની પાસે સાચવીને રાખી છે. તેમણે આજેપણ તે 600 રૂપિયા ખર્ચ કર્યા નથી. ખેરખર, પહેલી કમાણી મળવાનો આનંદ અને તેને પોતાના માતા-પિતાને આપવાનો આનંદ જ કઇક અલગ હોય છે.

કૃતિકા કામરા

જ્યારે આપણે ભણતા હોઇએ છીએ તે સમયે જ કમાણી કરવાની ઇચ્છા થવા લાગે છે. તે સમયે પેરન્ટ્સ ફક્ત ભણવા પર જ ફોકસ કરવાનું કહે છે. મારી સાથે પણ આવું જ કઇક બન્યું હતું. હું જ્યારે શાળામાં ભણતી હતી ત્યારે મને લાગતું કે મારી પૈસા કમાવવા જોઇએ. મેં દસમાં ધોરણની પરિક્ષા આપ્યા પછી ઉનાળાના વેકેશનમાં નોકરી પણ કરી હતી. તે નોકરી માટે મને પાંચ હજાર રૂપિયા મળ્યા હતા. જ્યારે તે રૂપિયા મારા હાથમાં આવ્યા તો મારી પહેલી મહેનતની કમાણી જોઇને મને ખૂબ જ આનંદ થયો હતો. મેં તે બધા જ રૂપિયા મારી મમ્મીને આપી દીધા હતા. તે પૈસાને ખર્ચ કરવાનો વિચાર પણ મને આવ્યો નહોતો. તે સમયે ફક્ત પૈસા કમાવવાની વાત જ મગજમાં હતી, તેને ખર્ચ કરવા વિશે વિચાર્યું નહોતું.

સૌરભ રાજ જૈન

મારી પહેલી કમાણી 500 રૂપિયા હતી. ફક્ત 500 રૂપિયા જ. આજે આ પૈસા કોઇપણ વ્યક્તિ માટે ખૂબ જ નાની રકમ હોઇ શકે છે. જ્યારે મને આ મારી પહેલી કમાણી મળી તે સમયે મારા માટે આ રકમ ખૂબ મહત્વની અને મોટી હતી. મેં જ્યારે આ રૂપિયા કમાયા ત્યારે હું સ્ટુડન્ટ હતો. અગિયારમાં ધોરણમાં ભણતો હતો. તે સમયે મેં એક ફઓર્થ અને ફિફ્થ ક્લાસના વિદ્યાર્થીઓને ટ્યુશન આપ્યું હતું. તેમને એક મહિનો ભણાવ્યા પછી મને 500 રૂપિયા મળ્યા હતા. જ્યારે તે રૂપિયા મારા હાથમાં આવ્યા ત્યારે ખૂબ જ આનંદ થયો તો કારણકે તે મારી પહેલી કમાણી હતી. મેં તે રૂપિયા મારી મમ્મીને આપી દીધા અને તેમને તે પૈસા આપતી વખતે મને ખૂબ જ આનંદ થયો હતો. મમ્મીને પણ ખૂબ આનંદ થયો હતો.

ક્રિસ્ટલ ડિસૂઝા

મેં ખૂબ જ નાની ઉંમરથી ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું છે. તેથી મને મારી પહેલી કમાણી આ ઇન્ડસ્ટ્રીમાંથી જ મળી હતી. મેં એક સિરિયલમાં એક્ટ્રેસ તરીકેની ભૂમિકા ભજવી હતી. તેનું નામ મને હાલમાં યાદ નથી આવી રહ્યું. હા, એ યાદ છે કે તે પાત્ર માટે મને દોઢ લાખ રૂપિયા ફી મળી હતી. મેં તમને કહ્યું તમ કે તે સમયે હું ખૂબ નાની હતી અને મારા માટે દોઢ લાખ રૂપિયાની રકમ ખરેખરા અર્થમાં ખૂબ જ મોટી હતી. મેં તે પૈસાને ખર્ચ કર્યા નહોતા અને મારા પેરન્ટ્સના કહેવા મુજબ તેને બેંકમાં જમા કરાવી દીધા હતા. આ રીતે મેં મારી પહેલી કમાણીને બચાવી રાખી.

Loading

Spread the love

Leave a Comment