આ અનન્ય સ્વ-સહાય પુસ્તકમાંથી સમગ્ર દેશની મહિલાઓ જેમાં ભારતી સિંઘ, આમ્રપાલી દુબે અને અમૃતા ખાનવિલકર જેવી સેલિબ્રિટી સહિતની મહિલાઓ દુલારી તરફ નિર્દેશ કરીને અન્ય મહિલાની અગ્રિમતાથી તેમના પુરુષને સલામત રાખવા સલાહ આપે છે.

ઓક્ટોબર મહિનામાં ઝી ટીવીના દર્શકો માટે એક પછી એક આશ્ચર્ય રજૂ કરનારા પેક સાથેની ઝી ટીવી એન્ટરટેઇનમેન્ટ એક્સપ્રેસ નામની એક ટ્રેનમાં સવાર થઈને દર્શકોને તાજેતરમાં જ ચેનલ પર રજૂ થનારા ચાર અદ્દભુત શોની ઝલક જોવા મળી છે. લોકડાઉન બાદ તેના પ્રથમ કાલ્પનિક પ્રસારણમાં આનંદને ફેલાવતા, ઝી ટીવી તૈયાર છે એક તાજગીસભર ભૂલોથી ઉભી થતી કોમોડીને રજૂ કરવા માટે જે, પરિવારને સાથે લાવશે અને દર સોમવારથી શુક્રવાર, રાત્રે 10.30 વાગે પ્રસારિત થશે, રામ પ્યારે સિર્ફ હમારે, એ એક હાસ્યાસ્પદ પરિસ્થિતિથી ઉભી થનારી કોમેડી છે, જેમાં એક ગૃહિણી દુલારી, જે પરંપરાગત ‘નુસ્ખે’ પર આધારીત પુસ્તક વાંચીને તેના આદર્શ પતિને મોહલ્લાની અન્ય મહિલાઓથી દૂર રાખે છે, પરંતુ એટલું તેને પૂરતું લાગતું નથી.

આપણા શોના હિરોને મળો- અત્યંત સુંદર અને ફૂટડો રામ, જે ભોપાલમાં બ્યુટી પાર્લર ચલાવે છે. જ્યારે તે ટાઉનમાં શ્રેષ્ઠ બ્યુટી સર્વિસ પૂરી પાડે છે, ત્યારે મહિલાઓ તેની ફક્ત એક જ ઝલક મેળવવા માટે મોટેભાગે પાર્લરની મુલાકાત લે છે. જ્યારે રામ સામાન્ય રીતે ‘મર્યાદા પુરુષોત્તમ’ છે, જે કોઈપણની સાથે ફ્લર્ટ નથી કરતો, પરંતુ તેની પત્નીને અન્ય મહિલાઓના ઇરાદાની ખાતરી છે, તેથી જ તે આ નુસ્ખાવાળા પુસ્તક તરફ વળે છે, જે તેના પતિને તેનો જ બનાવીને રાખશે. જો કે, અજાણતા જ તેની આ ભૂલો કોમેડી તરફ દોરી જાય છે.

છેલ્લા કેટલાક સપ્તાહથી દુલારી તેના સોશિયલ મીડિયા હેન્ડલ ‘રામકી દુલારી’ દ્વારા સમગ્ર દેશની તેની બહેનો સુધી પહોંચી છે, અને તેમના પતિને સલામત રાખવા માટે કેટલાક રસપ્રદ ‘નુસ્ખા’ જણાવવા કહે છે. મસ્તી કરનાર પોતે જ ફફડાટ ઉભો કર્યો છે, જેમાં ઝી ટીવીના સોશિયલ મીડિયા હેન્ડલ આ જાહેરાતને વધુ એક લેવલ ઉંચે લઈ જવાનું નક્કી કરે છે, તેમને એક સ્પર્ધા જાહેર કરી છે, જેમાં મહિલાએ તેમના મહિલા કેન્દ્રિત ડાહપણનો ફાળો આપવા કહેવામાં આવ્યું છે, જેના માટે તમે #SunBehen (સુનબેહેન) પર ટેગિંગ કરી શકો છો. હજારો પરિણત મહિલાઓ અને મહિલાઓની ઓનલાઈન કમ્યુનિટી તેમના અનુભવેલા નુસ્ખા દુલારીને ઓફર કરવા આગળ આવી છે, જેમાં મોટા સેલિબ્રિટી જેવા કે, મોટાગજાની કોમેડિયન ભારતી સિંઘ, મહારાષ્ટ્ર ચી શાન અમૃતા ખાનવિલકર અને યુપીની દિલોમાં રહેતી પ્રસિદ્ધ આમ્રપાલી દુબેનો સમાવેશ થાય છે. ઝી ટીવીના સોશિયલ મીડિયા હેન્ડલની આ પહેલની સાથે એકદમ વિવિધ પ્રકારના, જ્યુસી નુસ્ખા બધેથી મળે છે, તો ચેનલે બધા જ વિલક્ષણ નુસ્ખાને પુસ્તકમાં સંકલિત કર્યા છે અને તેને શોના પ્રિમિયરના પ્રસંગે વર્ચ્યુઅલી રજૂ કરવામાં આવી છે.

પુસ્તકની રજૂઆતની સાથે ડિરેક્ટર અને પ્રોડ્યુસર સચીન મોહિતેએ ‘બહેનો’નો આભાર માન્યો છે કે, તેમને મોટી સંખ્યામાં દુલારીને સપોર્ટ કર્યો છે. અભિનેત્રી જ્યોતિ શર્મા, નિખિલ ખુરાના અને શમિન માનન પણ હાલના સમયમાં સમાજમાં સંબંધોમાં આવતા ગતિશીલ સકારાત્મક બદલાવને આ શો પ્રતિબિંબિત કરે છે, કઈ રીતે એક ગૃહિણી પોતાના પતિને અન્ય મહિલાઓની લાલચુ નજરોથી બચાવવા માટે પરંપરાગત નિયમોને બદલે અલગ પાત્ર કરવા માટે કઈ રીતે અનન્ય ભૂમિકામાં પલટાવી શકાય. તેને ગંભીરતાથી લીધા વગર, આ શાંત અને મસ્તીભરી કોમેડી એક જીવનની કથા રજૂ કરે છે, જેમાં ભારતના એક મધ્યમવર્ગિય –આજ કે કિરદાર, આજ કે કિસ્સે તરીકે ભરી આવે છે.

શો અને પુસ્તકની રજૂઆત અંગે જણાવતા, જ્યોતિ શર્મા, જે ઝી ટીવીના રામ પ્યારે સિર્ફ હમારેમાં દુલારીનું પાત્ર કરે છે, તે જણાવે છે, “રામ પ્યારે સિર્ફ હમારે જેવા મસ્તીભર્યા શોનો હિસ્સો બનવું એ હંમેશા એક આનંદ અને આશિર્વાદની વાત છે. પ્રમાણિક્તાથી કહું તો, દુલારીનું પાત્ર નિભાવવું એ એક પડકારજનક પાત્ર છે, કારણકે હું આ પાત્રથી સંપૂર્ણપણે અલગ છું. પાત્રના ડરને જીવનમાં લાવવા અને સમાધાનની આશામાં આનંદી નુસ્ખા પર કામ કરવા તથા આખી પ્રક્રિયામાં હજી વધારે ગડબડમાં ઉતરવું એ દર્શકો માટે જોવાનું મનોરંજક સાબિત થશે. હું ખરેખર ખુશ છું કે , અમે આ વિલક્ષણ નુસ્ખાના પુસ્તકને રજૂ કરી અને હું મારી બધી જ બહેનોની આભારી છું કે, તેમણે આવો હૃદયસ્પર્શી પ્રતિસાદ આપ્યો.”

નિખિલ ખુરાના, જે રામ પ્યારે સિર્ફ હમારેમાં રામનું પાત્ર કરી રહ્યા છે, તે જણાવે છે, “આ શોએ એક વિશ્વાસુ પતિ અને તેની નજર રાખતી પત્નિનો અત્યંત અલગ જ કોન્સેપ્ટ છે, જે કોઈપણ મહિલાને તેના પતિની નજીક આવતા અટકાવે છે. રમૂજની સાથે જોડાયેલી આ તાજગીસભર વાર્તા પ્રેક્ષકોને ચોક્કસ આકર્ષિત કરી રાખશે અને હું રામનું પાત્ર કરવા માટે અત્યંત ઉત્સાહિત છું, કારણકે તેની પોતાની મસ્તી છે, ખાસ તો, તેને આ વિસ્તારની મહિલાઓ માટે એક ક્રશ ગણવામાં આવે છે. હું ખરેખર ઝી ટીવીના શો પર કામ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું અને હું આશા રાખું છું કે, દર્શકો અમારા પ્રેમથી ભર્યા જીવનના નાટકની સાથોસાથ અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલી અમારી પુસ્તક નુસ્ખાને પસંદ કરશે. આ મુશ્કેલીના સમયમાં, આ પુસ્તકના વિચારો ખરેખર લોકોને ખુશ કરશે.”

વધુમાં, શમિન માનન, જે રામ પ્યારે સિર્ફ હમારેમાં કોએલનું પાત્ર કરી રહી છે, તે જણાવે છે, “હું એક મજબુત છતા પણ મસાલેદાર પાત્ર કરું છું, તે પણ કોમિકલ રીતે, જે સૌથી વધુ મુશ્કેલ છે અને મને લાગે છે કે, એક કલાકાર માટે આ સૌથી મોટી પરિક્ષા છે. કોએલ એ મહોલ્લામાં હોટ અને અદ્દભુત મહિલા છે, જે રામને તેના સુંદર દેખાવ અને મોહક સ્ટાઈલથી આકર્ષિત કરવા માટે તૈયાર છે. તેનો ઇરાદો રામને તેની માટે જીતવાનો છે. આ પાત્રની સાથે રમવા માટેના ઘણા વિકલ્પ છે અને તેમાં ઘણા શેડ હોવાને લીધે પ્રયોગ કરવાની પણ તક મળી રહે છે. તો, હું આ શો માટે તથા ઝી ટીવીની સાથે જોડાણ માટે અત્યંત ઉત્સાહિત છું. કોએલ એ એક મસ્તીભરી યુવતી છે અને એ રીતે હું તેની સાથે મારી જાતને જોડી શકું છું  અને હું આશા રાખું છું કે, દરેક લોકો મારું પાત્ર પસંદ કરશે.”

રામ પ્યારે સિર્ફ હમારેના પ્રોડ્યુસર અને ડિરેક્ટર, સચીન મોહિતે પણ ઉમેરે છે કે, “કથાની વિશ્વાસનિયતાનું જ પરિબળ શોના યુએસપી સાથોસાથ કોમિક તત્વનું કાર્ય છે. અમે આ મુશ્કેલ સમયમાં આ શો રિલીઝ કરવાનું પસંદ કર્યું છે તેનું એક કારણ છે કે, અમે આ સમયમાં અમારા દર્શકોના ચહેરા પર સ્મિત લાવવા ઇચ્છીએ છીએ. દુલારીની અસલામતીની વેદના અને તેના પુરુષનો પોતાનો કરીને રાખવાના તેના પ્રયત્ન દરેકનું મનોરંજન કરશે. ખરેખર તો, આ દ્રષ્ટિકોણની સાથે અમે ખુશી ફેલાવીએ છીએ, અમે દુલારીની નુસ્ખેની પુસ્તક પણ રજૂ કરીએ છીએ, જે દર્શકોને ખરેખર અવાક કરશે અને આશા રાખીએ છીએ કે, કેટલીક મહિલાઓને મદદ પણ કરશે.” 

Loading

Spread the love

Leave a Comment