રણવીર સિંહ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હાલમાં તેમના જીવનમાં ખૂબ આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. દિપિકા પાદુકોણ સાથેના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા. દિપિકાને ખૂબ જ પ્રેમ કરનાર રણવીર હવે તેની સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. જેની રણવીર લાંબા સમયથી રાહ હતી. તેઓ એક પળ માટે પણ દિપિકાથી દૂર રહેવા માગતા નથી. રણવીર પોતાની પર્સનલ લાઇફને લઇને જેટલા ગંભીર છે, તેટલા પોતાના કરિયર માટે પણ જોવા મળે છે. હવે તે પોતની ફિલ્મ ‘સિંબા’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે એક પોલીસ ઇન્સપેક્ટરના પાત્રમાં છે. હાલમાં તે પોતાની ફિલ્મના પ્રમોશનને વધારે મહત્વ આપી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે સારા અલી ખાન છે. ફિલ્મને રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પોતાના પાત્ર વિશે, રોહિત શેટ્ટી સાથે પહેલીવાર કામના અનુભવ વિશે અને દિપિકા વિશે ઘણી વાતો તેમણે કરી.

‘સિંબા’ વિશે શું કહેશો.

હું ફક્ત એટલું જ કહીશ કે ‘આલા રે આલા સિંબા આલા.’ આ ફિલ્મમાં જે પાત્ર ભજવ્યું છે, તેવું પહેલા ક્યારેય ભજવ્યું નથી. મને હંમેશાથી આ પ્રકારના રોલ કરવાની ઇચ્છા હતી. હું આવા જ પાત્ર અને પરર્ફોમન્સ જોઇને મોટો થયો છું. મારું એક સપનું હતું કે જે રીતે ફિલ્મ ‘સિંઘમ’માં અજય દેવગન સર ધમાકેદાર એન્ટ્રી લે છે, તે રીતે હું પણ ફિલ્મોમાં એન્ટ્રી કરું. આ સપનું ફિલ્મ ‘સિંબા’માં પૂરું થઇ ગયું.

ફિલ્મના ઇન્સપેક્ટરના પાત્ર માટે કેવી તૈયારીઓ કરવી પડી.

ઘણીબધી તૈયારીઓ કરી. એક દબંગ પોલીસ ઇન્સપેક્ટરનું પાત્ર ભજવવા માટે મહેનત કરી છે. સૌથી પહેલા ફિલ્મના લેખકને મળ્યો અને તેમનું વિઝન સમજ્યો, તે પછી રોહિત શેટ્ટીના પોઇન્ટને સમજ્યો, ફિલ્મની એક્ટ્રેસ સારાને પણ મળ્યો, જેથી તેમની એનર્જી અને સ્ટાઇલને સમજી શકું. અજય દેવગન સરથી પણ ઘણો ઇન્સપાયર થયો છું કારણકે આ રોલ માટે તેમની ફિલ્મ ‘સિંઘમ’ પણ ઘણીવાર જોઇ. આ ફિલ્મમાં મારા મરાઠી ડાયલોગ પણ ઘણા છે, તેથી તેની પણ તૈયારીઓ કરી હતી.

‘સિંબા’ની વાર્તા શેના પર આધારીત છે.

આ ફિલ્મમાં એક કરપ્ટ પોલીસ ઇન્સપેક્ટરની આજુબાજુ બનતી ઘટનાઓની વાત જોવા મળશે. તે બળાત્કાર કરનારા અપરાધીઓને માફ કરતો નથી. સિંબાનો જંગ આ અપરાધની વિરોધમાં જ છે. આ પહેલા પણ જેટલી ફિલ્મો પોલીસના પાત્રને લઇને બની છે, તે દરેક હિટ રહી છે કારણકે તેમાં સમાજને અને સિસ્ટમને બદલવાનો ખાસ મેસેજ આપવામાં આવ્યો છે. જ્યારે મેં અજય સરને ફિલ્મ ‘સિંઘમ’માં પોલીસના પાત્રમાં જોયા તો તેમનો ફેન થઇ ગયો. તેમના પાત્રની સ્ટ્રગલ, તેમની પાત્ર પ્રત્યેની મહેનત મારા દિલને સ્પર્શી ગઇ.

‘સિંઘમ’ અને ‘સિંબા’ની તુલના દર્શકો કરશે તેવું લાગે છે.

અજય સર તો નંબર વન છે, તેમની સાથે મારી તુલના કેવી રીતે થઇ શકે છે. હું તેમની ફિલ્મો જોઇ જોઇને જ મોટો થયો છું. તેમની ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’, ‘કંપની’ અને ‘જખ્મ’ મારી ઓલ ટાઇમ ફેવરેટ ફિલ્મો છે. કોમેડી હોય કે એક્શન, ઇમોશન હોય કે રફ એન્ડ ટફ રોલ, દરેક પાત્રમાં તેઓ કમાલ કરી દે છે. ફિલ્મ ‘સિંબા’માં તેમનો કેમિયો રોલ છે. અજય સર સાથે સ્ક્રીન શેર કરવી મારા માટે ખૂબ મોટી વાત છે. તેઓ ખૂબ જ ડાઉન ટૂ અર્થ, ખુશમિજાજી છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો.

રોહિત શેટ્ટી સાથે પહેલીવાર ફિલ્મ કરી છે, કેવો અનુભવ રહ્યો.

હું ઘણા સમયથી તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો પણ મને તે તક નહોતી મળતી. તે ખૂબ સારા ડિરેક્ટર છે. એક્ટરની પાસેથી તેમનું બેસ્ટ કેવી રીતે બહાર કાઢવું તે સારી રીતે જાણે છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો અને તેમન પાસેથી મને ઘણું બધુ શીખવા પણ મળ્યું.

બોલિવૂડમાં તમને લકી સ્ટાર કહેવામાં આવે છે. શું કહેશો.

મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને આટલી સફળતા મળશે. ભગવાનનો સાથે છે કે મને દરેક વખતે સારી તક મળતી રહી છે. મોટા મેકર્સ અને કલાકારો સાથે કામ કરવાની તક મને મળી છે. હું બોલિવૂડમાં એક એક્ટર બનવા જ આવ્યો હતો. એક્ટીંગનો શોખ મને નાનપણથી રહ્યો છે. હું આટલા ઓછા સમયમાં સફળતા મેળવી લઇશ તે ક્યારેય વિચાર્યું નહોતું.

લગ્ન બાદ તમારી પહેલી ફિલ્મ ‘સિંબા’ રીલીઝ થઇ રહી છે. દિપિકાનું શું કહેવું છે.

મારા જન્મદિવસ પર રોહિત સરે દિપિકાને ફિલ્મ ‘સિંબા’ના કેટલાક ફૂટેજ દેખાડ્યા હતા. આમ તો દિપિકા ક્યારેય ફિલ્મોને લઇને રીએક્ટ કરતી નથી પણ ફિલ્મ ‘સિંબા’ના કેટલાક દ્રશ્યો જોઇને તેણે કહ્યું હતું કે, ‘આ ફિલ્મમાં તૂ ખૂબ હોટ લાગી રહ્યો છે.’ તેનું આ પ્રકારનું રીએક્શન મને ખૂબ ગમ્યું હતું.

તમારી અને દિપિકાની લવસ્ટોરી વિશે થોડું જણાવશો.

અમે બંને 2012માં એક મિત્રના દ્વારા એકબીજાને મળ્યા હતા. તે સમયે તેની વાત કરવાની સ્ટાઇલ અને માસૂમિયતે મને તેના તરફ આકર્ષિત કર્યો હતો. તે પછી અમે બંનેએ ફિલ્મ ‘રામલીલા’માં સાથે કામ કર્યું હતું. તે સમયે સાથે સમય પસાર કરવાની તક મળી અને એકબીજા વિશે જાણવા મળ્યું. ધીમે ધીમે અમે સારા મિત્રો બન્યા. જે પછીથી પ્રેમમાં પડ્યા. મને તેના માટે 2012થી પ્રેમ હતો પણ તેની હા સાંભળવા માટે રાહ જોવી પડી. જે દિવસે તેણે મને હા પાડી ત્યારે મને લાગ્યું કે હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું.

Loading

Spread the love

Leave a Comment