સાઉથની ફિલ્મોની હિરોઇન પિઆ બાજપાઇએ બોલિવૂડની ફિલ્મ  લાલરંગથી એન્ટ્રી કરી હતી. જેમાં તે રણદીપ હૂડાની સાથે હિરોઇન તરીકે જોવા મળી હતી. હવે તે મિરઝા જૂલિયટમાં દર્શન કુમારની સાથે જોવા મળવાની છે. પિયાની સાથે તેની ફિલ્મ વિશે થયેલી વાતચિત.

— મિરઝા જૂલિયટના તારા પાત્ર વિશે જણાવ.
મારા પાત્રનું નામ જૂલી શુક્લા છે. તેને લોકો જૂલિયટના નામથી પણ બોલાવે છે. ખૂબ જ મસ્તીખોર પાત્ર છે. તે ફની પણ છે અને ઇનોસન્ટ પણ છે. તેને કોઇ વાતનો ડર નથી. તે પોતે ઇન્ડિપેન્ડન્ટ છે. મુફટ છે, બિન્દાસ છે.
— જૂલીનું પાત્ર ખૂબ જ બિન્દાસ સંવાદોવાળું છે. એક સ્ટ્રોંગ પાત્ર છે.
અત્યારની હિરોઇનો ઇચ્છે છે કે તેમને આ પ્રકારના પાત્ર મળે. જેના લીધે તે દર્શકોની નજરમાં આવે. ફિલ્મમાં ઘણાબધા પાત્ર હોય છે, તેમાં એકહાથે આ પ્રકારનું બોલવું અને વર્તન કરવું ખૂબ મુશ્કેલ હોય છે.
— એક એક્ટ્રેસને આ પ્રકારના પાત્રમાં મુશ્કેલી હોતી નથી.
આ એક નોર્મલ પાત્ર છે. તે હું છું, તમે પણ છો, કોઇ અલગ પ્રકારનું પાત્ર જ નથી. જૂલી યુપીની એક યુવતી છે. ઉત્તરપ્રદેશના દરેક ઘરમાં તમને આ પ્રકારની એક યુવતી જોવા મળશે. જૂલી એક કાલ્પનિક પાત્ર નથી. તે એક રીયલ પાત્ર છે.
— ફિલ્મમાં ભાષા માટે કોઇ વર્કશોપ કરવો પડ્યો હતો.
ભાષા માટે તો નહીં પણ ગાળ બોલવા માટે મારે ખાસ વર્કઆઉટ કરવું પડ્યું હતું કારણકે આપણે આવા સંવાદો સાંભળ્યા હોય છે, પણ ક્યારેય બોલ્યા હોતા નથી. તેના માટે મારે બે થી ત્રણ દિવસ સુધી રીહર્સલ કરવું પડ્યું હતું. બાકી તો ત્યાની જે બોલી છે, તેનાથી હું પરિચીત છું. હું ઇટાવાની છું અને યુપીના લોકો જેટલી ભાષા બોલે છે, તેમાં જો તમે થોડી પણ મહેનત કરો તો તે તમારા માટે સરળ બની જાય છે. કારણકે મારું જે બેસીક છે, તે ત્યાનું છે. તેથી ભાષા પર વધારે મહેનત કરવી પડી નથી.
— શૂટીંગનો કોઇ યાદગાર સીન જણાવ.
મારે જ્યારે પણ સીનમાં ગાળ દેવાનું આવતું તો મને હસવું આવી જતું હતું કારણકે સેટ પર આટલા બધા લોકોની વચ્ચે આ પ્રકારે બોલવું તે મને હસાવી દેતું હતું.
— સાઉથની ફિલ્મ અને બોલિવૂડની ફિલ્મમાં શો ફરક લાગે છે.
મને ફક્ત ભાષાનો ફરક લાગે છે. તે સિવાય કોઇ જ ફરક નથી. લોકો એકસરખા જ છે, કામ કરવાની પદ્ધતિ પણ સરખી છે અને ડિસીપ્લીન પણ સરખુ જ છે.
— કઇ રીતે એક્ટીંગ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઇ.
હું ઇટાવાની છું અને હું મારા 12માં ધોરણની પરિક્ષા પછી દિલ્હીમાં એક વર્ષનો કમ્પયૂટર કોર્ષ કરવા માટે ગઇ હતી. તે સમય દરમિયાન જ મેં મુંબઇ આવવા માટેનું પ્લાનિંગ કર્યું હતું. મારા ઘરમાં કોઇ મને મુંબઇ મોકલવા માટે તૈયાર નહોતું. ઘરમાં થોડી ચર્ચા થઇ. ઘરમાં હા કહેડાવવી મારા માટે મોટી સ્ટ્રગલ હતી. તે પછી હું મુંબઇ જતી રહી. ત્યાં પહોંચી મેં ડબીંગ આર્ટીંસ્ટ તરીકે કામ શરૂ કર્યું. પ્રિન્ટ એડ અને કમર્શિયલ એડની શરૂઆત કરી. કમર્શિયલ એડ દરમિયાન મને પહેલી સાઉથની ફિલ્મ મળી હતી. સાઉથની કેટલીક ફિલ્મો કર્યા પછી મને લાલરંગ બોલિવૂડની પહેલી ફિલ્મ મળી અને હાલમાં મિરઝા જૂલિયટ કરી.
— તે ઘણા મોટા સ્ટાર સાથે પણ એડ કરી છે.
હું માનું છું કે એડ કરવાથી તમને જલદીથી ઓળખ મળી જાય છે. તમે વધારે પોપ્યુલર બની જાઓ છો. તેનાથી પ્રોફાઇલ પણ મજબૂત બને છે. જોકે મારા માટે એડ કરવી તે પ્લાનિંગમાં નહોતું. હું તો ફક્ત એક્ટ્રેસ બનવા આવી હતી. એડ કરતા કરતા તમને ફિલ્મો મળી જ જાય છે.
— મહિલાદર્શી ફિલ્મો વધારે બની રહી છે, તે વિશે શું કહીશ.
આવા પાત્રો હજી પણ ઘણા આવવા જોઇએ. હું માનું છું કે જો તમારો રોલ સ્ટ્રોંગ ન હોય તો ફિલ્મ કરવાનો કોઇ અર્થ નથી. જો તમે ફિલ્મની વેલ્યુંમાં જોડાતા નથી તો ફિલ્મ શા માટે કરવી જોઇએ.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment