સમય બદલાય એટલે દરેક વસ્તુ પરિવર્તન માગે છે. જેમાં ડેકોરેશનની વસ્તુઓ હંમેશા અગ્રેસર રહી છે. ઘર નાનું હોય કે મોટું પણ તેમાં ટેબલને ક્યારેય નજરઅંદાજ કરી શકતા નથી. ખાસ કરીને વસ્તુઓ મૂકવા માટે. ટેબલનું બજાર હવે વિકસી રહ્યું છે. એટલે જ તો હવે સેન્ટર ટેબલનો કોન્સેપ્ટ પણ બદલાઇ ગયો છે. પહેલા સેન્ટર ટેબલ હંમેશા એક જ શેઇપમાં મળતા હતા. તેનો આકાર અને ડિઝાઇન પણ એક જ રહેતા, એટલે જ હવે સ્કવેર, રાઉન્ડ અને ઓવલ શેઇપમાં મળતા સેન્ટર ટેબલની પણ ડિમાન્ડ વધી છે. તે ઉપરાંત ડિઝાઇનમાં નવીન પ્રકારો જોવા મળે છે, જેમાં ગ્લાસના અને વુડનના સેન્ટર ટેબલને અદૂભૂત આકાર આપવામાં આવી રહ્યા છે. આવા સેન્ટર ટેબલ્સ મોટાભાગે કોર્પોરેટ ઓફિસીસમાં વધારે જોવા મળે છે. તમે તમારા લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ટેબલની પસંદગી કરી શકો છો.જેમ સેન્ટર ટેબલની ડિઝાઇન બદલાઇ છે, તેમ જ તેના ઉપર મુકવામાં આવતી વસ્તુઓ પણ બદલાઇ છે. પહેલા સેન્ટર ટેબલ પર ફુલદાની ગોઠવવામાં આવતી હતી, જેનું સ્થાન હવે ગુડલક પ્લાન્ટે લઇ લીધુ છે. જોકે શહેરોમાં વધતી ફ્લેટ સિસ્ટમના કારણે ઘરમાં સેન્ટર ટેબલનું મહત્વ વધી ગયું છે. કારણકે ઓછી જગ્યામાં ડાઇનિંગ ટેબલ રાખવાની જગ્યા હોતી નથી. એવામાં સેન્ટર ટેબલનો ઉપયોગ ટાઇનિંગ ટેબલ તરીકે પણ કરી શકાય છે. એટલે કે તેના પર બે કે ત્રણ વ્યક્તિઓ માટેનું ભોજન આરામથી મૂકી શકાય છે. જો તમારા ઘરમાં નાની પાર્ટીઝ થતી રહેતી હોય તો તેના પર વાનગીઓ મૂકીને બુફેની વ્યવસ્થા પણ કરી શકાય છે. જો તમારા રૂમમાં કાર્પેટ પાથરેલી હોય તો સેન્ટર ટેબલની નીચે પૈડા પણ હોવા જોઇએ, જેનાથી મહેમાનોને નાસ્તો પીરસવામાં પણ સરળતા રહે. જો તમારી બેઠક નાની હોય, તો એવામાં તમે સર્વિસ ટેબલનો પણ ઉપયોગ કરી શકો છો. એનો એક ફાયદો એ છે કે તમારે રસોડામાંથી બીજા રૂમમાં વારંવાર જવું પડશે નહીં. તે ઉપરાંત તેમાં એકની નીચે બીજુ ટેબલ મૂકી શકાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ખેંચીને બહાર પણ કાઢી શકાય છે. તમે તમારા ઘરની બેઠક વ્યવસ્થા પ્રમાણે નાના ટેબલ્સનો ઉપયોગ કરી શકો છો, તેમજ રૂમને વધારે સ્પેશિયલ દેખાડવા માટે કાચના ટેબલનો ઉપયોગ સારો રહેશે.
- ડાઇનિંગ ટેબલના નવા રૂપઆજે ડાઇનિંગ ટેબલમાં પણ તમે ઘણી નવીનતા જોઇ શકો છો. એક સમયે ફક્ત લાડકાના મળતા ડાઇનિંગ ટેબલ્સ હવે મેટલ અને કાચના બેઝમાં પણ મળે છે. તેના શેઇપમાં પણ ચેઇન્જ થયો છે. નાની જગ્યા માટે હવે રાઉન્ડ અને ઓવલ શેઇપ વધારે અનુકૂળ બની રહ્યા છે. તો વળી, મોટી જગ્યામાં સ્કવેર અને ઓવલ રાઉન્ડ ઇન ડિમાન્ડ છે. જો તમારે ઘરે મહેમાનોને કેન્ડલ લાઇટ ડિનર માટે બોલાવવા હોય તો તેના માટે કાચના ટેબલ પર જ પસંદગી ઉતારવી. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખવી કે કાચના ટેબલને ખાસ સફ કરવું પડે છે. કારણકે કાચના ટેબલ પર મેઝમેટ પાથરવામાં આવતી નથી. જો તેના પર લીસોટા પડી જાય તો તે ખરાબ દેખાય છે.
- કિંમત પણ કિંમતી
સેન્ટર ટેબલની કિંમત તેની ડિઝાઇન પ્રમાણે નક્કી થાય છે. તેમાં તેના આકાર અને મટીરીયલ પર પણ ખાસ ભાર મૂકવામાં આવે છે. સેન્ટર ટેબલની કિંમત 500થી લઇને 8000 સુધીની હોય છે. જ્યારે ડાઇનિંગ ટેબલની કિંમત 7000થી શરૂ થઇને 25,000 સુધીની હોય છે.
જાળવણી
- રોજ ટેબલને કોરા કપડાંથી સાફ કરવું.
- તે લાંબો સમય ટકી રહે તે માટે તેને ભેજથી બચાવો.
- ક્યારેક ભીના કપડાંથી પણ ટેબલને સાફ કરવું, જેથી તેની ચમક જળવાઇ રહે.
- ટેબલ ખરીદતા પહેલા તેમાં ઉપયોગમાં લેવાયેલા લાકડાંની તપાસ જરૂર કરવી.
- લાકડાના ટેબલ પર જીવાત ન થાય તેવી દવાઓનો છંટકાવ સમયાંતરે કરતા રહેવો.
- વર્ષમાં એકવાર પોલીશ કરાવવાનું ભૂલવું નહીં.
ખાસ વાત
- ટેબલની પસંદગી રૂમના માપ પ્રમાણેની કરવી.
- દરેક ખૂણામાં અને રૂમમાં જુદા-જુદા આકારના ટેબલ રાખો.
- પર્સનાલીટી પ્રમાણે ટેબલની ડિઝાઇન ખરીદો.
- ટેબલની પસંદગી કરતી વખતે તેની લંબાઇને ખાસ ધ્યાનમાં રાખો.
- સેન્ટર ટેબલ પર જો તમે મેઝમેટનો ઉપયોગ કરો તો તેની સ્વચ્છતાનું ધ્યાન ખાસ રાખવું.
- ડાઇનિંગ ટેબલ પર પાણીની બોટલ કે બીજો સામાન ન મૂકવો.
મેધા પંડ્યા ભટ્ટ