• હોટસ્ટાર પર પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને માઇન્ડ ગેમનું અનોખુ કોમ્બિનેશન દર્શાવતી સિરિઝ
  • ડિરેક્ટર શિવમ નાયર, લેખક નિરજ પાંડે, દિપક કિંગરાની અને બેનઝીર અલી ફિદા.
  • મુખ્ય કલાકાર કેકે મેનન, વિનય પાઠક, મહેર વિજ, વિપુલ ગુપ્તા, શયામી ખેર, કરન ટેકર, પરમિત શેઠી, મુઝમ્મિલ ઇબ્રાહિમ, સજ્જાદ ડેલફરોઝ, સના ખાન, ગૌતમી કપૂર, દિવ્યા દત્તા, શરદ કેલકર
  • 2001થી 2019 સુધીની એક RAW એજન્ટ હિંમત સિંહ ( કે કે મેનન)ની 19 વર્ષથી એક આતંકવાદી માટેની શોધ પર બનેલી સિરીઝ.
  • આઠ એપિસોડ છે પણ મોટાભાગના 45 મિનિટથી લઇને 55 મિનિટ સુધીના છે. એકસાથે જોઇ નાખવાનું મન થાય તેવી સિરીઝ.
  • 13-12- 2001માં પાર્લામેન્ટ પર થયેલા આતંકવાદી હુમલા, મુંબઇમાં થયેલા 26-11ના હુમલા, 2013માં થયેલા મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશના દંગા જેવી ઘટનાઓ પણ સામેલ.
  • 2001માં થયેલા પાર્લામેન્ટ પરના આતંકવાદી હુમલામાં પાંચ આંતકવાદી નહીં પણ છ હતા, જેમાં છઠ્ઠા આંતકવાદી માટે એક રો એજન્ટે કરી 19 વર્ષ સુધી તેની તલાશ. આ રો એજન્ટની 19 વર્ષથી એક આતંકવાદીને શોધવા માટે રમાયેલી માઇન્ડ ગેમને રજૂ કરતી અદ્ભૂત વાર્તા.
  • રો એજન્ટે સિક્રેટ સર્વિસ ફંડમાંથી 11 વર્ષ દરમિયાન 28 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, તેની ઇન્કવાયરી બેસે છે. આ રૂપિયા ક્યા અને કોના માટે તેમજ ક્યા કામ અર્થે ખર્ચ કર્યા ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે.
  • સ્ટોરી પાસ્ટ અને પ્રેઝન્ટ બંનેમાં ચાલતી જોવા મળે છે.
  • રો એજન્ટ દ્વારા આંતકવાદીઓને શોધવા પસંદ કરાયેલા અંડર કવર એજન્ટ કઇ રીતે અને ક્યા વિસ્તારમાં કામ કરે તેની વાત.
  • રો એજન્ટ ઉપરાંત એક પિતા અને પતિ તરીકેની પણ ફરજ નિભાવતા અને ચિંતા કરતા વ્યક્તિની વાત.
  • પોતાના પર થઇ રહેલી ઇન્કવાયરીની સાથે સાથે ઓફિસના રેગ્યુલર વર્ક અને સાથે જ આંતકવાદીની શોધ, પિતા તરીકેની ચિંતા અને પતિ તરીકેની જવાબદારીની આવી અનેક જવાબદારીઓ નિભાવતા વ્યક્તિનું માઇન્ડ કેટલું સ્ટેબલ રહી શકે છે, તે ખાસ જોવા અને સમજવા જેવું છે. પોતાના પર થયેલા હુમલાને પણ ખૂબ સામાન્ય લેતા રો એજન્ટનું ફોકસ કેટલું ક્લિયર હોય છે, તે જોવા મળે છે.
  • દુબઇ, પાકિસ્તાન, શાંરજહાં, ટીબીલીસી ઇસ્તાંબુલ, તેહરાન, કુવૈત, કાબુલ, બાહરીન, કરાંચી, ઇસ્લામાબાદ, ઢાકા, કોલંબો, સિરીયા, સાઉદી જેવા શહેરોનું અદ્ભૂત પિક્ચરાઇઝેશન.
  • 2019માં પાકિસ્તાની ડેલિગેટ્સ ભારત આવ્યા ત્યારે થનારા બોમ્બ વિસ્ફોટને કઇ રીતે અટકાવાયા.
  • સંપૂર્ણ વાર્તાના રૂપમાં ન લખીને ફક્ત પોઇન્ટ્સ દ્વારા જણાવવાનું એક જ કારણ તમે પણ આ સિરિઝનો આનંદ માણી શકો.

Loading

Spread the love

Leave a Comment