એક ભારતીય તરીકે, આપણામાંથી મોટાભાગના લોકો ચુડેલની લોકકથા સાંભળીને મોટા થયા છે. પેઢીઓથી આપણે તેને રહસ્યમય એવી દુષ્ટ તરીકે જ જોઈ છીએ પરંતુ શું તેઓ આપણી અભાન અવસ્થાની અભિવ્યક્તિ છે કે પછી તે ભારતના આંતર્વર્તિત પ્રદેશની કોઈ ગલીયોમાં તેનું અસ્તિત્વ ધરાવે છે? આપણને વાસ્તવિક્તાની ખબર નથી, પણ જો કોઈ ચુડેલના પ્રેમમાં પડ્યા હોય તો તેની કલ્પના તો, કરો! ચુડેલ માટેની એક ઘરેડને તોડતા તથા ભારતીય ટેલિવિઝન પર પ્રથમ વખત તેના વ્યક્તિત્વના એક અલગ એવા પાસાઓને રજૂ કરે છે, જે દર્શકોને એક કાલ્પનિક્તાના પ્રવાસે લઈ જશે. આ એક મોહક ચુડેલની વાર્તા છે, તેના કાલાતિત પ્રેમ, ઇચ્છા, ઘેલછા, બદલા, પૂર્વજન્મ અને તે બધાની વચ્ચેની વાર્તા છે.

રાજસ્થાન પ્રદેશ પર આધારીત, જ્યાં રણની રેતીના દરેક કણો વાર્તા કહે છે તે શોમાં મનમોહિનીની એક વૃતાંત કથા છે. જેમાં એક અતૃપ્ત આત્માની વાર્તા છે. જે 500 વર્ષથી તેના પ્રેમ રાણા’સાને પાછા મેળવવા માટે રાહ જોઈ રહી છે અને ભૂતકાળમાંથી તેના વર્તમાન જન્મના રામ અને તેની પત્નિ સિયાનો શિકાર કરવા આવી છે. શોમાં સિયાનો રામ માટેનો બીનશરતી પ્રેમ અને મોહિની જેવી દુષ્ટ આત્મનાની સામે તેના પતિનું રક્ષણ કરવા માટેની તેની લડાઈની વાર્તા છે. બે મહિલાઓ વચ્ચેની આ અસામાન્ય લડાઈમાં, એક નિઃસ્વાર્થ આધુનિક યુવતિ છે. જ્યારે અન્ય અત્યંત જુસ્સાદાર, દુષ્ટ આત્મા છે જે ભુરા જાદુની શક્તિ સાથે તેના પ્રેમને પાછો જીતવા માટે આવી છે. દર્શકો સમયથી સમય દરમિયાન બંને સિયા અને મોહિની સાથે પોતાને જોડાયેલા ગણશે. પ્રેમની આ લડાઈમાં કોણ જીતશે એ જાણવા માટે જોતા રહો મનમોહિની!

અપર્ણા ભોંસલે, બિઝનેસ હેડ ઝી ટીવી કહે છે, “કાલ્પનિકતા કે સુપરનેચરલ થ્રિલરમાં તાત્કાલિક જોડાણ અનુભવશે કારણકે, તેઓ દર્શકોને પલાયનવૃતિમાંથી છૂટકારો આપશે. મનમોહિનીમાં જે બીજું આકર્ષણ છે, એ છે કે તેમાં સૌપ્રથમ વખત ભુરા જાદુનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે. જે જાદુગરીમાં બહુ ઓછું જાણિતું છે અને તે રણની રેતીમાંથી તેની શક્તિ મેળવે છે. તેનો હેતુ મેલીવિદ્યા કે અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી પરંતુ પ્રેમની સામે અવાસ્તવિક્તાની એક કાલ્પનિક કથાને મોટે પાયે રજૂ કરવાનો છે. મોહિનીનો તેના પતિ માટેનો પ્રેમ ઊંડો અને યથાર્થ છે. આ તેની પદ્ધતિ છે, જે એક પ્રશ્નાર્થ છે. તો, દર્શકોને રામની માટે સહાનુભૂતિ રહશે કે, તેને સિયાની સાથે રહેવું કે તેની સાથે ફરીથી જોડાવું.”

પ્રતીક શર્મા, એલએસડી ફિલ્મના પ્રોડ્યુસર કહે છે, “સુપરનેચરલ કાલ્પનિક નાટક એ આ સિઝનની સોડમ છે અને તે મને હંમેશા ઉત્સાહિત કરે છે. કાલ્પનિક્તાના સ્તરો ઉપરાંત, મનમોહિનીમાં મુખ્યત્વે એક પ્રેમ કથા છે, જે ભુરા જાદુ પર આધારીત છે. દર્શકોએ ચુડેલને અત્યારસુધી ડરામણી અને ભયાનક જોઈ છે, પરંતુ તેને પ્રેમમાં પડેલી ક્યારેય નથી જોઈ. શોમાં મોહિનીને એક મહિલા તરીકે રજૂ કરવામાં આવી છે, જે, પ્રેમમાં નિસહાય છે, તેથી તે તેના પ્રેમને જીતવા માટે જાદુનો સહારો લે છે. આ શો માટે અમે ઘણું સંશોધન કર્યું છે, જેમાં ખૂબ જ વિરલ એવા ગ્રંથો અને રાજસ્થાનની કાલ્પનિક કથાઓનો સમાવેશ થાય છે, જેમાં પરંપરાગત ઘાઘરા પલટનનો પણ સંદર્ભ છે, જે, આવી મેલીવિદ્યાના પ્રયોગ કરતી હોય છે. તેને પરિણામે અમે અમારા પાત્રની સ્ટાઈલિંગ, ડાયલોગ તેમનું વર્તન અને તેમની સાંસ્કૃતિક સંવેદનશિલતાને દર્શાવવામાં તથા અમારા વર્ણનમાં વાસ્તવિક્તા જોવા મળે તેની ખાતરી કરવામાં આવી છે. શોના કેનવાસે અમને સર્જનાત્મક્તા માટે ઘણી છૂટછાટ આપી છે, જેને અમને રેતીમાંથી જાદુઈ ઉભા કરવાના પ્રયોગમાં સ્વતંત્રતા પણ આપી છે. દર્શકોને યથાર્થતા આપવા માટે શોના શોટ અમે રાજસ્થાનના એવા સ્થળોએ કર્યા છે, જે ખરેખર ભૂતિયા છે. મનમોહિનીમાં મજબુત વીએફએક્સની કામગીરી છે, જેનાથી દાર્શનિક્તા જોવા મળશે. અમે ઝી ટીવી સાથે જોડાઈને ગર્વ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ નવી ઓફરથી ચેનલની સાથે અમારું જોડાણ વધુ મજબુત બનશે.”

મોહક રેયહના પંડિત, જે શોમાં રહસ્યમય મોહિનીનું પાત્ર ભજવે છે, તે ચુડેલને એક નવી જ વ્યાખ્યા ઊભી કરે છે. તે કહે છે, “મોહિનીએ એક ઘરેડબદ્ધ ચુડેલ નથી. તે પ્રેમમાં પડેલી તેને મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. તો, તેને એક દુષ્ટ આત્મા ગણવાની ભૂલ ન કરતા. તે ઊંડાણપૂર્વક અને પ્રમાણિક્તાથી રાણા સાને પ્રેમ કરે છે અને તે રામને તેનો પુનઃજન્મ માનીને આગળ વધે છે. ભુરા જાદુથી તેને જીતવો એ તેની પદ્ધતિ છે, જે પ્રશ્નાર્થ કરે તેવી છે. ઐતિહાસિક રીતે ચુડેલને ઘૃણાસ્પદ અને ડરામણી અને તે આંખોથી જોવી સરળ નથી એવું માનવામાં આવે છે. પરંતુ, મોહિનીએ આના જેવી નથી, ખરેખર તો, તે સુંદર, શક્તિશાળી અને તેના સાચા પ્રેમને મેળવવા માટે તેની ઘેલછા દર્શકો જોઈ શકશે અને સાથોસાથ તે રામને જીતવા માટે સિયા માટેની તેમની લડાઈ પણ જોશે. આ બધા તથ્યોએ આ પાત્ર કરવા માટે મને પ્રેરી છે અને હું ચુડેલ અને મેલિવિદ્યાના એક અલગ પાસાને ટેલિવિઝન સ્ક્રીન પર રજૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું.”

સુંદર અંકિત સિવાચ જે, રામના પાત્રમાં જોવા મળશે તે કહે છે, “મનમોહિનીએ રહસ્ય, પ્રેમ, પેરાનોર્મલ શક્તિઓ અને આ બધાથી ઉપર જાદુઈ કથાઓ છે જે, કથા પર પકડ બનાવી રાખે છે. મારું પાત્ર રામનું છે, જે, લંડન સ્થિત આકર્ષક યુવાન છે પરંતુ તેના અગાઉના જન્મમાં તે, રજવાડી વારસો ધરાવતો એક રાજા હતો, જે હાલમાં અત્યંત સમૃદ્ધ, સૌમ્ય યુવાન છે. આ શોમાં ફ્લેશબેકની અને સાથોસાથ રામના પૂર્વ જન્મની સાથે આજના જન્મનો પણ સમાવેશ થાય છે, તેની વાર્તામાં બે મહિલાઓની આસપાસ ફરે છે, જેમાં એક સિયા– એક આધુનિક મહિલા છે અને બીજી એક દુષ્ટ આત્મા મોહિની છે. તે પોતાની જાતને મોહિનીની પ્રેમની જાળમાં ફસાયેલો જુએ છે, જે તેના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. આ પાત્ર કરવા માટે મારે ઘણું કામ કરવું પડ્યું છે અને હું ઉત્સાહિત, ખુશ તથા થોડો ચિંતિત પણ છું.”

એક નવો ચહેરો ગરિમા સિંઘ રાઠોર આ શોથી ટેલિવિઝનના મેઇનસ્ટ્રીમમાં પ્રવેશ કરવા માટે ઉત્સાહિત છે. તે કહે છે, “ટેલિવિઝન ક્ષેત્રે પ્રવેશવા માટે મનમોહિનીથી વધુ સારો વિકલ્પ બીજો કોઈ જ ન હોઈ શકે અને આ શોમાંથી મને ઘણી અપેક્ષાઓ છે. સિયાનું મારું પાત્ર એક સામાન્ય છોકરીનું છે, જે તેના પતિને પ્રેમ કરે છે. અને મોહિની જે, નકારાત્મક પાત્ર ભજવે છે, તેને બચાવવા માટે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. રામ પ્રત્યેની તેની નિષ્ઠાએ તેને મોહિની- એક દુષ્ટ આત્માની સામે લડવા તથા તેના પતિને તેના પૂર્વજન્મમાં લઈ જવા માટે ભુરા જાદુથી પ્રયત્ન કરે છે. આ શો રાજસ્થાન પર સ્થિત છે અને હું મૂળભૂત પણે જયપુરની છું. તેથી, હું મારી જાતને તેની સાથે જોડાયેલી માનું છું અને હું આશા રાખું છું કે, દર્શકો આ શોને માણશે અને મને સિયાના પાત્રમાં પ્રોત્સાહિત કરશે.”

 

 

 

Loading

Spread the love

Leave a Comment