જો તમે બગીચાની સાર સંભાળ રાખવાનો શોખ ધરાવતાં હો તો તમારા બગીચામાં લગાવેલા ફૂલછોડનું યોગ્ય રીતે કટીંગ કરીને નવા ફૂલ છોડ તૈયાર કરી શકો છો, પરંતુ ફૂલ છોડ નું કટીંગ કરતી વખતે તમારે કેટલીક વાતો પર ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમે નવા ફુલછોડ ની ખરીદી કરવા ન ઇચ્છતા હો અને તેમ છતાં બગીચામાં ઘણા બધા ફૂલ છોડ લગાવવા ઇચ્છતા હો તો તેવામાં પ્લાન્ટ કટીંગ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. આ પદ્ધતિથી કેટલાક ખાસ પ્રકારના ફૂલછોડના ભાગને કાપીને નવી જગ્યા પર લગાવીને બીજો છોડ તૈયાર કરી શકો છો. તેના માટે છોડને સૂર્યપ્રકાશ, ભેજ, ખાતર અને યોગ્ય સારસંભાળની જરૂરિયાત હોય છે. તમે ઈચ્છો તો કેટલાક ફૂલછોડના પાંદડાના કટીંગ થી પણ એક નવો છોડ તૈયાર કરી શકો છો.
યોગ્ય પદ્ધતિથી કટીંગ
ફૂલછોડ નું કટીંગ હાથ વડે કરવાના બદલે ધારદાર ચપ્પુ કે કાતરથી કરો. ડાળીઓને છોડના મૂળ થી બહાર કાઢીને નીચેના ભાગથી કટ કરીને ત્યાંના પાંદડાઓને દૂર કરો. એકસાથે ઘણા બધા કટીંગ એક જ દિવસમાં કરીને અલગ-અલગ સ્થાન પર માટીમાં બ્લેક કરન્ટ, બદલી, જશ કે ગુલાબ ની ડાળી ને ત્રાસી કાપીને જમીનમાં રોપીને તેનાથી નવો છોડ તૈયાર કરી શકાય છે.
કેટલાક છોડના પાંદડાઓથી પણ નવા છોડ તૈયાર કરી શકાય છે. જેમકે બીગોનિયા, સેટ પોલીયા જેવા નામ છે. તેના માટે એક ઊંડા કન્ટેનરમાં માટી નાખીને, તાજા અને સ્વસ્થ પાંદડાઓને કટ કરીને માટીની અંદર કાણા પાડીને તેના કટીંગ ને રોપી દો. નિયમિત સંભાળ થી આ પાંદડાઓ માંથી નવા છોડ વિકાસ પામશે.
પાણીમાં રાખો
કેટલાક છોડ એવા હોય છે કે જેને કટીંગ કર્યા પછી તેના મૂળનો વિકાસ થાય તે માટે પાણીના કુંડા માં રાખવામાં આવે છે. કુંડા ના ઉપર ના ભાગ ને ફોઇલથી કવર કરો. ચપ્પુની મદદથી તેમાં એક કાણું પાડી તેમાં કટીંગ ને સીધુ ઊભું રાખો. જેનાથી તેનાં પાંદડાં પાણીની બહાર રહે. કૂંડાના પાણીને બદલતા રહેવું. છોડમાં મૂળ આવ્યા બાદ તેને માટીમાં રોપી દેવો.
ધ્યાન રાખો
જે છોડ નું કટીંગ તમે કરી રહ્યા હો, તેની ડાળી મુલાયમ હોય તો તેને માટીમાં રોપતા પહેલા તેમાં કાણું પાડવું, ત્યારબાદ છોડને તેમાં રોપો. કાણું પાડ્યા વગર તેને જમીનની અંદર ભાર આપીને જો લગાવશો તો તેની કોમલ ડાળી તૂટી જશે. તેનાથી કટીંગ ખરાબ થઈ શકે છે.