ગુજરાત ના જાણીતા યુ ટ્યુબર અને જેમના વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવે છે તેવા સૌરાષ્ટ્રની પાવન ધરતી જ્યાં ઊંચો ગઢ ગિરનાર આવ્યો છે તેવા જૂનાગઢના વતની પ્રિયંકા ચુડાસમા દ્વારા એક નવું પ્રેમ ગીત બનાવવામાં આવ્યું છે.

ગુજરાતી કવિતાઓમાં પ્રેમગીત નું એક અદકેરું સ્થાન જોવા મળે છે અને જે પોતાના શબ્દો થકી દરેક ઉંમરની વ્યક્તિને પ્રેમની પરિભાષા નો અર્થ સમજાવી શકે છે. “સાંવરિયો” આ શબ્દોમાં જ પ્રિયતમા જ્યારે પોતાના પ્રિયતમ ની કલ્પના કરતી હોય છે ત્યારે કેવી ભાવનાઓ નું સર્જન થાય છે તે આ ગીત દ્વારા બતાવવામાં આવ્યું છે.

મૂળ જૂનાગઢના પ્રિયંકા ચુડાસમા દ્વારા ગીત “સાંવરિયો” બનાવવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના જાણીતા ગાયિકા ધરા શાહએ સ્વર આપ્યો છે. પ્રિયંકા ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ગીત બનાવવાનો વિચાર તેમને લોકડાઉનના સમયમાં આવ્યો હતો અને ત્યારે જ તેમણે અમલમાં પણ મુક્યો હતો તેમની ટીમ દ્વારા આ વિચારને સાર્થક કરવા તનતોડ મેહનત કરવામાં આવી અને ગીતને સુંદર શબ્દોથી સજાવી જ્યારે ધરા શાહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ ગીતના વિચાર ને વાચા આપી અને રેકોર્ડિંગ કર્યું. ત્યારબાદ પ્રિયંકા અને તેમની ટીમ દ્વારા શૂટિંગ પણ શરૂ કરવામાં આવ્યું પરંતુ ફાઈનલ સ્ટેજ પર ટેક્નિકલ કારણે ગીત ડીલીટ થઈ ગયું અને જેના કારણે શૂટ થયા પછી પણ રીલીઝના થઈ શક્યું.  પરંતુ સિંગર ધરા શાહને આ વાત કરતા તેમણે ખૂબ સહજતાથી જ આ વાત ને સ્વીકારી અને જલ્દીથી જ ફરીવાર રેકોર્ડિંગ કરવાની જવાબદારી લીધી અને રેકોર્ડ પણ કર્યું. આ બધી મેહનત બાદ હવે પ્રિયંકા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા હવે આ ગીત દર્શકો સમક્ષ જવા માટે એકદમ તૈયાર છે.

આ ગીતના શબ્દો અને તેને રાગ આપ્યો છે મોહિત મેહતા એ જ્યારે સંગીત પૂર્વેશ દવે દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે યશ વઘાસિયા દ્વારા કેમેરામાં કંડારવામાં આવ્યું છે અને પોસ્ટર ડિઝાઇન – ડિજિટલ મેનેજમેન્ટ જેસ્ટર મકવાણા એ કર્યું છે. આ ગીત નું શૂટિંગ હોટલ અનિલ ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવ્યું છે. આ ગીત બનાવવામાં જેનો સૌથી મોટો ફાળો રહ્યો છે તેવા અંકિત કણસાગરા કે જેઓ પ્રિયંકા ચુડાસમાના સહ અભિનેતા સાથે આ ગીતના દિગ્દર્શક પણ છે અને હંમેશા આ ટીમ ની સાથે કંઇક નવું લાવવાના પ્રયત્નો કરી રહ્યા હોય છે.  તો ગુજરાત ના જાણીતા અવાજ ધરા શાહના કંઠમાં અને પ્રિયંકા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવેલ આ ગીતનું ટ્રેલર અત્યારે યુ ટ્યૂબ પર ખૂબ જોવા મળી રહ્યું છે અને ગીત પણ આ 13 તારીખે જોવા મળશે. આ ગીત યુવાઓ અને દરેક ઉંમરના લોકોને પોતાના પ્રેમ ની એક નવી જ વાત નો અનુભવ કરાવી શકે છે. તો આજે જ પ્રિયંકા ચુડાસમા ની યૂટ્યૂબ ચેનલ પર જઈને આ ગીતને વધાવી લો.

Loading

Spread the love

Leave a Comment