કલર્સ પર નવા શોની શરૂઆત થઇ ગઇ છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં અસ્તિત્વમાં હતી તેવી વિષકન્યાની લોકવાયકાના ચમત્કૃત કરતી પુનઃરચના – ‘વિષ યા અમૃત : સિતારા’ના લોન્ચ સાથે ફેન્ટસી અને સુપરનેચરલ પ્રકારમાં પોતાની લીડરશિપને વધુ મજબૂત બનાવે છે. રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત, શો 3જી ડિસેમ્બરના 2018 પ્રીમિઅર કરી, સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે ફક્ત કલર્સ પર શરૂ થઇ ચૂક્યો છે.
ઇતિહાસ
એવું કહેવામાં આવે છે કે ઐતિહાસિક રીતે વિષકન્યાની ઓળખ ખૂબ લાંબા સમય સુધી ગુપ્ત રાખવા આચ્છાદાનમાં રાખવામાં આવતી. જે એક સમયમાં દુશ્મનોને હરાવવા અથવા બદલો વાળવા અત્યંત શક્તિશાળી તરીકે ગણવામાં આવતું. સદીઓ અગાઉ ભારતીય શાષકો છોકરીઓને ભાડુતી હત્યારીઓ બનાવવા પ્રશિક્ષિત કરતાં, પહેલાં તેઓને વિષ પ્રતિરોધક બનાવતા અને પછી– ધીમે–ધીમે તેઓના શરીરમાં વિષ આપી–તેઓને વિષાકન્યા બનાવતાં. આમ તેઓ ‘વિષકન્યા’ બની જતી. તેઓની સુંદરતા માટે જાણિતી, વિષકન્યાઓ જોખમી પરિસ્થિતિઓમાં પ્રલોભન આપી બચી નીકળતી અને સામ્રાજયોને પોતાના ઘૂંટણિયે લઈ આવતી. આ અતિ આકર્ષક વાર્તા દર્શાવતા શો માટે સિતારાની મુખ્ય ભૂમિકા ભજવતી અદા ખાન, ઉપરાંત શિલ્પા સકલાની(વૃંદા) સંદીપ બસવાના (કુલદીપ શેખાવત) અને શક્તિ આનંદ (રાજા શિવદાન સિંહ) ની આકર્ષક કાસ્ટ ગૂંથણી કરવામાં આવી છે.
સ્ટોરી
વિષ યા અમૃત – સિતારાની વાર્તા રાજસ્થાનમાં વિકરાલગઢમાં ગોઠવાયેલ છે અને સિતારાની મુસાફરીનું પગેરું કાઢે છે, જે પોતાની જ ઓળખથી અજાણ છે. તે શિશુ અવસ્થામાં હતી ત્યારે જ તેની માતા પથભ્રષ્ટ થયેલ હોવાથી તેના પિતા કુલદીપ શેખાવતે તેને ઉછેરી હતી. જે રાજા શિવદાન સિંહના સંનિષ્ઠ રાજ વહીવટદાર હતાં. દેખાવડી વૃંદાના પ્રેમમાં પડવાનું કુલદીપ તથા રાજાની પડતીનું કારણ બની જાય છે. કહાણી ત્યારે વળાંક લે છે, જયારે સિતારા એક એવી મુસાફરી પર નીકળે છે જે તેને સારા અને નરસા વચ્ચે પસંદગી કરવા ફરજ પાડે છે. સિતારા ખૂબ જ મકકમ મનોબળની છોકરી છે જે હંમેશા પોતાની શરતો પર ઉભી રહેવામાં માને છે, અને તમામ લોકોની વિરુદ્ઘ જઇ શકે છે, એવા લોકો સામે પણ જેઓ કદાચને તેની કાળજી લેતાં આવ્યાં હોય.
નિર્માતા અને કલાકારો
નીના જયપુરિયા, હિન્દી માસ એન્ટરટેનમેન્ટ અને કિડસ TV નેટવર્ક વાયાકોમ 18ના હેડે કહ્યું– “કલર્સે અમારા દર્શકો માટે હંમેશા દેખિતી રીતે ભવ્ય નજરાણા અને તરબોળ કરી દેનાર અનુભવોનું સર્જન કરેલ છે. વિષ યા અમૃત – સિતારા સાથે અનોખી કહાણી કહેવા અને એક એવા મોટા પાયે રચના કરી છે જે સીમાડા વટાવનાર અને એક અન્ય કેટેગરીના માઇલસ્ટોનનું સર્જન કરે.” આવી જ લાગણીનો પડઘો પાડતા, હિન્દી માસ એન્ટરટેનમેન્ટ, વાયાકોમ 18ના, ચીફ કન્ટેન્ટ ઓફિસર, મનિષા શર્માએ કહ્યું : “સિતારા શો તરીકે કન્સેપ્ટસના એવા નવા તરંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ શો છે. જે રોમાંચના થોડાક તત્વ સાથે આવે છે અને દર્શકોને પોતાની બેઠકોની ધાર પર રાખે છે. અમારી મુખ્ય નાયિકા પોતાની માતા માટેના પ્રેમ, જે દુષ્ટ વ્યક્તિત્વની છે અને પોતાના મૂલ્યોની પદ્ઘતિની વચ્ચે વહેંચાયેલી છે જે તેને કાંઇક સારું કરતાં અટકાવનાર છે. દર્શકો પાપ અને સદાચાર વચ્ચેની ખેંચતાણ અને પોતાની માતાની ઇચ્છાઓ વિરુદ્ઘ જઇ તેણીને સચ્ચાઇના માર્ગે જતી જોવાનું પસંદ કરશે.”
નિર્માતા રશ્મિ શર્માએ કહ્યું : “પૌરાણિક શાસ્ત્રોમાં વિષકન્યા પાસે સામ્રાજયોને નષ્ટ કરવાની શક્તિ હતી. વિષ યા અમૃત :સિતારા સાથે, એક છોકરી જે પોતાના મૂળિયા જાણતી નથી તેને પોતાની વાસ્તવિક ઓળખ અને તેનો જેમાં ઉછેર થયેલ છે તેની વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડવામાં આવે છે. તે સારા ઉછેર સાથેની સ્ત્રી હોવાનું એક પ્રમાણિક ઉદાહરણ છે. અમને ખાતરી છે કે દર્શકો આ મુસાફરીને માણશે.”
મુખ્ય પાત્ર ભજવનાર અદા ખાને કહ્યું : ” નાગિન સિરિયલ બાદ આ રોલ માટે પસંદગી થવી સ્વાભાવિક છે. જોકે આ પાત્ર તેના કરતા અલગ છે. હું આ તક બાબતે રોમાંચિત છું અને મારા પાત્રને પસંદ કરું છું. મને ઘણી સારી ઓફર્સ આવે છે પણ યોગ્ય પાત્રની પસંદગી કરવામાં મેનું છું મને ખાતરી છે કે દર્શકોને મારો આ નવો અવતાર અને તે પાત્રનું રહસ્ય જરૂરથૂ પસંદ પડશે.”
સિરિયલમાં વૃંદાનો રોલ ભજવનાર શિલ્પા કહે છે કે, આ રોલ માટે ઉત્સાહિત છું કારણકે રોલની સાથે સાથે કોસ્ચ્યુમ પર પણ મહેનત છે. તે સૌથી શક્તિશાળી વિષકન્યા છે. જે વર્ષોથી રાજમહેલના ભોંયરામાં કેદ છે. દિકરીને મળવા માટે તડપે છે. તેની પાસે વાયુની શક્તિ છે. ખરેખર આ સિરિયલ અન્ય કરતા ખૂબ અલગ છે કારણકે તેમાં વિષકન્યાઓની અલગ શક્તિઓના સ્વરૂપ દેખાડવામાં આવ્યા છે.
આ સિવાય સિરિયલમાં મુખ્ય ધ્યાન ખેંચનાર કલાકારોમાં રાજા શિવદાન સિંહના પાત્રમાં શક્તિ આનંદ અભિનય કરતા જોવા મળશે. કુલદિપ સિંહનું પાત્ર ભજવનાર સંદિપ બસવાન વિષકન્યાના પતિ અને પિતાના પાત્રમાં છે. અન્ય ત્રણ વિષકન્યાઓમાં છબીલીનું પાત્ર ફલક નાઝ, સુરીલીનું પાત્ર લવિના ટંડન અને અલબેલીનું પાત્ર સોની સિંહ ભજવી રહ્યા છે. જેમની પાસે વિષકન્યાની અજબ પ્રકારની શક્તિઓ રહેલી છે અને તેનો ઉપયોગ કઇ રીતે તે કરે છે તે ખરેખર સિરિયલમાં રોમાંચ ઉત્પન્ન કરી દેશે.