પિતા, પુત્રના પ્રથમ હીરો હોય છે. દરેક પિતા માટે પણ તેનો પુત્ર ગર્વ હોય છે અને કહેવાય છે કે જ્યારે પિતાના જોડા પુત્રના પગમાં આવતા થઇ જાય કે ખભે ખભો મિલાવતો થઇ જાય ત્યારે તે પુત્ર મટીને મિત્ર જેવો બની જતો હોય છે. જોકે આ હીરો મિત્ર પણ બની શકે? શું મૈત્રીનો પ્રયાસ પિતા અને પુત્રના જીવનને બગાડશે કે પછી સમૃદ્ધ બનાવશે? એક નવા જ વિષય અને નવા જ અભિગમ સાથે સોની સબની નવી સિરિયલ તેરા યાર હૂં મૈ હળવીફૂલ અને ભારતીય પરિવારની પાર્શ્વભૂમાં નવા યુગની આ મૂંઝવણને પહોંચી વળવા માગે છે. શોમાં સુદીપ સાહિર, રાજેન્દ્ર ચાવલા, શ્વેતા ગુલાટી, અંશ સિંહા, મેઘન જાધવ, જયા ઓઝા વગેરે જેવાં કલાકારો છે અને શો રાત્રે 9 વાગે સોની ચેનલ પર જોવા મળે છે.

શશી સુમીત પ્રોડકશન્સ દ્વારા નિર્મિત તેરા યાર હૂં મૈ જયપુરના બંસલ પરિવારના જીવન પર આધારીત છે, જે શો પરિવારમાં દરેક પેઢી પર ઉત્ક્રાંતિ પામતો સમય અને તેની અસરો પરથી પ્રેરણા લઈને બનાવાયો છે. રાજીવ (સુદીપ સાહિર) તેના પિતા, એટલે કે, પ્રતાપ બંસલ (રાજેન્દ્ર ચાવલા) સાથે મુક્ત અને મૈત્રીપૂર્ણ સંબંધ નહીં ધરાવવા માટે અફસોસ કરે છે, અને તેથી પોતાના પુત્ર ઋષભ (અંશ સિંહા) સાથે પણ સંબંધો આવા જ હોય તેવું ચાહતો નથી. આજના સમય સાથે ખભેખભા મિલાવી રાખવા અને પુત્રના જીવનનો હિસ્સો બનવા માટે ઉત્સુક તે અસલ અને વર્ચ્યુઅલ જીવનમાં પણ પુત્રનો મિત્ર બનવાનો અભિગમ લે છે. જોકે ઋષભ પિતાને મિત્ર બનાવવામાં ખચકાટ અને સંકોચ અનુભવે છે, જે રાજીવ માટે આંચકો હોય છે. ઋષભને પિતા માટે પ્રેમ અને આદર છે, પરંતુ તે તેટલા પૂરતું જ રાખવા માગે છે અને પોતાના જીવનમાં અંગત મિત્ર તરીકે પિતાને જોવા માગતો નથી.

શો દર્શકોને જકડી રાખશે. પુત્રને મિત્ર બનાવવાના પિતાના પ્રયાસને લીધે નીપજતાં ઘણાં બધાં પરિણામો ઘટનાઓ દ્વારા બધાને જોડે અને પ્રેરિત કરે છે, જે ઘટનાઓ દરેક સરેરાશ ભારતીય પરિવારોમાં બનતી હોય છે. શોની અદભુત વાર્તા પિતા- પુત્રના સંબંધો પર કેન્દ્રિત છે. તેરા યાર હૂં મૈ આધુનિક છતાં અત્યંત કન્ઝર્વેટિવ સરેરાશ ભારતીય પરિવારોનું ઉત્તમ સંયોજન છે.

રાજીવ બંસલની ભૂમિકા ભજવતા સુદીપ સાહિર કહે છે, હું ભારે રોમાંચિત છું, કારણ કે તેરા યાર હૂં મૈં ને લોકો પસંદ કરી રહ્યા છે. શો પરિવારના દરેક સભ્યને ગમે તેવાં બધાં યોગ્ય પાસાઓ ધરાવે છે, કારણ કે શોમાં ઘટનાઓ એક યા બીજા તબક્કે આપણા જીવનમાં અનુભવાઈ હોય તેવી છે. હું રાજીવનું પાત્ર ભજવી રહ્યો છું, જે ટીનેજ પુત્ર (ઋષભ)નો પિતા છે. સંપૂર્ણ શો પુત્ર માટે બિનશરતી પ્રેમ અને તેની સાથે યારી બનાવવા માટે મારા સતર્ક પ્રયાસો ફરતે વીંટળાયેલો છે. ઘટનાક્રમ એવો બને છે કે મારા પુત્ર સાથે મૈત્રી બનાવવાના મારા પ્રયાસો અને ઋષભની તેની સામે પ્રતિક્રિયાઓ દર્શકોને અર્થપૂર્ણ રીતે સહભાગી કરશે. આજના સમયમાં દરેક પિતા માટે જરૂરી પણ છે કે તે તેના પુત્ર સાથે મિત્ર બનીને રહે.

ઋષભ બંસલની ભૂમિકા ભજવતો અંશ સિંહા કહે છે, હું સોની સબ પર તેરા યાર હૂં મૈ નો હિસ્સો બનવાથી ખૂબ ઉત્સાહિત છું. હું શોમાં ઋષભનું મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યો છું, જે સ્વાભાવિક રીતે જ તેના પિતા તેને મિત્ર બનાવવા માગે છે ત્યારે તેમના આ સતર્ક પ્રયાસો પ્રત્યે નારાજ છે. આ શો અને મારા પાત્ર સાથે હું પોતાને સંપૂર્ણ જોડું છું, કારણ કે મારા વાલીઓ સાથે પણ મારે આવા જ મુદ્દાનો સામનો કરવો પડ્યો હતો. શો એક ટીનેજરના લાક્ષણિક મનના સંપૂર્ણ પ્રવાસે દર્શકોને બારીકાઈથી લઈ જશે અને હું ભારપૂર્વક માનું છું કે મારી ઉંમરના બધા આ શો જોશે ત્યારે પોતાને મારી સાથે જોડશે.

દદાસા ઉર્ફે પ્રતાપ બંસલની ભૂમિકા ભજવતો રાજેન્દ્ર ચાવલા કહે છે, હું સોની સબ પર તેરા યાર હૂં મૈ માં દાદાજી ઉર્ફે રાજીવના પિતાનું પાત્ર ભજવી રહ્યો છું. મને વિશ્વાસ છે કે શશી સુમીત પ્રોડકશન્સનો આ શો સોની સબના બધા ચાહકોને ગમશે. શો લાક્ષણિક ભારતીય પરિવારની સતત બદલાતી ગતિશીલતામાંથી પ્રેરણા લે છે, જે લાક્ષણિક રીતે શોને દર્શકો માટે ઉચ્ચ રિલેટેબલ બનાવે છે. શો જે રીતે લખાયો છે તે દર્શકો માટે અત્યંત રોમાંચક છે અને શોના સંપૂર્ણ પ્રવાસમાં એકેય કંટાળો આપનારી પળ નહી હોય તેની હું બાંયધરી આપું છું.

જાહન્વી બંસલની ભૂમિકા ભજવતી શ્વેતા ગુલાટીએ જણાવ્યું હતું કે, “સોની સબ પર તેરા યાર હૂં મૈ જયપુરમાં સ્થિત બંસલ પરિવારની વાર્તા છે. શો દર્શકોને પુત્ર સાથે વિશેષ જોડાણ બનાવવા માગતા પિતાના મજેદાર પ્રવાસે લઈ જશે. ઉપરાંત શો ઋષભને તેની માતા (હું) સાથેના ઉત્કૃષ્ટ સંબંધો અને બંસલ પરિવારમાં જીવન પર તે હકારાત્મક પ્રભાવ કઈ રીતે પાડે છે તેના પ્રવાસે પણ લઈ જાય છે. શો રિલીઝ થવાની મને ઉત્સુકતા છે, કારણ કે હું ખરા અર્થમાં માનું છું કે શો ચાહકોના મનમાં વિશેષ સ્થાન બનાવીને રહેશે.

Loading

Spread the love

Leave a Comment