ઘરમાં બાળકો અને વદ્ધોને સ્ટ્રેસ ફ્રી, શાંત અને ફોલપ્રૂફ વાતાવરણ આપવું આપણી પ્રાથમિકતા હોવી જોઇએ. તેવામાં ઘરના ડેકોરેશન અને ઇન્ટિરીયરનું ખાસ ધ્યાન રાખો. બાળકો અને વૃદ્ધોની ઘણીબધી આદતો અને તકલીફો અકસરખી હોય છે. ચાલતા ચાલતા પડી જાય છે. અશાંત વાતાવરણમાં ચિડીયાપણુ આવી જાય છે. તેવામાં ઘરમાં તેમના રૂમમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી તેઓ આરામથી પોતાના રૂમમાં રહી શકે.
રૂમ વ્યવસ્થિત હોય
બાળકોને ભણતર માટે યોગ્ય વાતાવરણ આપવા માટે તેમનો રૂમ વ્યવસ્થિત રાખવો જરૂરી છે. બાળકો મોટાભાગે તેમના રમકડાં, ઇન્ડોર ગેમ્સ, ડ્રેસીસ, ક્રાફ્ટવર્ક, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, પુસ્તકો, નોટબુક્સ, આમતેમ ફેંકી દેતા હોય છે. જેથી તેમનો રૂમ અસ્તવ્યસ્ત જોવા મળતો હોય છે. મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે અસ્તવ્યસ્ત અને ગમેતેમ પડેલો સામાન બાળકોને સ્ટ્રેસ આપી શકે છે અને તેમને સ્વચ્છતા માટે આળસુ બનાવી શકે છે. જો તમે બાળકોનો રૂમ સ્વચ્છ રાખશો તો તેને દરેક વસ્તુ યોગ્ય સ્થાને મૂકવાની આદત પડશે. સાથે જ ક્લટર ફ્રી રૂમ રહેવાથી બાળક સ્ટ્રેસથી બચશે અને ભણવામાં વધારે ધ્યાન આપી શકશે. બાળકોના રૂમમાં મલ્ટીફંક્શનલ ફર્નીચર જ રાખવું.
ફોલ પ્રૂફ રૂમ
ઘરમાં બાળકો અને વૃદ્ધ હોય તો તમારા ઘરના દરેક ભાગમાં યોગ્ય પ્રકાશની વ્યવસ્થા હોવી જરૂરી છે. રાતના સમયે નાઇટ લેમ્પ ચાલું રાખવાની વ્યવસ્થા કરવી. એક શોધ પ્રમાણે 65થી વધારેની ઉંમરના 33 ટકા જેટલા વડીલો ઘરમાં પડી જાય છે. ઘરને ફોલ પ્રૂફ બનાવવા માટે આવવા જવાના રસ્તામાં આવતી દરેક વસ્તુને સાઇટ પર રાખવી, જેને ભટકાઇને પડવાની સંભાવનાઓ ઓછી જોવા મળે. વિજળી, ટેલિફઓનના તાર, ચટાઇ, નના નાના ફર્નીચર., રમકડાં, ઘરની ચીજવસ્તુઓ વગેરે યોગ્ય રીતે ગોઠવવું. બાથરૂમમાં એક-બે જગ્યાએ હેન્ડલબાર હોવા જોઇએ, જેને પકડીને તેઓ ઊભા થઇ શકે. સ્લીપ થવાનો ડર ન રહે તે માટે મેટ પોલિશ, ખરબચડી ટાઇલ્સનો ઉપયોગ કરવો. સીડીમાં રેલિંગ યોગ્ય રીતે લગાવેલી હોય તે જોવું. ભીનાશવાળી જગ્યાએ એન્ટી સ્કિડ લગાવો અથવા તેને કોરું રાખવાની વ્યવસ્થા કરવી. આમ કરવાથી તમે મોટાભાગે બાળકો અને વૃદ્ધોને પડવાથી વાગવાથી બચાવી શકો છો.